સિંધી સમાજના ગુરૂદેવ સાંઈ રમેશલાલ મસંદસાહેબ પ્રભુ ધામમાં પધારતા ઘેરો શોકઃ રવિવારે અંતિમયાત્રા

June 8, 2018 at 5:19 pm


સિંધી સમાજના ગુરૂદેવ શ્રી સાંઈ રમેશલાલ મસંદ સાહેબ પ્રભુધામમાં પધારતા સિંધી સમાજમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. શ્રી ગુરૂ રમેશલાલ અરજણદેવ મસંદસાહેબ (ઉ.વ.75)નું નિધન થતાં આ સમાચાર દેશ-વિદેશમાં રહેલા સાંઈભકતોને મળતાં દુઃખની લાગણી પ્રસરી છે. સિંધી સમાજના ભાવિકો જંકશન વિસ્તારમાં આવેલ ગુરૂ જો દર ખાતે ઉમટયા હતાં. શ્રી ગુરૂના અંતિમ દર્શન આજે શુક્રવાર, શનિવાર તેમજ રવિવારે કરી શકાશે. બહારગામ વસતા ભાવિકો પણ કરી શકે તે માટે આ વવ્યસ્થા કરવામાં આવી છે તેમની અંતિમયાત્રા તા.10-6ને રવિવારે સાંજે 5-00 વાગ્યે ગાયકવાડીમાં આવેલા ગુરૂ જો દર ખાતેથી નીકળશે અને રૂખડીયા સ્મશાને જશે. સિંધી સમાજના ગુરૂદેવના આ દુઃખદ સમાચાર સાંભળી સિંધી સમાજના આગેવાનો હોસ્પિટલ દોડી ગયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે રમેશલાલ મસંદસાહેબની થોડા સમયથી તબીયત નાદુરસ્ત હોવાથી સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા હતાં. આજે બપોરે તેઆેએ તેમની તબીયત વધુ બગડતા પ્રભુના ધામમાં પધાર્યા હતા. સિંધી સમાજના પરમ ગુરૂદેવનું જીવન પરોપકાર્યથી તરબતર રહ્યું હતું. અત્યંત સરળ અને મિલનસાર સ્વભાવના કારણે અનુયાયીઆેના હૃદયમાં તેમનું વિશેષ સ્થાન રહ્યું છે.

VOTING POLL

ઉપલેટામાં ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા અભિવાદન સમારોહ યોજાયો

at 1:05 pm


ઉપલેટામાં ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ધારાસભ્ય, પાલિકા પ્રમુખ સહિત વિવિધ ક્ષેત્રના આગેવાનોનો સન્માન સમારોહ સાથે સાકરતુલ્લા યોજાઈ હતી.

ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ધારાસભ્ય લલીતભાઈ વસોયા, પાલિકા પ્રમુખ રાણીબેન ચંદ્રવાડીયા, સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુ-સંતો તેમજ મહાનુભાવો હાજર રહ્યા હતા. ખીરસરા ગુરૂકુળના શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસજી સ્વામી, રામાનુજદાસજી સ્વામી, ભકિતનંદ સ્વામી, મહંત ધર્મનંદન સ્વામી, હરીવંભ સ્વામી, ધર્મસ્વરૂપદાસજીએ હાજર રહી આશિર્વચન પાઠવ્યા હતા. પુર્વ સાંસદ રામજીભાઈ માવાણી, રમાબેન માવાણી, પ્રવિણભાઈ માકડીયા, છગનભાઈ સોજીત્રા સહિત વિવિધ ક્ષેત્રના મહાનુભાવો, સેવાભાવીઆે તેમજ પ્રજાજનો હાજર રહ્યા હતા.

VOTING POLL

સમૂહ ચાતુમાર્સ જૈન સમાજનાં ઇતિહાસમાં લાવશે નવસર્જનઃ રાષ્ટ્રસંત નમ્રમુનિ

June 4, 2018 at 6:47 pm


સમૂહ ચાતુર્માસ જૈન સમાજના ઇતિહાસમાં નવસર્જન લાવશે તેવી આશા આજે રાજકોટના આંગણે પધારેલ રાષ્ટ્રસંત, દિક્ષા દાનેશ્વરી, યુગ પ્રેરક નમ્રમુનિ મ.સા.એ વિશાળ સમુદાયને સંબોધતા જણાવ્યું હતું. આજે રાજકોટના આંગણે રાષ્ટ્રસંત નમ્રમુનિ, સુશાંતમુનિ, પિયુષમુનિ મ.સા. તેમજ 75 સાધ્વીવૃંદએ પધરામણી કરતાં શ્રાવકોમાં હરખ હીલોળા મારી રહ્યાે છે.
રાજકોટ સમગ્ર દેશભરમાં સ્થાનકવાસી જૈન સમાજનું મુખ્ય મથક ગણાય છે. જે આગામી ચાતુર્માસમાં ખરા અર્થમાં ચરીતાર્થ થશે. શ્રીસંઘમાં સૌ પ્રથમ પૂ.ગુરૂદેવ નમ્રમુનિ મ.સા. ઉવસસ્ગ્ગહરંમ સ્ત્રાેત દ્વારા સ્વાગત સભાની શરૂઆત કરી, ત્યારબાદ સુશાંતમુનિ મંગલાચરણ
કરેલ. ગુરૂદેવ તા.4,પ અને 6 દરમિયાન શાલીભદ્ર સરદારનગર સ્થાનકવાસી જૈન સંઘમાં બીરાજમાન છે.
આ તકે સ્થાનકવાસી જૈન મોટા સંઘના પ્રમુખ ઇશ્વરભાઇ દોશીએ સ્વાગત કરેલ, ત્યારબાદ શાલીભદ્ર સરદારનગર સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ હરેશભાઇ વોરા સ્વાગત કરી જણાવેલ છે. પૂ.ગુરૂદેવ તથા પૂ.મહાસતીજીઆે સૌ પ્રથમ પૂજય બા સ્વામીની તપોભૂમિમાં પધાર્યા તેથી અમારો સંઘ ગૌરવ અનુભવે છે. ત્યારબાદ ગાેંડલ-નવાગઢ સંઘનાં પ્રમુખ પ્રવિણભાઇ કોઠારીએ સ્વાગત કરી જણાવેલ કે પૂ.ગુરૂદેવ નમ્રમુનિ મ.સા. રાજકોટમાં 17-17 વર્ષ બાદ ચાતુર્માસ અર્થે પધારેલ ત્યારે તેએ ઐતિહાસિક ચાતુર્માસ કરે અને રાજકોટનું આ સામૂહિક ચાતુર્માસ ભવ્ય બને તેવી શુભેચ્છા પાઠવેલ, ત્યારબાદ રોયલ પાર્ક સંઘના પ્રમુખ ચંદ્રકાંતભાઇ શેઠએ તેમના વકત્વયમાં આગામી તા.17-6-18ના રોજ પૂ.ગુરૂદેવો તથા પૂ.મહાસતીજીએ પધારવાના આ પ્રવેશ પ્રસંગે સર્વને પધારવા આમંત્રણ પાઠવ્યું છે.
ગુરૂદેવ સાથે પધારેલ મહાસતીજીમાં પૂ.પરમ જિવરાજી મહાસતીજીએ રાજકોટમાં દિક્ષા બાદ પ્રથમ વખત પધારતા જણાવેલ કે કોઇ પણ વ્યકિતના હાથમાં પથ્થર હોય તો વ્યકિત સૌ પ્રથમ પથ્થર ફેંકીને પથ્થરનો ત્યાગ કરે છે. પરંતુ અમોએ સંયમરૂપિ પત્થરને જાળવીને ડાયમંડરૂપિ સંસારનો ત્યાગ કરવાની પ્રેરણા આ સરદારનગર સંઘમાંથી થયેલી હતી. બાદમાં રાજકોટના પનોતા પુત્ર પૂ.વિનમ્રમુની મ.સા.નું પણ રાજકોટની આ જન્મભૂમિની યાદોને તાજા કરેલ હતી અને ગુરૂદેર એક વિઝન-મિશન સાથે રાજકોટ પધારેલ છે સર્વએ વધુમાં વધુ લાભ લેવો. બાદમા સંગીતાબાઇ મહાસતીજીએ પ્રાસંગીક ઉદ્બોધન કરેલ, સરદારનગર સંઘના શ્રાવિકાઆે દ્વારા સ્વાગત ગીત રજુ કરેલ, પૂ.નમ્રમુનિ મ.સા.એ કહ્યું કે જયારથી અમો એક વાત ધ્યાનમાં રાખેલ કે, આ રાજકોટ છે જે રાજકોટ બનીને ભિક્ત કરશે તો ઘણું જ પામશે અને નકકી કરવાનું કે રાજકોટે બાળક બનવું વડીલ…
તા.5 અને 6 દરમિયાન સવારે 7-15થી 8-15 શાલીભદ્ર સરદારનગર જૈન સંઘ ખાતે પૂ.ગુરૂદેવ વ્યાખ્યાન ફરમાવશે તો ધર્મ પ્રેમીઆેને દર્શન-વાણીનો અપૂર્વ લાભ લેવા સંઘની યાદી જણાવે છે.
રાષ્ટ્રસંત નમ્રમુનિનો રાજાણીનગરમાં ભવ્ય પ્રવેશ થતાં શ્રાવકોમાં ઉત્સવની હેલી પ્રસરી છે. આજે સવારે જૈનચાલથી ગુરૂદેવનો વાજતે-ગાજતે પ્રવેશ સાથે ભવ્ય સ્વાગત-શોભાયાત્રા નીકળી હતી જેમાં બૃહદ સંઘનાં આગેવાનો, શ્રાવકો-શ્રાવિકાઆે જોડાયા હતા. મત્થેલામ વંદામિ… ગુરૂદેવ સાંભળો અમારો આર્તનાદની લાગણી સાથે રાષ્ટ્રસંત નમ્રમુનિનું સ્વાગત કરાયું હતું.
સમસ્ત રાજકોટ સ્થા.જૈન સંઘોએ ભિક્ત ભાવ અને અહોભાવ સાથે સ્વાગત કર્યું. જૈન ચાલ સંઘમાં ગુરુદેવે ફરમાવ્યુ કે સંતો હમેશાં ભાવિકોમાં રહેલી સુષુપ્ત શકિતઆેને ઢંઢોળવા અને ધમેમાં જાગૃત કરવા આવે છે.
મહિલા મંડળના બહેનોએ અસલ કાઠીયાવાડી અંદાજમાં દુહાઆેની રમઝટ બોલાવી માહોલમાં રંગત લાવી દિધેલ. અહેમ ગ્રુપના યુવાનાઆે શંખનાદ કરી રાજકોટની ધમે પ્રિય જનતાને જાગૃત કરેલ કે જાગી જજો…તપ – જપ જોડાઈ જજો…ગુરુદેવ પધારી રહ્યાં છે. લુક એન લર્નના બાળકોએ કાલીઘેલી ભાષામાં સોનાનો સૂરજ ઉગ્યો છે આજ,શાસન પ્રત્યે સૌને જગાડજો દાઝ. આવા ગગનભેદી નારાઆે સાથે રાજકોટના રાજ માર્ગો ગજાવી દિધેલ.સ્વાગત યાત્રામાં વ્હેલી સવારમાં હજારોની સંખ્યામાં નાના – નાના ભૂલકાઆેથી લઈ વડીલો જોડાયેલ.પૂ.ગુરુદેવે ફરમાવ્યુ કે જેઆેના લક હોય તેઆેને જ સમૂહ ચાતુમાર્સની સોનેરી તક મળે છે.આ સોનેરી તકનો સદ્પયોગ કરજો.જીવનમાં આવી તક વારંવાર આવતી નથી. *રાજકોટની સુવિખ્યાત સંસ્થા જૈન વિઝન ની સમગ્ર ટીમે પૂ.ગુરુદેવ સહિત ચતુવિર્ધ સંઘનું યાજ્ઞિક રોડ ખાતે ભવ્યાતિભવ્ય સ્વાગત કરી પૂ.ગુરુદેવના કૃપાશિષ મેળવેલ. હાલ પૂ.ગુરુદેવ થોડા દિવસ શાલીભદ્ર સરદારનગર સંઘમાં બીરાજમાન છે.ધમે પ્રેમીઆેને દશેન – વાણીનો અપૂવે લાભ લેવા અનુરોધ કરેલ છે.
પૂ.ગુરુદેવ તથા વંદનીય પૂ.મહાસતિજી વૃંદના નગર પ્રવેશ અવસરે સમસ્ત રાજકોટ સ્થાનકવાસી જૈન સંઘોના અગ્રણીઆે,વિવિધ મહિલા મંડળ,અહેમ ગ્રુપ,લુક એન લને સહિત વિશાળ પ્રમાણમાં ભાવિકો ઉપસ્થિત રહેલ તેમ મનોજ ડેલીવાળાની યાદિમાં જણાવાયું છે. માલવીયા ચોક ખાતે જૈનમ ગ્રુપ દ્વારા ગુરૂદેવનું સ્વાગત કરાયું હતું.

VOTING POLL

પુરીના પ્રસિદ્ધ જગન્નાથ મંદિરના ખજાનાની ચાવી ગાયબ

at 11:04 am


આસ્થાના પ્રતિક સમાન પુરીના પ્રસિદ્ધ જગન્નાથ મંદિરના ખજાનાની ચાવી કથિત રીતે ગાયબ થઈ જતાં ખળભળાટ મચી ગયો છે. આ અંગે પુરીના શંકરાચાર્ય અને રાજ્યમાં વિપક્ષી દળ ભાજપનો વિરોધ વ્યક્ત કર્યો છે.
શ્રી જગન્નાથ મંદિર વહીવટદાર સમિતિના સભ્ય રામચંદ્ર દાસ મહાપાત્રાએ જણાવ્યું કે 4 એપ્રિલે સમિતિની બેઠક મળી હતી જેમાં આ વાત સામે આવી હતી કે ખજાનાની અંદરના મની ચાવી ગાયબ થઈ ગઈ છે. ઓરિસ્સા હાઈકોર્ટના આદેશ બાદ 16 સભ્યોની એક ટીમે 34 વર્ષ બાદ તપાસ માટે એ મમાં પ્રવેશ કર્યો હતો જે મમાં ખજાનો રાખવામાં આવ્યો હતો.
શ્રી જગન્નાથ મંદિર વહીવટી સમિતિના એક અધિકારીએ જણાવ્યું કે તપાસ ટીમના સભ્યોએ અંદર મમાં જવાની જર નહોતી કેમ કે અંદરનું દ્રશ્ય બહાર લગાવવામાં આવેલી લોખંડની ગ્રીલમાંથી સ્પષ્ટ જોઈ શકાતું હતું.

પુરીના શંકરાચાર્ય સ્વામી નિશ્ર્ચલાનંદજી સરસ્વતીએ આ ઘટના માટે ઓરિસ્સા સરકારની ટીકા કરી હતી. જ્યારે ભાજપ્ના મુખ્યમંત્રી નવીન પટનાયકે આ ઘટના અંગે સ્પષ્ટીકરણ આપવા માગ કરી છે. શંકરાચાર્યએ કહ્યું કે આ ઘટના બતાવે છે કે રાજ્ય સરકાર અને મંદિર વહીવટી સમિતિ પોતાની જવાબદારી નીભાવવામાં નિષ્ફળ રહી છે.

VOTING POLL

આેસ્ટ્રેલિયામાં 18 કરોડના ખર્ચે નુતન સ્વામિનારાયણ મંદિરની સ્થાપના

June 3, 2018 at 8:27 pm


શ્રી સવામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા ધર્મપ્રસાર કાર્ય
શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરૂષોતમપ્રિયદાસજી મહારાજ દ્વારા વેસ્ટનૅ આેસ્ટ્રેલિયાના પર્થ ખાતે રૂા. 18 કરોડની લાગતથી સર્વ પ્રથમ નુતન શ્રી સ્વામીનારાયણ મંદિરની સ્થાપના કરી છે. સર્વ પ્રથમ આેસ્ટ્રેલિયા ખાતેના પર્થના શ્રી સ્વામિનારાયણ મંદિરની સ્થાપના અંતગૅત સ્કૂલના દિવ્યાંગ બાળકોના લાભાથેૅ સંસ્થાન દ્વારા મુખ્ય મહેમાન તરીકે પધારેલા બેઝવોટર સીટીના મેયર મિડન બુલ અને ડેપ્યુટી મેયર મિ.કિસ નસની ઉપસ્થિતિમાં એમ્બેટન શાળાના દિવ્યાંગ બાળકોના લાભાથેૅ ડોનેશન કરવામાં આવ્યું હતું અને વૃક્ષારોપણ પણ મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મેયર મિ.ડન બુલે જણાવ્યું હતું કે, પ.પૂ. આચાર્ય મહારાજ દ્વારા દિવ્યાંગ બાળકોના લાભાથેૅ ડોનેશન કરીને આમારા હૃદયને પુલકિત કરી દીધુ છે, જ્યારે વૃક્ષારોપણ કરીને પણ દેશનાે પાેલ્યુશન મુક્તનાે અભિગમ એ પણ આવકાર્યદાયક કાર્ય કર્યું છે.
આ પ્રસંગે પ.પૂ. આચાર્ય સ્વામીજી મહારાજે આશિવાૅદમાં જણાવ્યું હતું કે, સંસ્કૃતિ સાથે સંસ્કાર િંસચનનું જતન જે વસુદેવ કટુંબકમની ભાવનાને ઉજાગર કરે છે.
દેશ તેમજ લંડન, આફ્રિકા, નાઈરોબી, બાેલ્ટન, અરૂસા વિગેરે દેશોમાંથી પણ હરિભક્તાેનાે સમુહ ઉપસ્થિત રહ્યાાે હતાે.

VOTING POLL

સેવા કરવામાં ભગવાન અને સંતને રાજી કરવાનું તાન રાખવું : પૂ.મહંત સ્વામી

June 2, 2018 at 7:45 pm


બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ રાજકોટના આંગણેબી.એ.પી.એસ. સંસ્થાના છઠ્ઠા આધ્યાિત્મક અનુગામી પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ છેલ્લા 12 દિવસથી સત્સંગલાભ આપી રહ્યા છે,જે અંતર્ગતસેવા દિનની ઉજવણી કરવામાં આવી હતી. આજે સવારે પ્રાતઃપૂજા દર્શન બાદ પ.પૂ. મહંતસ્વામી મહારાજે આશી ર્વચનમાંજણાવ્યું હતું કે,સત્સંગમાં ક્યારેય માન ન રાખવું. સત્સંગ કર્યા વિના માન ટળવું અશક્ય છે. સત્સંગમાં દાસ ભાવ આવે તો સહેજે દ્રઢ સેવા થાય.
પ.પૂ. મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં સેવા દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પૂજ્ય આત્મસ્વરુપ સ્વામીએ પ્રગટ સત્પુરુષ પૂજ્ય મહંતસ્વામી મહારાજના દેશ-વિદેશના વિચરણના વિવિધ પ્રસંગો રજૂ કર્યા હતા.
સાથે તેઆેએ સેવાની સાચી રીત જણાવતા કહ્યું હતું કે, સેવાની સાચી રીત માટે 6 વાત યાદ રાખવી. આમ સેવાની ફળશ્રુતિ એ છે કે સ્વભાવ ટળે. સાંસ્કૃતિક કાર્યક્રમમાં સેવા વિષયક વિશેષ ડિબેટ યોજાઈ હતી જેમાં શારીરિક અને આર્થિક સેવા બંનેમાંથી શ્રેષ્ઠ સેવા કઈ એ વિષયક મુદ્દાસર રજૂઆત અને દલીલો કરવામાં આવી હતી. અંતે ડિબેટનું સમાધાન આપતા આશીર્વચનમાં પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે જણાવ્યું હતું કે,ભગવાન સાચા છે એટલે સેવા સાચી જ છે. સેવા બધા સાધનોનું મૂળ છે. કોઈ પણ સેવામાં ક્યારેય માન ન રાખવું. ભગવાન અને સંત બધું કરવા સમર્થ છે, આ તો કૃપા કરીને આપણને સેવા આપી છે.બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા યોજાતી અનેક સામાજિક પ્રવૃતિનાં ભાગરુપે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદીર દ્વારા મંદિર નાં પ્રાંગણ માં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં રાજકોટના વિવિધ વિભાગના નિષ્ણાંત અને પ્રતિિષ્ઠતડોક્ટરોસેવાનોલાભઆપી રહ્યા છે જેનો આજેછેલ્લાે દિવસ છે.અત્યાર સુધીમાં 3 દિવસમાં 1000થી અધિક ભાવિક ભક્તોએ આ કેમ્પનો લાભ લીધેલ છે. આજના દિવસસુધીમાં તેઆેની કિલનિકમાં ફ્રી સારવાર મળશે જેની કૂપન અહી મંદિરેથી પ્રાપ્ત થશેતો સર્વે ભાવિક ભક્તોને આ કેમ્પનો લાભ લેવા અનુરોધ છે. આજે સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મંદિરે રક્તદાન કેમ્પ યોજાયો છે જેમાં પણ સૌ ભાવિક ભક્તો જોડાઈ શકશે. આજે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની પ્રેરક ઉપસ્થિતિમાં સાર દિનની ઉજવણી કરવામાં આવશે જે અંતર્ગતઆજના દિવસના અંતિમ સાંસ્કૃતિક કાર્યક્રમમાં 12 દિવસના સારરુપી રજૂઆત અને પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના આશીર્વચનનો લાભ મળશે.

VOTING POLL

સતપુરુષ એ જ ભગવાનને પામવાનું સાધનઃ પૂ.મહંતસ્વામી મહારાજ

June 1, 2018 at 5:22 pm


બીએપીએસ સ્વામીનારાયણ મંદિર કાલાવડ રોડના આંગણે બીએપીએસ સંસ્થાના છઠ્ઠા આધ્યાિત્મક અનુગામી પ.પૂ. મહંતસ્વામી મહારાજ છેલ્લા 11 દિવસથી સત્સંગ લાભ આપી રહ્યા છે. જે અંતર્ગત સત્પુરૂષ દિનની ઉજવણી કરવામાં આવી હતી.
આજે સવારે પ્રાતઃપૂજા દર્શન બાદ પ.પૂ. મહંતસ્વામી મહારાજે આશિર્વચનમાં જણાવ્યું હતું કે, સેવામાં દંભ કે દેખાવ ન કરવો. દાસના દાસ થઈને સેવા કરીએ. સેવા કરવામાં ભગવાન અને સંતને રાજી કરવાનું જ તાન રાખવું. પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજે એક વખત સેવાનો સંકલ્પ કર્યો અને સંપુર્ણ જીવન સેવામાં સમપિર્ત કયુંર્.
પ.પૂ. મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં સત્પુરૂષ દિન ઉજવાયો હતો. જેમાં સાયંસભામાં પૂ. આત્મસ્વરૂપ સ્વામીએ પ્રગટ સત્પુરૂષ પૂ. મહંતસ્વામી મહારાજના દેશ-વિદેશના વિચરણના વિવિધ પ્રસંગો રજૂ કર્યા હતા. સાથે તેઆેએ સત્પુરૂષનો મહિમા જણાવતા કહ્યું હતું કે, સ્વયં ભગવાન સ્વામીનારાયણે આ વર સૌને આપેલો છે કે, ભગવાન કે ભગવાનના સંત પરમાર્થ કાર્ય માટે હંમેશા પૃથ્વી પર વિચરતા રહેશે. રૂપ બદલાય છે પરંતુ સ્વરૂપ એનું એ જ છે. નામ બદલાય છે પરંતુ કાર્ય એનું એ જ છે. સાંસ્કૃતિક કાર્યક્રમમાં ડો. અક્ષરબ્રû વિષય પર અદભૂત સંવાદ રજૂ થયો હતો.
ગઈકાલે સાયંસભામાં આશિવર્ચનમાં પ.પૂ. મહંતસ્વામી મહારાજે જણાવ્યું હતંુ કે, સત્સંગમાં દ્રઢ શ્રધ્ધા જોઈએ. નિષ્કપટ ભાવે શુધ્ધભાવે સત્સંગ કરવો. ભગવાનના વચનમાં ચાલે તે સત્પુરૂષ કહેવાય. સત્પુરૂષના યોગ વિના ભગવાન સમજતા જ નથી. ભગવાનના સાધુ માટે જે કંઈ કરીએ એ પરમ લાભ છે. બીએપીએસ સંસ્થા દ્વારા યોજાતી અનેક સામાજીક પ્રવૃતિના ભાગરૂપે બીએપીએસ સ્વામીનારાયણ મંદિર દ્વારા મંદિરના પ્રાંગણમાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ વિભાગના નિષ્ણાંત અને પ્રતિષ્ઠીત ડોકટરો સેવાનો લાભ આપી રહ્યા છે. જેનો કાલે છેલ્લાે દિવસ છે. અત્યાર સુધીમાં 1000થી અધિક ભાવિક ભકતોએ આ કેમ્પનો લાભ લીધેલ છે. આવતીકાલ સુધી તેઆેની કલીનીકમાં ફ્રી સારવાર મળશે જેની કુપન અહી મંદિરેથી પ્રાપ્ત થશે તો સર્વે ભાવિક ભકતોને આ કેમ્પનો લાભ લેવા અનુરોધ છે. કાલે સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મંદિરે રકતદાન કેમ્પ યોજાશે જેમાં પણ સૌ ભાવિક ભકતો જોડાઈ શકશે. આજે પ.પૂ. મહંતસ્વામી મહારાજની પ્રેરક ઉપસ્થિતિમાં સેવા દિનની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત સેવાની અગત્યતા રજૂ કરતી ડિબેટ યોજાશે અને પ.પૂ. મહંતસ્વામી મહારાજના આશિર્વચનનો લાભ મળશે.

VOTING POLL

સૌરાષ્ટ્રમાં પણ છે એક ‘અયોધ્યા’…

May 30, 2018 at 11:47 am


સૌરાષ્ટ્રમાં પણ એક અયોધ્યા આવેલું છે. આ અયોધ્યા ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યાથી પ્રેરાઈ બન્યું છે. સૌરાષ્ટ્રનાં ભાવનગર જિલ્લામાં વંભીપુર તાલુકામાં આવેલું અયોધ્યાપુરમ તીર્થ માટે નાગદેવતાએ જૈન આચાર્ય ભગવંતને પ્રેરણા આપી હતી. આ અનોખા નજરાણાં અયોધ્યાપુરમ મહાતીર્થમાં જૈન-જૈનતરો દર્શનનો લાભ લે છે.

જૈન ધર્મના દેશભરમાં અસંખ્ય તીર્થધામો આવેલાં છે જેમાં કંઈક ને કંઈક વિશિષ્ટતા હોય છે. જેનો મહીમા અØભુત છે એવી જ રીતે ‘જૈન આર્યતીર્થ અયોધ્યાપુરમ’ ભારતની ભવ્યતા અને ગુજરાતનાં ગૌરવનું પ્રતીક બન્યું છે. લાખો ભકતોની ભાવનાઆેથી ચંતનવતું આ તીર્થ શોભે છે.

અયોધ્યાપુરમ મહાતીર્થનો અતુલ્ય ગાથાને ટ્રસ્ટી જયંતભાઈ મહેતાએ ‘આજકાલ’ સમક્ષ વર્ણન કરી હતી. સૌરાષ્ટ્રની પાવનભૂમિ પર ‘અયોધ્યાપુરમ’નું નિમાર્ણ કેવી રીતે થયું ? તે વિશે તેઆે જણાવે છે કે, આચાર્ય દેવ જિનચંદ્રસાગર સુરીશ્વરજી મ.સા. તથા આચાર્યદેવ હેમચંદ્રસાગર સુરીશ્વરજી મ.સા.અને બંધુબેલડીથી આેળખાતાં આ આચાર્ય ભગવંતની ભાવના હતી કે, અયોધ્યામાં ‘અયોધ્યાપુરમ’ તીર્થ બને. કારણ કે ભગવાન આદિશ્વરની જન્મભૂમિ… પણ અયોધ્યામાં ચાલતાં વિવાદને લઈ તેમને આ વિચારને મનમાં જ રાખ્યો પણ જે તે સમયે તેમનું ચાતુમાર્સ પાલીતાણા નકકી થયું ત્યારે તેઆે વિહાર કરી પાલીતાણા તરફ જઈ રહ્યા હતાં. એ સમયે જયાં અયોધ્યાપુરમ છે તે સ્થળ નવાગામ ઢાળ નજીક એક વાહન સર્પને કચડીને ચાલ્યું ગયું. જીવનમરણ વચ્ચે ઝોલાં ખાતા આ સર્પને આચાર્યભગવંતે તેમની પાસે રહેલાં દંડાથી સાઈડ પર કરી ‘નવકાર મંત્ર’નું સ્મરણ કરાવ્યું અને સમાધિપૂર્વક સાપે એ દેહ છોડયો

ચાતુમાર્સ હાલ ગાળી આચાર્ય ભગવંત વિહાર કરી આ રૂટ પર પસાર થયાં ત્યારે આ ગામમાં પહાેંચ્યા એ સમયે એક ખેડૂતે દેરાસર બનાવવા જમીન ફાળવવાની ઈચ્છા આચાર્ય ભગવંત સમક્ષ કરી…ને આ ખેતર જોવા જયારે ગુરૂદેવ ગયાં તો તેઆે આòર્યચકિત થઈ ગયાં કે આ એ જ સ્થળ કે જયાં નાગદેવતાએ દેહ છોડયો છે. આમ ખેડૂતને થયેલી સ્ફુરણા.. પાછળ ઈશ્વરીય સંકેત જ હતો. બસ આ રીતે મહાતીર્થનું નિમાર્ણ થયું. 8-એકરમાં અયોધ્યાપુરમ મહાતીર્થ બન્યું છે. જયાં સમાધિપૂર્વક દેહ છોડનાર નાગદેવતાનું મંદિર પણ છે. જેને તીર્થરક્ષક દેવતાં મંદિર તરીકે આેળખાય છે જયાં હજારો ભાવિકો દર્શન માટે આવે છે.

જૈન આર્યતીર્થ અયોધ્યાપુરમમાં 23 ફુટ 1 Iચના વિરાટરૂપ આદિનાથ દાદાની પ્રતિમા, નવકાર શિક્તપીઠ, વિશ્વનું પ્રથમ અને અજોડ 24 તીર્થકરનું ‘માતૃપિતૃ’ વાત્સલ્ય મંદિર નયનરમ્ય પ્રતિમાથી શોભતું ભવ્ય જિનાલય ત્રણ ઉપાશ્રય, ત્રણ ધર્મશાળા સંકૂલ સંઘને ત્રણ ટાઈમ નિઃશૂલ્ક ભોજન ભિક્ત પીરસતી ભોજનશાળા, પાંજરાપોળ, ગૌશાળા, ગ્રામજનોની સેવા માટે દવાખાનું સેવારત છે. વર્ષ દરમિયાન વિવિધ ધામિર્ક કાર્યક્રમો ઉજવાય છે.

VOTING POLL

પૂ.મહંત સ્વામીના આશિર્વચન લેશે મુખ્યમંત્રી રૂપાણી

May 26, 2018 at 4:11 pm


બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ રાજકોટના આંગણેબી.એ.પી.એસ. સંસ્થાના છઠ્ઠા આધ્યાિત્મક અનુગામી પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ 14 દિવસના રોકાણ દરમ્યાન સત્સંગલાભ આપી રહ્યા છે. જે અંતર્ગતસત્સંગ દિનની ઉજવણી કરવામાં આવી હતી.

મહંતસ્વામી મહારાજની પ્રાતઃપૂજા દર્શન માટે વહેલી સવારે 5 વાગ્યાથી ભક્તોની ભીડ મંદિર પ્રાંગણમાં જોવા મળે છે. યુવાનો અને વડીલો સહિત નાના બાળકો પણ સ્વામીની પ્રાતઃપૂજાનો લાભ લઇ રહ્યા છે. નાના બાળકોએ વહેલી સવારમાં પ્રાતઃપૂજામાં પોતાની કાલી-ઘેલી ભાષામાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં સ્વામી સમક્ષ રજુઆતો કરી હતી. મહંતસ્વામી મહારાજને વધાવવા અનેકવિધ મહિલા હરિભક્તોએ ભિક્તભાવપૂર્વક બનાવેલ કલાત્મક પતંગિયાનો વિશિષ્ટ હાર પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજને સંતો દ્વારા અર્પણ કરવામાં આવ્યો હતો. પ્રાતઃ પૂજા બાદ ડોક્ટર સ્વામીએ મોબાઈલના વધતા ઉપયોગ પર ટકોર કરતા જણાવ્યું હતું કે ભગવાને રાજ છોડéા પણ આપણે મોબાઈલ નથી છોડી શકતાં, મોબાઈલના ફાયદા ઘણા છે તેની સામે નુકશાન પણ ઘણું છે.

યુવકોએ મહંતસ્વામી મહારાજ સમક્ષ પ્રસ્તુતિ કરી હતી કે જીવનમાં પૈસા, શારીરિક સ્વસ્થતા અને સારું પાત્ર એમાં જ જીવનનું સાચું સુખ છે કે નહી એ વિષયક રસપ્રદ ચર્ચાની રજૂઆત કરી હતી. અંતમાં મહંતસ્વામી મહારાજે આશીર્વચનમાં જણાવ્યું હતું કે જીવનમાં પૈસા, શારીરિક સ્વસ્થતા અને સારું પાત્ર એમાંજીવનનું સાચું સુખ નથી પરંતુસાચું સુખ સત્સંગની સમજણમાં જ છે. ભગવાનની આજ્ઞાએ કરીને મન વાળે તો સુખ મળે છે. સત્સંગમાં દરેક હરિભક્તને મોટો જાણવો. કુસંગથી ડરવું, ચેતતા રહેવું એ બધું બગાડે છે. અભિમાન ન રાખવું. અભિમાન આવે તો જ્ઞાન રહેતું નથી.

આજનો દિન સમજણ દિન તરીકે ઉજવાશે. જે અંતર્ગત પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની દિવ્ય ઉપસ્થિતિમાં સમૂહ વર્તમાન વિધિનો કાર્યક્રમ સાંજે 6 વાગ્યે યોગીસભાગૃહમાં યોજાશે. સાયંસભામાં 6 થી 7 સત્સંગ કથાવાતાર્નો લાભ મળશે. સત્સંગની સમજણ દ્રઢ કરાવતો રસપ્રદ સંવાદ 7 થી 7ઃ30 દરમ્યાન યોજાશે અને અંતમાં પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના આશીર્વચનનો લાભ મળશે.

ગઈ કાલે સત્સંગ દિને સાયંસભામાં મહંતસ્વામી મહારાજના સેવક સંત પૂજ્ય બ્રûવત્સલ સ્વામીએ પારાયણમાં કથાવાતાર્નો લાભ આપ્યો હતો જેમાં તેઆેએ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના પ્રસંગો રજૂ કર્યા હતા. ત્યારબાદ સૌ હરિભક્તો સંધ્યા આરતીમાંજોડાયા હતા. સત્સંગનું મહત્વ સમજાવતી સત્સંગમાંથી રાજીનામું સંવાદ દ્વારા ભક્તોને જીવનમાં ભિક્ત કર્યા પછી પણ દુઃખોનો સામનો કરવો પડતો હોવાની વાતને વણી લીધી હતી અને સંવાદ દ્વારા દુઃખમાં પણ ભિક્તમાં લીન રહેવાથી સુખ ચોક્કસ મળશે તેવો સંદેશો આપ્યો હતો.ત્યારબાદ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે સૌ હરિભક્તોને વિડીયો આશીવાર્દ આપતા જણાવ્યું હતું કે,સત્સંગ છોડીને જતા નહી. સત્સંગ દ્રઢ કરીને રાખજો.સત્સંગ મળવો ખૂબ દુર્લભ છે. સત્સંગ કરે છે તેને શૂળી જેટલું દુઃખ હોય તો કાંટે મટે છે માટેભગવાન અને સંતમાં દ્રઢ પ્રીતિ કરીને રાખજો.

VOTING POLL

નવાગઢઃ ગરમીમાં આકરાં તાપ વચ્ચે પણ મુિસ્લમ બિરાદરો કરે છે ખુદાની બંદગી

at 11:14 am


સમગ્ર વિશ્વમાં રમઝાન માસનો પ્રારંભ થઇ ચૂક્યો છે સમગ્ર ત્યારે નવાગઢ શહેરમાં પણ 46 ડીગ્રી ગરમીના પારા વચ્ચે તા.25 05-18 ને શુક્રવાર ના સાન્જ ના રોજથી પવિત્ર રમઝાન મહીના નો પ્રારંભ થઈ ચુકયો છે નવાગઢ શહેર ની મસ્જીદો નમાઝીભાઇઆે થી ખીચોખીચ ભરાઇ જાય છે. મિસ્જદો ની રોનક વધી જાય છે દરેક મુસલમાન કમર કસીને રબની બારગાહ માં ઇબાદત કરવામાં લાગી જાય છે આરોગ્ય વિભાગે હિટવેવ એડવાઇઝરી બહાર પાડી છે તેટલી ગરમી પડી રહી છે.ત્યારે આવી આકરી ગરમીમાં રોઝાદારોની અિગ્ન પરીક્ષા શરુ થઇ ગઇ છે. અલ્લાહના નેક બંદા આે ગમે તેવી પરિસ્થિતિ મા પણ રોજા રાખીને પોતાને રબને મનાવવાની કોશિશ કરે છે 15 કલાકનો રોજો રાખીને બંદો પોતાના રબથી ખૂબ જ નિકટતા હાંસિલ કરી લે છે રોજા ખોલવાના સમયે રોજદાર પોતાના રબની બારગાહમા જે દુવા કરે છે તે રબ કબૂલ કરે છે.

જેતપુર શહેરની બજારોમાં પણ ભારે ભીડ જોવા મળી રહી છે ઇફતારી ના સમયે લોકો ઇફતારી નો સમાન ખરીદવામાં માટે ખૂબ જ ધસારો જોવા મળી રહ્યાે છે. અને નવાગઢની જુમ્મા મસ્જીદમાં પણ સમુદાયનાં લોકો ઉમટીને ખુદાની ઇબાદતમાં જોડાઇ રહયાં છે.

VOTING POLL