પૂ.મહંત સ્વામી મહારાજની સાંજે રાજકોટમાં પધરામણીઃ ભવ્ય સ્વાગત, હરિભકતોમાં હરખ

May 21, 2018 at 6:29 pm


આજે સ્વામિનારાયણ સંપ્રદાયના મહંત સ્વામીનું રાજકોટમાં આગમન થતાં અનુયાયીઆેમાં ઉત્સાહ છવાયો છે. તેમના સાંનિધ્ય માટે ભકતોમાં આતુરતા છે. કાલાવડ રોડ પર આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરને રોશની, ફૂલોથી સજાવાયું છે.
બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડના આંગણે આજે સાંજે બી.એ.પી.એસ. સંસ્થાના છઠ્ઠા આધ્યાિત્મક અનુગામી મહંતસ્વામી મહારાજ પધારી રહ્યા છે જે તારીખ 3 જૂન રવિવાર સુધી રાજકોટમાં રોકાણ કરશે. મહંતસ્વામી મહારાજના દર્શનાર્થે તેમના રોકાણ દરમ્યાન હજારો હરિભક્તો અને ભાવિક ભક્તો લાભ પ્રાપ્ત કરશે.
મહંતસ્વામી મહારાજનું સાંજે 7 વાગ્યે ભવ્ય સામૈયા સાથે સ્વાગત થશે. વિશેષ તો આજથી બરાબર 68 વર્ષ પૂર્વે 21 મે, 1950ના દિવસે અમદાવાદની આંબલીવાળી પોળમાં બ્રûસ્વરુપ શાસ્ત્રીજી મહારાજે 28 વર્ષના નારાયણસ્વરુપ દાસને(પ્રમુખસ્વામી મહારાજને) બી.એ.પી.એસ. સંસ્થાના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા હતા એજ આજના દિવસે મહંતસ્વામી મહારાજ રાજકોટ પધારી રહ્યા છે ત્યારે મંદિરે વિશિષ્ટ કાર્યક્રમો પણ યોજવામાં આવશે.
કાલે તારીખ 22 મે થી 3 જૂન સુધી દરરોજ સવારે 5ઃ00 થી 7ઃ30 દરમ્યાન મહંતસ્વામી મહારાજના પૂજાદર્શન-આશીવાર્દનો લાભ પ્રાપ્ત થશે તેમજ દરરોજ સાંજે5ઃ30 થી 8 વાગ્યા સુધી સાયંસભામાં વક્તા પૂજ્ય આત્મસ્વરુપ સ્વામી શાશ્વત સત્પુરુષ વિષય પર પારાયણનો લાભ આપશે તેમજ દરરોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના આશીર્વચનનો પણ લાભ પ્રાપ્ત થશે.
પ્રમુખસ્વામી મહારાજ 98મા જન્મજયંતી મહોત્સવ તથા રાજકોટ મંદિર Üીદશાબ્દી મહોત્સવ ઉપક્રમે મહંતસ્વામી મહારાજના સાનિધ્યમાં અને રાજ્યના માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીની પ્રેરક
(અનુ. 10માં પાને)

ઉપસ્થિતિમાં રેસકોર્ષ મેદાન ખાતે તારીખ 27 મે, રવિવારના સાંજે 7 થી 10 દરમ્યાન ભવ્ય માનવ ઉત્કર્ષ મહોત્સવ યોજાશે જેમાં રાજકોટ મંદિરના સંત નિર્દેશક અપૂર્વમુનિ સ્વામી દુઃખનો દેહાંત સુખનો સૂર્યોદય વિષયક પ્રેરક પ્રવચનનો લાભ આપશે. સાથે સાથે માનવ ઉત્કર્ષના પંથે પ્રેરતાં પ્રેરક સંવાદો, મનમોહક નૃત્યો, રસપ્રદ વિડીયો શો, પથદર્શક પ્રવચન અને પરમ એકાંતિક સંત પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના દર્શન તથા આશીવાર્દનો લાભ પ્રાપ્ત થશે.
બી.એ.પી.એસ. શ્રી સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડના આંગણે મહંતસ્વામી મહારાજ તારીખ 21 મે થી 3 જૂન સુધી રોકાણ કરશે. આ 14 દિવસ દરમ્યાન યોજાનાર ભવ્ય આધ્યાિત્મક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો લાભ લેવા માટે પરિવાર મિત્રમંડળ સહિત પધારવા કોઠારી બ્રûતીર્થ સ્વામી અને સંત નિર્દેશક પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીએ સૌ ભાવિક ભક્તોને અનુરોધ કરેલ છે.

VOTING POLL

મુિસ્લમ બિરાદરોનાં રમજાન માસનો આજથી પ્રારંભ

May 17, 2018 at 11:20 am


મુિસ્લમો નું પવિત્ર રમજાન માસ નું આજ રોજ ગુરુવારે ચન્દ્ર દર્શન બાદ પ્રારંભ થશે મુિસ્લમ.સંપ્રદાય માં આ માસ ખુબજ રહેમત અને બરકતનોે માસ કહેવાય છે આજરોજ ગુરુવારના રોજ સાંજે મુિસ્લમો.ચંદ્ર દર્શન કરશે અને એક બીજાને મુબારક બાદ આપશે અને રાત્રે પહેલી.નમાઝ એ તરાહવી પઢશે.

તિલાવત એ કુરાન શરીફ થી મિસ્જદો ગુંજી ઉઠશે રમજાન માસ ઉજવવા માટે સમગ્ર મુિસ્લમ સમાજ માં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યાે છે રમજાનની ઉજવણી માટે મુિસ્લમો આતુર બનિયા છે સમગ્ર શહેર ની દરગાહ મિસ્જદ ઈબાદત ગાહને રોશનીના જગમગાટથી શણગારાઈ છે મુિસ્લમ વિસ્તારોમાં તથા મિસ્જદોમાં ઈãતાર સહીતના કાર્યક્રમો યોજાશે સતત ધોમધખતા તાપમાં 15 કલાક સુધી મુિસ્લમો અન્ન જળનો ત્યાગ કરી અને અલ્લાહને રાજી રાખવા રોજા રાખશે આ વર્ષ 30 રોજા થવાની સંભાવના છે આ પવિત્ર માસ નિયમિતએ મુãતી ગુલામ.ગોષ અલ્વી સૈયદ સકીલબાપુ શિરાજી સૈયદ હાજી ઈક્બાલબાપુ કાદરી અને મુãતી નવાઝ મુિસ્લમ સમાઝના અગ્રણી હાજી ઇબ્રાહીમભાઇ કુરેશી હાજી ફારુકશેઠ તું મબી અમીનભાઈ નવીવાળા અફરોજભાઈ લકડકૂટારઝાકભાઈ ઘોડી બાસિતભાઈ પાનવાળા હમીદભાઈ ગોડીલ કાસમભાઈ કુરેશી મકબુલભાઈ ગરના સલીમભાઇ પાનવાળા મોહમ્મદ કાસીમભાઇ ગરાના રિયાઝભાઈ દાદાની સાહનવાઝભાઈ પોઠીયાવાળા બોદુભાઇ ચૌહાણ યુસુફ નવીવાળા ફૈયાઝ બાસમતવાળા રફીકબાપુ અરબીયાવાળા જબ્બાર નાલબન્ધ અનવરભાઈ ઇંગારીયા સલીમ શેખ યાસીન કુરેશી સહિતનાઆે એ લોકો ને રમજાન માસ ની મુબારકબાદ પાઠવેલ છે.

VOTING POLL

પવિત્ર પુરુષોતમ માસનો આજથી પ્રારંભઃ ધર્મ, તપ, દાન-પૂÎયનો મહિમા

May 16, 2018 at 11:36 am


આજથી પુરુષોતમ માસની શરૂઆત થઈ છે. અધિક જેઠ વદ અમાસ બુધવાર તા.13-6-18ના રોજ પૂર્ણ થશે. આમ, વિષ્ણુ ભગવાનનો પ્રિય વાર બુધવારથી પુરુષોતમ માસ શરૂ પણ થશે અને પૂર્ણ પણ થશે. આ વર્ષે પરસોતમ માસમાં કુલ 29 દિવસ છે. સુદમાં ચોથનો ક્ષય છે, વદમાં 14નો ક્ષય છે અને વદમા પાંચમની વૃધ્ધિ છે.

આપણું પંચાંગ દુનિયાનું સૌથી શ્રેષ્ઠ પંચાંગ છે કારણ આકાશમાં જે પ્રત્યક્ષ ગ્રહો દેખાય છે જેમ સૂર્ય ચંદ્ર ગતિ કરે છે તે પ્રમાણે આપણા પંચાંગમાં સુક્ષ્મ ગણિતથી તેની નાેંધ લેવામાં આવે છે. જ્યારે આપણા હિન્દુ પંચાંગમાં પૂનમ હોય ત્યાર આકાશમાં પણ પૂનમનો ચંદ્ર હોય છે પરંતુ અંગ્રેજી પંચાંગમાં આ બાબત અશકય છે. કારણ અંગ્રેજી પંચાયગ એક સરખી રીતે જ ચાલે છે. સામાન્ય રીતે 12 ચંદ્ર માસ એટલે કે 354 દિવસનું એક વર્ષ થાય છે. જ્યારે સૂર્ય વર્ષના દિવસો 365 છે. આ તફાવત આસરે 10 દિવસનો ફર્ક પડે છે.

આથી દર 32 કે 33 મહિના બાદ એક અધિક માસ આવે છે. કયારેક 35 મહિના બાદ અધિક માસ આવે છે. આ વર્ષે 34 મહિના પછી અધિક માસ આવ્યો છે.

મહાભારત કાલમાં અધિક માસની ગણનાનો ઉલ્લેખ જોવા મળે છે ત્યારે દર પાંચ વર્ષે બે અધિક માસ આવે તેવો ઉલ્લેખ જોવા મળતો હતો.

પૃથ્વી પરનો શ્રેષ્ઠ મહિનો એટલે પુરુષોતમ માસ આ મહિનામાં ભગવાન પોતે પૃથ્વી પર વિચરણ કરે છે.બધાય વાર, ઋતુ, મહિના અયનોને પોતપોતાના સ્વામી છે પરંતુ અધિક માસને કોઈ સ્વામી હતા નહી આથી અધિક માસ ભગવાન પાસે જાય છે અને પ્રાર્થના કરે છે કે લોકોએ મને ધુત્કાર્યો છે આથી તમે મારી રક્ષા કરો ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ આ રીતે અધિક માસની પ્રાર્થના સાંભળી તેને સ્વીકારે છે અને અધિક માસના ભગવાન શ્રીકૃષ્ણ સ્વામી બને છે.

કહે છે તારું નામ આજથી પરસોતમ માસ કહેવાશે. જે લોકો આ મહિનામાં ભિક્ત કરશે તેને તેનું ફળ તુરંત મળશે. અધિકમાં પરસોતમ માસમાં ભગવાનની ભિક્ત કરવાથી દારિદ્રયતા દૂર થાય છે.

શાંતિની પ્રાિપ્ત થાય છે. જે લોકો આ મહિનામાં ભિક્ત કરે છે, કથા શ્રવણ કરે છે તેને કદી દુઃખ અને વિપત્તી આવતી નથી.

પુરુષોતમ માસમાં ઘઉં, ચોખા, સફેદ ધાન્ય, મગ, જવ, તલ, વટાણા, કાંગ, સામો, આદુ, કંદમૂળ, કાકડી, કેળા, સિંધાભૂણ, સમુદ્રનું મીઠું, દહી, ઘી, મલાઈ નહી કાઢેલું દૂધ, ફણસ, કેરી, જીરૂ, સૂંઠ, આંબલી, સોપારી, આમળા, તેલમાં નહી તળેલી વસ્તુ લઈ શકાય છે.

VOTING POLL

શનિ મંદિરોમાં શનિદેવના જન્મોત્સવની ઉજવણી થઇ

May 15, 2018 at 8:29 pm


સૂર્યપુત્ર શનિદેવના આજના જન્મદિવસ એવી શનિજયંતિને લઇ અમદાવાદ શહેર સહિત રાજયભરના શનિમંદિરોમાં શનિ મહારાજના જન્મોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આજે અમા?, મં?ળવાર અને શની જયંતિનાે અનાેખો ત્રિવેણી સંયોગ બન્યાે હોઇ આ વખતની શનિજયંતિ ઘણી શુભ અને લાભકારી બની રહી હતી. શહેરના દૂધેશ્વરના અતિપ્રાચીન શનિમંદિરમાં આજે શનિદેવને વિશેષ પ્રકારે 51 કિલો લાડુનાે ભોગ ધરાવવામાં આવ્યો હતાે. આ સાથે જ શનિદેવની ભવ્ય મહાઆરતી અને હોમ-હવન, યજ્ઞનું પણ આયોજન કરાયું હતું. તાે શાહીબાગ વિસ્તારના શનિમંદિર, થલતેજ ખાતેના શનિમંદિર, ડ્રાઇવઇન વિસ્તારમાં વૈભવલક્ષ્મી મંદિરમાં આવેલ શનિમંદિર સહિતના શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા શનિમંદિરોમાં શનિમહારાજના જન્મોત્સવની ભવ્ય ઉજવણી ઉપરાંત, તેલ અભિષેક અને વિશેષ પૂજા-મહાઆરતીનું આયોજન કરાયું હતું. આજે શનિદેવની કૃપા મેળવવાનાે મહામૂલો અવસર હોઇ મોડી રાત સુધી શ્રધ્ધાળુ શનિભક્તાેની ભારે ભીડ શનિમંદિરોમાં જામેલી રહી હતી. રાજયભરના શનિમંદિરો આેમ્ શં શનૈùરાય નમઃ અને શનિદેવના જય જયકારથી ગુંજી ઉઠયા હતા. આ વષેૅ શનિજયંતિ મંગળવારે એટલે કે, હનુમાનજી દાદાના વારે આવી હોવાથી આજે હનુમાનજી મંદિરોમાં પણ શનિમહારાજની પૂજા અર્ચના કરવામાં આવી હતી. શનિદેવના પ્રિય દેવ અને ગુરૂસમાન દેવ હનુમાનજી હોઇ હનુમાનજી મંદિરોમાં પણ શનિજયંતિની આજે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. આજની શનિજયંતિ નિમિતે શહેરના દૂધેશ્વર વિસ્તારમાં ધોબીઘાટ પાસેના અતિપ્રાચીન શનિમંદિરમાં આવતીકાલે
સૂર્યપુત્ર શનિદેવ જન્મજયંતિ ઉત્સવનું વિશેષ આયોજન કરાયું હતું. 108 વર્ષ જૂના શનિમંદિરના મહારાજ લાલચંદજી ભાગૅવ અને રવિ મહારાજે જણાવ્યું હતું કે, દૂધેશ્વર સ્થિત આ શનિમંદિર અતિપ્રાચી અને અનન્ય મહાત્મ્ય ધરાવે છે. આજે શનિજયંતિ નિમિતે શનિદેવને ખાસ પ્રકારે 51 કિલો લાડુનાે ભોગ ધરાવવામાં આવ્યો હતાે. બપાેરે 12-00 વાગ્યે શનિ મહારાજની ભવ્ય મહાઆરતી યોજાઇ હતી. આ સિવાય સવારે 10-00 વાગ્યાથી રાત્રે 12-00 વાગ્યા સુધી શનિદેવને 108 આહુતિ આપવાનાે ભવ્ય હોમ-હવન અને યજ્ઞ યોજાયો હતાે. સાંજે 6-00થી રાત્રે 10-00 દરમ્યાન મંદિર ખાતે જાહેર ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો શ્રધ્ધાળુઆે મહાપ્રસાદ ગ્રહણ કયોૅ હતાે. ઉપરાંત, સવારે 8-00થી રાત્રે 10-00 વાગ્યા સુધી ગણેશપૂજન, શનિ અભિષેક, નવગ્રહ શાંતિપાઠ, શનિકથા સહિતના પૂજા-કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. મોડી રાત સુધી મંદિરમાં શનિદેવના દર્શન માટે ભકતાેની ભારે ભીડ ઉમટી હતી. આ જ પ્રકારે અમદાવાદ જિલ્લાના ધંધુકા નજીક ખડોલ શનિધામ ખાતે પણ શનિદેવના પ્રાગટયદિન નિમિતે સંકલ્પસિધ્ધિ મહાઅનુષ્ઠાન યોજાયુ હતું. શાહીબાગ વિસ્તારના શનિમંદિર, થલતેજ ખાતેના શનિમંદિર, ડ્રાઇવઇન વિસ્તારમાં વૈભવલક્ષ્મી મંદિરમાં આવેલ શનિમંદિર, એસજી હાઇવે પર વૈ»ણોદેવી સર્કલ પર આવેલા મારૂતિનંદન મંદિરમાં આવેલ શનિમંદિરમાં પણ આજે શનિ મહારાજના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરાઇ હતી. શનિ મહારાજને શ્રધ્ધાળુ ભકતાે દ્વારા તેલ, અડદ, સરસીયુ તેલ, તલ, ઇન્દ્રજવ, નીલમ, કામલી, કાળા વ?ાે, ગાેળ-ચણા, લોખંડ અપૅણ કરાયું હતું અને તેનું જરૂરિયાતમંદોમાં દાન પણ કરાયું હતું. સામાન્ય રીતે શનિની સાડાસાતી કે શનિની મહાદશા કે વક્રી શનિ જેવા શબ્દો સાંભળી માણસ થરથર કાંપી ઉઠતાે હોય છે પરંતુ શનિદેવથી ડરવાનું કોઇ કારણ નથી. કારણ કે, શનિદેવ માત્ર ગુનેગારો, ભ્રષ્ટાચારીઆે, પાપાચારીઆે અને દુરાચારીઆેને સબક શીખવાડે છે.
સન્માગેૅ ચાલનારા લોકો માટે તાે શનિદેવ આશીવાૅદ આપતા દેવ છે. અન્યાયીઆે કે આતતાયીઆે પર શનિદેવ કયારેય પ્રસન્ન થતા નથી. શનિદેવ એ ન્યાયના દેવતા છે. રાજયભરના શનિમંદિરો આેમ્ શં શનૈશ્વરાય નમઃ સહિત શનિદેવના જય જયકાર સાથે ગુંજી ઉઠયા હતા.

VOTING POLL

બિલેશ્વર મહાદેવ મંદિરે ત્રણ દિવસીય મહોત્સવની પૂણાર્હુતિ

May 14, 2018 at 12:49 pm


મોરબી તાલુકાના બીલીયા, બરવાળા,બગથળા અને ખાખરાળા ગામ નજીક આવેલા શ્રી બિલેશ્વર મહાદેવ મંદિર ખાતે ત્રણ દિવસીય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહાયજ્ઞ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જે ત્રણ દિવસીય ધામિર્ક મહોત્સવની ધામધૂમથી પુણાર્હુતી કરવામાં આવી છે.બિલેશ્વર મહાદેવ મંદિરે ત્રણ દિવસીય ધામિર્ક મહોત્સવમાં ગૃહ શાંતિ, મંડપ પ્રવેશ તેમજ બીજા દિવસે પ્રાત પૂજા, જલ યાત્રા, નગર યાત્રા, મહા અભિષેક, શોભાયાત્રા જેવા કાર્યક્રમો યોજાયા હતા તેમજ અંતિમ દિવસે મૂતિર્ સ્થાપના, શ્રીફળ હોમ, મહાઆરતી અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. ત્રણ દિવસીય ધામિર્ક મહોત્સવમાં તમામ ચાર ગામો સમસ્ત જોડાઈને ધામધૂમથી અને શ્રદ્ધાપૂર્ણ રીતે મહોત્સવની ઉજવણી કરી હતી જેમાં રાસ ગરબાની રમઝટ અને સમસ્ત ગામો ધુમાડાબંધ પ્રસાદનો લ્હાવો લીધો હતો અને ત્રણ દિવસીય મહોત્સવની રવિવારે પુણાર્હુતી કરવામાં આવી હતી

VOTING POLL

હજારો વર્ષ બાદ સોમનાથની ભૂમિ પર સોમવારે ‘સોમયજ્ઞ’

May 12, 2018 at 7:10 pm


રાજા રજવાડાના સમયે પ્રથમ જયોતિલંગ સોમનાથની ભૂમિ પર સોમયજ્ઞ થયા બાદ વર્ષો પછી આગામી તા.14ને સોમવારે ફરી સોમયજ્ઞનું દિવ્ય આયોજન થયું છે. જેમાં સૌરાષ્ટ્રના 151 ભૂદેવ રત્નોના મંત્રોચાર સાથે સોમયજ્ઞ યોજાશે. આ યજ્ઞમાં હજારો યજમાનો આહુતી આપશે. આ સમગ્ર ધામિર્ક કાર્યક્રમ પ્રખર શાસ્ત્રી જીજ્ઞેશભાઇ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ તૈયારીઆે ચાલી રહી છે.
સોમયજ્ઞ દક્ષ પ્રજાપતિ રાજા દ્વારા હજારો વર્ષ પહેલા સોમનાથમાં થયો હતો ત્યારબાદ પ્રથમ વખત સંત સિધ્ધીગીરીબાપુ તથા સંત મા અિગ્નશિખાજીના માર્ગદર્શન નીચે અખીલ ભારતીય પ્રજાપતી મહાસંઘ દ્વારા સોમયજ્ઞનું આયોજન થઇ રહ્યું છે. જેમાં પ્રજાપતિ મહાસંઘના હોદ્દેદાર ગોરધનભાઇ ચૌહાણ, લક્ષ્મણભાઇ લાડ તથા વિરજીભાઇ ગોહેલ 151 કુંડી સોમયજ્ઞનું આયોજન સમસ્ત વિશ્વના કલ્યાણ અર્થે કરાયું છે

.

આ યજ્ઞ વિશે શાસ્ત્રી જીજ્ઞેશભાઇ ત્રિવેદી જણાવે છે કે, આ યજ્ઞ દ્વારા વાતાવરણનું શુદ્ધિકરણ થાય છે યજ્ઞમાં આહુતી આપવાથી આેઝોન વાયુનું નિયંત્રણ થવાથી પ્રદુષણમાં ઘટાડો થાય છે. રોગચાળો ફેલવતા જીવાણુંનું નાશ થાય છે. માનવજીવનમાં બુિÙ, બલ અને દિર્ધાયુષ્યની પ્રાપ્તી થશે.

VOTING POLL

જૈન સમાજ માટે ઐતિહાસિક ક્ષણઃ વિશ્વના 1008 જિનાલયોમાં સામૂહિક મહા અભિષેક

May 11, 2018 at 3:46 pm


આજે વિશ્વભરના જૈન સમાજ માટે ઐતિહાસિક ઘડી રહી હતી. જૈન સમાજના સુવર્ણ પુષ્ઠ પર ઇતિહાસ રચાયો છે. સમગ્ર વિશ્વના 1008 જૈન મંદિરોમાં સામૂહિક અભિષેકનો મંત્રોચ્ચાર એક સમયે ગુંજી ઉઠયો હતો. સિધ્ધાંત મહોદધિ સૂરી પ્રેમ સ્વર્ગારોહણ અર્ધસતાબ્દી દિન અંતર્ગત આજે અમેરીકા, યુરોપ, આફ્રિકા, આેસ્ટ્રેલીયા, ન્યુઝીલેન્ડ સહિત ભારતભરના 1000થી અધિક જિનાલયોમાં સામૂહિક મહા અભિષેક ઉત્સવ યોજાયો હતો. સવારે 7થી 8 એક કલાક અભિષેક ભિક્તગીત સભર, શંખનાદ, ઘંટનાદ તથા વિશિષ્ટ આૈષધીયુકત આ સુવર્ણ અવસરે શ્રાવકો ઉમટ્યા હતાં. ખાસ તૈયાર થયેલી 108થી વધુ આૈષધી દ્વારા સામૂહિક અભિષેક થયો હતો. જૈનાચાર્ય રત્નસુંદર સૂરીજીની નિશ્રામાં અમદાવાદ ખાતે આૈષધી અભિમંત્રણ વિધાન કરવામાં આવ્યું હતું. આ વિધાન સમયે 200થી વધુ સાધ્વી-સાધ્વીજી ભગવંતોની નિશ્રા રહી હતી.

આજે સવારે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને વિશ્વના અનેક જિનાલયોમાં સવારે 7થી 8 પ્રભુ પ્રતિમાને 108થી વધુ વિશિષ્ટ આૈષધીઆેથી અભિષેક કરાયો હતો.

આ અભિષેક માટે ગુજરાતની મહી નદી પાસે કુકકુડ વન અને અન્ય જંગલોમાંથી આૈષધીઆે લેવામાં આવી હતી તેમજ શેત્રુંજી, નર્મદા, ગીરનારના ગજપત કુંડ અને શેત્રુંજયના સુરેશકુંડના પવિત્ર જળનો ઉપયોગ કરાયો હતો. શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજના શુભાશિષથી 1008થી વધુ જૈન દેરાસરોમાં વિશિષ્ટ આૈષધીઆેથી સામૂહિક મહા અભિષેક થયો હતો.

VOTING POLL

કૈલાસ માનસરોવર યાત્રા પર ૧૫૮૦ શ્રદ્ધાળુ જશે

May 9, 2018 at 11:16 am


આ વર્ષે જૂનથી લઈને સપ્ટેમ્બર સુધી ચાલનારી કૈલાસ માનસરોવર યાત્રામાં ૧૫૮૦ શ્રદ્ધાળુ સામેલ થશે. તેમાં ૫૦૦ યાત્રિકો નાથુ લા સડક માર્ગથી યારે વધારાના ૧૦૮૦ શ્રદ્ધાળુ પારંપરિક માર્ગ ઉત્તરાખંડના લિપુલેખથી થઈને જશે.
વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ગઈકાલે યાત્રિકોનો કોમ્પ્યુટરથી ડ્રો કર્યેા હતો. વિદેશ મંત્રાલય તરફથી મળેલી જાણકારી અનુસાર લિપુલેખથી યાત્રિકોની ૬૦–૬૦ ટુકડીને રવાના કરવામાં આવશે યારે નાથુ લાથી ૫૦–૫૦ યાત્રિકોની ટુકડી રવાના થશે. વિદેશ મંત્રીએ કહ્યું કે કૈલાસ માનસરોવર યાત્રિકો માટે આ વર્ષથી હેલ્પલાઈન શરૂ કરવામાં આવશે

VOTING POLL

કાશી વિશ્વનાથ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

May 7, 2018 at 1:25 pm


કાશી વિશ્વનાથ મંદિર સહિત મુખ્ય મંદિરોને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે. રવિવારે ધમકીભર્યો પત્ર સામે આવ્યા બાદ મંદિર પરિસરની સુરક્ષા વધારી દેવાઈ છે.મથુરાના માલગોદામ રોડ પર જીઆરપી બેરેકની દિવાલ પર ચાર ધમકી ભર્યા પત્રો ચાેંટાડવામાં આવ્યા હતા. બેરેક પાસે સવારે એક દૂધવાળાએ દિવાલ પર પત્ર જોઈને તેની જાણકારી જીઆરપીના અધિકારીઆેને આપી. એક પત્રમાં લખ્યું હતું કે, 12મીએ કાશી વિશ્વનાથ મંદિરને અને 13મી મેએ મથુરા, વૃંદાવન, ગોરખપુર અને અયોધ્યાના મંદિરોને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે.એસપી જ્ઞાનવાપી શૈલેન્દ્ર રાયે જણાવ્યું કે ધમકી ભર્યા પત્રો વિશે જાણકારી મળતા જ કાશી વિશ્વનાથ પરિસરના રેડ ઝોનમાં ઉપસ્થિત પોલીસ, પીએસી અને સીઆરપીએફના જવાનોને ખાસ સાવધાની રાખવા માટેના નિર્દેશ આપવામાં આવ્યા છે. ઈન્ટેલિજન્સ વિભાગની ટીમો તોફાની તત્વો અને શંકાસ્પદો પર નજર રાખવા માટે પોલીસને સૂચના અપાઈ છે.જણાવી દઈએ કે વિશ્વનાથ મંદિર વિવાદને લઈને દાખલ અરજી પર અલાહાબાદ કોર્ટમાં સુનાવણી 10મી મેએ થશે. હાઈકોર્ટ જસ્ટિસ સંગીતા ચંદ્રા કોર્ટમાં આ મામલે સુનાવણી કરશે. આ અરજી દ્વારા કાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટ અને અંજુમન ઈસ્લામિયા વારાણસીની વચ્ચેના કેસમાં 1947ની સ્થિતિ બનાવી રાખવા ઉપરાંત એક ભાગ જ મિસ્જદમાં રાખવો અને બાકીનો ભાગ મંદિરનો ઉપયોગમાં રાખવા માટે એડીજે વારાણસીના 23 સપ્ટેમ્બર 1998 અને 10 આેક્ટોબર 1997ના આદેશને સુન્ની સેન્ટ્રલ બોર્ડે હાઈકોર્ટમાં પડકાર્યો છે.

VOTING POLL

અમરનાથથી બાબા બર્ફાનીની પ્રથમ તસવીરઃ ૨૦ દિવસ વધુ ચાલશે યાત્રા

May 4, 2018 at 12:17 pm


હિમાચલમાં સ્થિત પવિત્ર અમરનાથ ગુફાથી બાબા બફર્નિીની પહેલી તસવીર સામે આવી છે. ગુફામાં બનેલું 12 ફુટનું પ્રાકૃતિક શિવલિંગના દર્શન માટે દક્ષિણ કાશ્મીરમાં તીર્થયાત્રાની શરૂઆત 28 જૂનથી થશે. આ વખતે અમરનાથ યાત્રાની અવધિ 20 દિવસ વધુ હશે અને તે રક્ષાબંધનના દિવસે 26 ઓગસ્ટે ખતમ થશે. તેના માટે દેશભરના એક લાખથી વધુ શ્રદ્ધાળુ રજિસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે. યાત્રા દરમિયાન જમ્મુમાં 4 સ્થળોએ ત્યાં જ રજિસ્ટ્રેશનની સુવિધા ઉપલબ્ધ રહેશે.
અમરનાથની પવિત્ર ગુફામાં શિવલિંગના દર્શન માટે દર વર્ષે હજારો શ્રદ્ધાળું યાત્રામાં સામેલ થાય છે. શ્રાઇન બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી ઉમંગ નરુલાએ જણાવ્યું કે આ વખતે દેશભરના એક લાખથી વધુ લોકોએ અત્યાર સુધી યાત્રા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. પંજાબ નેશનલ બેન્ક, જમ્મુ-કાશ્મીર બેન્ક અને યસ બેન્કની શાખોઓ દ્વારા રજિસ્ટ્રેશન ચાલુ છે.
નરુલાના જણાવ્યા મુજબ, આ વખતે તીર્થયાત્રા દરમિયાન જમ્મુમાં 4 સ્થળો (વૈષ્ણવી ધામ, સરસ્વતી ધામ, જમ્મૂ હાટ અને ગીતા ભવન- રામ મંદિર) પર ત્યાં જ રજિસ્ટ્રેશનની સુવિધા ઉપલબ્ધ રહેશે.
બીજી તરફ, હેલિકોપ્ટરથી યાત્રા માટે ટિકિટનું ઓનલાઇન બુકિંગ 27 એપ્રિલથી શરૂ થઈ ચૂક્યું છે.
પોલીસે અમરનાથ યાત્રામાં આવનારા શ્રદ્ધાળુઓની સુરક્ષાની યોજના પર કામ શરૂ કરી દીધું છે. જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ અને શ્રાઇન બોર્ડના ચેરમેન એન એન વોહરાની અધ્યક્ષતામાં સોમવારે થયેલી બેઠકમાં સુરક્ષા યોજના તૈયાર કરવામાં આવી હતી.
આ બેઠકમાં રાજ્યના જમ્મુ ક્ષેત્ર પોલીસ મહાનિરીક્ષક એસડી સિંહ જામવાલ ઉપસ્થિત હતા. તેઓએ જણાવ્યું કે પોલીસ ધાર્મિક યાત્રામાં દરેક ખતરાની સંભાવનાઓને પહોંચી વળવા માટે યોજના પર કામ કરી રહી છે.

VOTING POLL