કૈલાસ માનસરોવર યાત્રા પર ૧૫૮૦ શ્રદ્ધાળુ જશે

May 9, 2018 at 11:16 am


આ વર્ષે જૂનથી લઈને સપ્ટેમ્બર સુધી ચાલનારી કૈલાસ માનસરોવર યાત્રામાં ૧૫૮૦ શ્રદ્ધાળુ સામેલ થશે. તેમાં ૫૦૦ યાત્રિકો નાથુ લા સડક માર્ગથી યારે વધારાના ૧૦૮૦ શ્રદ્ધાળુ પારંપરિક માર્ગ ઉત્તરાખંડના લિપુલેખથી થઈને જશે.
વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ગઈકાલે યાત્રિકોનો કોમ્પ્યુટરથી ડ્રો કર્યેા હતો. વિદેશ મંત્રાલય તરફથી મળેલી જાણકારી અનુસાર લિપુલેખથી યાત્રિકોની ૬૦–૬૦ ટુકડીને રવાના કરવામાં આવશે યારે નાથુ લાથી ૫૦–૫૦ યાત્રિકોની ટુકડી રવાના થશે. વિદેશ મંત્રીએ કહ્યું કે કૈલાસ માનસરોવર યાત્રિકો માટે આ વર્ષથી હેલ્પલાઈન શરૂ કરવામાં આવશે

VOTING POLL

કાશી વિશ્વનાથ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

May 7, 2018 at 1:25 pm


કાશી વિશ્વનાથ મંદિર સહિત મુખ્ય મંદિરોને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે. રવિવારે ધમકીભર્યો પત્ર સામે આવ્યા બાદ મંદિર પરિસરની સુરક્ષા વધારી દેવાઈ છે.મથુરાના માલગોદામ રોડ પર જીઆરપી બેરેકની દિવાલ પર ચાર ધમકી ભર્યા પત્રો ચાેંટાડવામાં આવ્યા હતા. બેરેક પાસે સવારે એક દૂધવાળાએ દિવાલ પર પત્ર જોઈને તેની જાણકારી જીઆરપીના અધિકારીઆેને આપી. એક પત્રમાં લખ્યું હતું કે, 12મીએ કાશી વિશ્વનાથ મંદિરને અને 13મી મેએ મથુરા, વૃંદાવન, ગોરખપુર અને અયોધ્યાના મંદિરોને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે.એસપી જ્ઞાનવાપી શૈલેન્દ્ર રાયે જણાવ્યું કે ધમકી ભર્યા પત્રો વિશે જાણકારી મળતા જ કાશી વિશ્વનાથ પરિસરના રેડ ઝોનમાં ઉપસ્થિત પોલીસ, પીએસી અને સીઆરપીએફના જવાનોને ખાસ સાવધાની રાખવા માટેના નિર્દેશ આપવામાં આવ્યા છે. ઈન્ટેલિજન્સ વિભાગની ટીમો તોફાની તત્વો અને શંકાસ્પદો પર નજર રાખવા માટે પોલીસને સૂચના અપાઈ છે.જણાવી દઈએ કે વિશ્વનાથ મંદિર વિવાદને લઈને દાખલ અરજી પર અલાહાબાદ કોર્ટમાં સુનાવણી 10મી મેએ થશે. હાઈકોર્ટ જસ્ટિસ સંગીતા ચંદ્રા કોર્ટમાં આ મામલે સુનાવણી કરશે. આ અરજી દ્વારા કાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટ અને અંજુમન ઈસ્લામિયા વારાણસીની વચ્ચેના કેસમાં 1947ની સ્થિતિ બનાવી રાખવા ઉપરાંત એક ભાગ જ મિસ્જદમાં રાખવો અને બાકીનો ભાગ મંદિરનો ઉપયોગમાં રાખવા માટે એડીજે વારાણસીના 23 સપ્ટેમ્બર 1998 અને 10 આેક્ટોબર 1997ના આદેશને સુન્ની સેન્ટ્રલ બોર્ડે હાઈકોર્ટમાં પડકાર્યો છે.

VOTING POLL

અમરનાથથી બાબા બર્ફાનીની પ્રથમ તસવીરઃ ૨૦ દિવસ વધુ ચાલશે યાત્રા

May 4, 2018 at 12:17 pm


હિમાચલમાં સ્થિત પવિત્ર અમરનાથ ગુફાથી બાબા બફર્નિીની પહેલી તસવીર સામે આવી છે. ગુફામાં બનેલું 12 ફુટનું પ્રાકૃતિક શિવલિંગના દર્શન માટે દક્ષિણ કાશ્મીરમાં તીર્થયાત્રાની શરૂઆત 28 જૂનથી થશે. આ વખતે અમરનાથ યાત્રાની અવધિ 20 દિવસ વધુ હશે અને તે રક્ષાબંધનના દિવસે 26 ઓગસ્ટે ખતમ થશે. તેના માટે દેશભરના એક લાખથી વધુ શ્રદ્ધાળુ રજિસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે. યાત્રા દરમિયાન જમ્મુમાં 4 સ્થળોએ ત્યાં જ રજિસ્ટ્રેશનની સુવિધા ઉપલબ્ધ રહેશે.
અમરનાથની પવિત્ર ગુફામાં શિવલિંગના દર્શન માટે દર વર્ષે હજારો શ્રદ્ધાળું યાત્રામાં સામેલ થાય છે. શ્રાઇન બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી ઉમંગ નરુલાએ જણાવ્યું કે આ વખતે દેશભરના એક લાખથી વધુ લોકોએ અત્યાર સુધી યાત્રા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. પંજાબ નેશનલ બેન્ક, જમ્મુ-કાશ્મીર બેન્ક અને યસ બેન્કની શાખોઓ દ્વારા રજિસ્ટ્રેશન ચાલુ છે.
નરુલાના જણાવ્યા મુજબ, આ વખતે તીર્થયાત્રા દરમિયાન જમ્મુમાં 4 સ્થળો (વૈષ્ણવી ધામ, સરસ્વતી ધામ, જમ્મૂ હાટ અને ગીતા ભવન- રામ મંદિર) પર ત્યાં જ રજિસ્ટ્રેશનની સુવિધા ઉપલબ્ધ રહેશે.
બીજી તરફ, હેલિકોપ્ટરથી યાત્રા માટે ટિકિટનું ઓનલાઇન બુકિંગ 27 એપ્રિલથી શરૂ થઈ ચૂક્યું છે.
પોલીસે અમરનાથ યાત્રામાં આવનારા શ્રદ્ધાળુઓની સુરક્ષાની યોજના પર કામ શરૂ કરી દીધું છે. જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ અને શ્રાઇન બોર્ડના ચેરમેન એન એન વોહરાની અધ્યક્ષતામાં સોમવારે થયેલી બેઠકમાં સુરક્ષા યોજના તૈયાર કરવામાં આવી હતી.
આ બેઠકમાં રાજ્યના જમ્મુ ક્ષેત્ર પોલીસ મહાનિરીક્ષક એસડી સિંહ જામવાલ ઉપસ્થિત હતા. તેઓએ જણાવ્યું કે પોલીસ ધાર્મિક યાત્રામાં દરેક ખતરાની સંભાવનાઓને પહોંચી વળવા માટે યોજના પર કામ કરી રહી છે.

VOTING POLL

અમરનાથ દાદાના પ્રથમ દર્શન

at 10:47 am


લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર એવા અમરનાથ દાદાના પ્રથમ દર્શન તસવીર વાઇરલ થઈ છે. વર્ષ 2018ની અમરનાથ યાત્રા 28 જૂનથી શરૂ થશે જે 26 ઓગસ્ટ સુધી ચાલશે. યાત્રા શરૂ થાય તે પહેલા અમરનાથના દિવ્ય શિવલિંગના દર્શન થવા લાગ્યા છે.

અમરનાથ શ્રાઈન બોર્ડના જણાવ્યાનુસાર હવે અમરનાથ શિવલિંગના દર્શન સ્પષ્ટ રીતે થવા લાગ્યા છે. જો કે આ વર્ષનું શિવલિંગ ગત વર્ષની સરખામણીમાં નાનું છે. શિવલિંગના દર્શન કરવા માટેનો થોડો માર્ગ બરફના કારણે બંધ છે જે 28 જૂન સુધીમાં ખુલ્લો થઈ જશે. હાલ તંત્ર યાત્રા માટેની તૈયારી કરવામાં વ્યસ્ત છે. મહત્વપૂર્ણ છે કે ગત વર્ષે 4 લાખ લોકોએ અમરનાથના દર્શન કર્યા હતા. આ વર્ષે પણ લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટશે તેવું અનુમાન છે.

VOTING POLL

બદ્રીનાથ ધામના ખુલ્યા કપાટ, દર્શનાર્થીઓની ઉમટી ભીડ

April 30, 2018 at 10:37 am


ઉત્તરાખંડ સ્થિત ચારધામમાંથી સૌથી મુખ્ય એવા બદ્રીનાથના કપાટ આજે ખુલ્લા છે. સવારના સાડા ચાર કલાકના શુભ મુહૂર્તમાં દર્શન ખુલ્લા મુકવામાં આવ્યા હતા. વર્ષના પહેલા દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા.

મહત્વપૂર્ણ છે કે કેદારનાથના કપાટ રવિવારે સવારે ખોલવામાં આવ્યા હતા. પૂજા-અર્ચના અને મંત્રોચ્ચાર વચ્ચે 6 મહિના બાદ કેદારનાથના દ્વાર ખુલ્લા છે. ત્યારબાદ આજે સવારે બદ્રીનાથ ધામને પણ દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. આ વર્ષ ચારધામની યાત્રાની શરૂઆત 18 એપ્રિલથી થઈ હતી. 18 તારીખે ગંગોત્રી અને યમુનોત્રીના કપાટ ખુલ્યા હતા.

VOTING POLL
VOTING POLL

નૂતન દિક્ષીત મુનિરાજ ગૌતમ યશ વિજયજી મ.સા.ની 12મીએ વડી દિક્ષા

April 26, 2018 at 3:10 pm


રાજકોટનાં આંગણે શાહ પરિવારનાં લાડકવાયા સૌરવ શાહની દિક્ષા સંપન્ન થતાં સૌરવકુમાર મુનિરાજ ગૌતમ યશ વિજયજી મ.સા. બન્યાછે. આજે સવારે આચાર્ય ભગવંત યશોવિજયજી મ.સા. નવદિક્ષિત મુનિરાજ ગૌતમ યશ વિજયજી મ.સા. તથા 16 સાધુ-સંતોએ શાહ પરિવારનાં આંગણે પદાર્પણ કર્યું હતું જયાં આચાર્ય ભગવંત યશોવિજયજી મ.સા.એ પ્રવચનમાં જણાવ્યું હતું. ગૌતમ સ્વામીના ગુણમાંથી આપણે એક ગુણ લઈએ તો આપણું જીવન ધન્ય થઈ જાય… નૂતન દિક્ષીત મુનિરાજ ગૌતમ યશ વિજય મ.સા.ની વડી દિક્ષા 12મીએ જાગનાથ શ્વે.મૂ.સંઘનાં આંગણે યોજાશે.

VOTING POLL

ઉપકાર્યના ઉપકારને યાદ કરવું એ જ આપણો ધર્મઃ રાષ્ટ્રસંત નમ્રમુનિ મ.સા.

April 25, 2018 at 7:43 pm


દીક્ષા દાનેશ્વરી રાષ્ટ્ર સંત નમ્રમુનિ મ.સા.નું આજે રાજકોટની ભાગોળે આગમન થયું હતું. સેવા, ધર્મની જ્યોત જલાવનાર રાષ્ટ્રસંત નમ્રમુનિ મ.સા. લાંબા સમય બાદ રાજકોટ પધરામણી કરતાં અનુયાયીઆેમાં હર્ષોલ્લાસની લાગણી પ્રસરી ગઈ હતી. ગઈકાલે ચોટીલામાં રોકાણ બાદ આજે સવારે માલિયાસણ નજીક આનંદ ફાર્મ હાઉસમાં નમ્રમુનિ મ.સા. તથા આદિઠાણાની પધરામણી થતાં તેમના દર્શન માટે શ્રાવકો ઉમટયા હતા. રાજકોટમાં આગમન પૂર્વે નમ્રમુનિ મ.સા.એ ‘આજકાલ’ને વિશેષ મુલાકાત આપી શુભાશિષ પાઠવ્યા હતા.આજે આનંદ ફાર્મ હાઉસમાં રોકાણ બાદ કાલે સવારે તપ સમ્રાટ તીર્થભૂમિ ખાતે પધારશે જ્યાં તેમના ગુરુદેવ પૂÎયસમ્રાટ રતિલાલજી મહારાજ સાહેબની સમાધિ તીર્થભૂમિ ખાતે દર્શન કરી ગાેંડલ તરફ વિહાર કરશે.
‘આજકાલ’ સાથેની વાતચીતમાં તેઆેએ કહ્યું કે ઉપકાર્યના ઉપકારને યાદ કરવું એ જ આપણો ધર્મ છે. આગામી 29મીએ ગાેંડલ સંપ્રદાયના આÛસ્થાપક આચાર્ય ભગવંત ડુંગરસિંહજી મ.સા.ની 197મી પૂÎયતિથિ તપ, ત્યાગપૂર્વક ઉજવાઈ રહી છે જેને અનુલક્ષીને તેઆેએ કહ્યું કે, ગુરુદેવ આચાર્ય ભગવંત ડુંગરસિંહજી મ.સા.ના ઉપકાર્યને યાદ કરવા જોઈએ. સમસ્ત રાજકોટ અને સૌરાષ્ટ્રભરના જૈન સંઘોની ઉપસ્થિતિમાં ગાદીના ધામ ગાેંડલની ધન્યધરા પર આગામી તા.29ને રવિવારે ગાેંડલ સંપ્રદાયના આÛસ્થાપક આચાર્ય ભગવંત ડુંગરસિંહજી મ.સા.ની 197મી પૂÎયતિથિ ઉજવાશે જેમાં રાષ્ટ્રસંત નમ્રમુનિ મ.સા., ગુજરાત રત્ન સુશાંતમુનિ મ.સા., શાસનચંદ્રીકા હિરાબાઈ મ.સ. સહિત સાધુ-સાધ્વીજીઆે અને નવદીક્ષિતોની હાજરીમાં આ ઐતિહાસિક મહોત્સવ ઉજવાશે જેમાં સાધ્વીરત્ના વિરમતીબાઈ મ.સ.ની 50મી દીક્ષા જયંતી, સંયમ અનુમોદના, શોભાયાત્રા સહિત અનેકવિધ કાર્યક્રમો ગુરુદેવના સાંનિધ્યમાં ઉજવાશે. લાંબા સમય બાદ ગુરુદેવનું આગમન રાજકોટમાં થતાં અનુયાયીઆેમાં આનંદની લાગણી પ્રસરી છે.

VOTING POLL

1200 જાપાનીઆે બન્યા ‘જૈન’

April 24, 2018 at 5:01 pm


જૈનોના પવિત્ર તિર્થધામ પાલિતાણામાં એક સાથે 1200 જાપાનીઆેએ માંસાહાર છોડી જૈન ધર્મ અંગીકાર કરતાં સમગ્ર દેશના જૈન સમાજમાંથી અનુમોદના થઇ રહી છે. પ્રભુ મહાવીરનો અહિંસાનો સંદેશ સમગ્ર વિશ્વમાં પ્રસરે તે માટે સાધુ-સંતો અને સાધ્વીજીઆે ફેલાવી રહ્યા છે. જૈનો સાથે જૈનેતરો પણ જૈન ધર્મની સંસ્કૃતિને અનુસરી રહ્યા છે. ત્યારે 21મી સદીમાં વિદેશના લોકો પણ જૈન ધર્મમાં માનતા થયા છે જે વાત નાેંધનીય કહી શકાય.પવાર્ધિરાજ પાલીતાણાની ભૂમી કે જયાં કરોડો મુનિઆે મોક્ષ પામ્યા છે. પાલીતાણાના પર્વર્તને અને પથ્થરને પરમાત્માની જેમ પૂજાય છે. જયાં જૈન ધર્મના પ્રથમ તિથ¯કર ભગવાન આદિનાથને મોક્ષ પ્રાપ્ત થયો છે. એવી આ ભૂમિ પર ગઇકાલે એક ઇતિહાસ પણ સજાર્ય ગયો જયાં સાધુ-સંતોના પાવન સાનિધ્યમાં 1200 જાપાનીઝએ માંસાહાર છોડીને જૈન ધર્મ અંગીકાર કર્યો.હાલમાં માંસાહાર છોડીને સંપૂર્ણ શાકાહારી થવાની ઝુંબેશ પણ ચાલી રહી છે ત્યારે આ જાપાની પ્રવાસીઆે આ એક અનુકરણીય મિશાલ સાધી છે. ગઇકાલે પાલીતાણા ખાતે યોજાયેલ 10 બહેનોના દિક્ષા મહોત્સવ પ્રસંગે જાપાનથી આવેલા પ્રવાસીઆે જેમાં બાળકો અને યુવાનો તેમજ વડીલોએ આચાર્ય ભગવંત પૂÎય સમ્રાટ જયંતસેનસુરી મહારાજ સાહેબની પ્રેરણાથી જૈન ધર્મથી પ્રભાવીત થઇ 1200 જેટલા જાપાની લોકોએ માંસાહાર તેમજ કંદમૂળનો ત્યાગ કરી આજીવન જૈન ફુડ ખાવાની પ્રતિજ્ઞા લઇ જૈન ધર્મને અંગિકાર કર્યો. આ અવસરે ઉપસ્થિત સૌ કોઇ આòર્યચકિત થઇ ગયા હતાં અને 1200 જાપાનીઆેને અનુમોદના કરી હતી.

VOTING POLL

મુમુક્ષુ રત્ન સૌરવ શાહનો પંચાન્હિક પર્વેાત્સવ: આજે રાત્રે અલવિદા સંસાર

April 23, 2018 at 5:47 pm


”મૌન તારી ભાષા બને, સમર્પણ તારી ઓળખ બને”ની શુભકામના સાથે મુમુક્ષુ સૌરવ શાહની પંચાન્હિક પર્વેાત્સવની પ્રસંગમાળા ઉજવાઈ રહી છે. રવિવારે દિક્ષાર્થીનાં વધામણા, સંસારના વળામણાં સાથે સઘં દ્રારા સન્માન દિક્ષા પ્રસંગનું મંડપ રોપણ સાંજે શાંતિસ્નાત્ર મહાપુજન, સંપન ઓજી, દીક્ષાર્થીની મહેંદી રસમ, સામુહિક સોજીની રમઝટ થઈ હતી અને રાત્રે અલવિદા સંસાર… એક કિશોરની સંસારને છેલ્લી સલામ સંવેદનાના શિખરે આરોહણ શબ્દે શબ્દે રૂમાલ ભીંજવતી ભાવનાનો કાર્યક્રમ પ્રમુખ સ્વામિ સભા મૃહ–કાલાવડ રોડ ખાતે યોજાશે.

VOTING POLL