વડતાલઃ સ્વામિનારાયણ સંપ્રદાયનું મહાતીર્થ

February 21, 2018 at 5:25 pm


પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણે જેને પોતાની લીલાભૂમિ અને કર્મભૂમિ બનાવીને સકળ તીર્થોમાં શિરોમણી બનાવેલું છે, એ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયનું આ સૌથી મોટું મંદિર માનવામાં આવે છે. આ મંદિરમાં ૧૮૪૨માં સહજાનંદ સ્વામીએ પોતે લક્ષ્મીનારાયણની મૂર્તિની સ્થાપના કરી હતી.

અહી લક્ષ્મીનારાણ ઉપરાંત નરનારાયણની અને ભગવાન સ્વામિનારાયણની પોતાની મૂર્તિઓ આવેલી છે. સ્વામિનારાયણનાં મંદિરમાં ઘણુ ખરું સ્વામિનારાયણની પોતાની મૂર્તિ જ હોય છે. તત્વજ્ઞાનની બાબતમાં સ્વામિનારાયણ સંપ્રદાયો રામાનુજનો વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત માન્ય કરે છે. વડતાલમાં મુખ્ય મંદિરની આસપાસ ત્રણ માળની મોટી હલેવી આવેલી છે. જેમાં આચાર્યો સાધુઓ અને બ્રહ્મચારીઓ રહે છે. આ ઉપરાંત વડતાલમાં પથ્થરથી બાંધવામાં આવેલું એક તળાવ છે જેને ગોમતી તળાવ તરીકે પણ ઓળખવામાં આવે છે. માણસને જે ભવસાગરમાંથી તારે એ મહાતીર્થ કહેવાય છે. આવું જ એક મહાતીર્થ એટલે વડતાલ.

આ સંપ્રદાયના મુખ્ય ચાર ધામમાં વડતાલને મુખ્ય ગણીને બીજા મંદિરો બાંધવાની છૂટ આપી હતી. વડતાલ એ ભગવાન શ્રી સ્વામિનારાયણની લીલાભૂમિ, કર્મભૂમિ અને ઉત્સવભૂમિ ગણાય છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે વિક્રમ સંવત ૧૮૬૨માં જેમ ગઢડાના પ્રેમી ભક્તોને નિત્ય દર્શનનો લાભ મળે તે હેતુથી શ્રી રાધિકાની સાથે શ્રી વાસુદેવની મૂર્તિ દાદા ખાચરના દરબારમાં એક ઓરડામાં પધરાવી હતી.

પછી બે વર્ષમાં વડતાલના પ્રેમી ભક્તોને લાભ મળે એટલે વડતાલમાં પણ બદરી વૃક્ષની બાજુએ એક ઓરડીમાં શ્રી નરનારાયણની યુગલ મૂર્તિ પધરાવી હતી, વડતાલ અને ગઢડાના મંદિરોનું ભગવાન સ્વામીનારાયણે જાતે પૂજન કર્યું હતું.સ્વામિનારાયણ સંપ્રદાયનાં શિખર બંધ મંદિરો પૈકી વડતાલના મંદિરમાં જેવો વિશાળ કલાત્મક સભામંડપ છે તેવો અન્યત્ર ક્યાંય બંધાયેલો નથી.

સભામંડપ બે માળનો છે. પહેલો અને બીજો માળ સભાખંડ તરીકે ઓળખવામાં આવે છે. સભાખંડની માપણી જમીનથી પાંચ ફૂટ ઊંચી છે. બે સમાંતર ઠેકાણે મૂકેલા પાંચ પગથિયા ચઢીને તેમાં દાખલ થવાય છે. દરેક થાંભલાની ઉંચાઈ બરાબરની છે. તો વળી ગોળ થાંભલાઓ ઉપર બારિક નકશીકામ કરવામાં આવ્યું છે.

સભામંડપ પૂર્વ પશ્ચિમ પહોળો અઠ્ઠાવન ફૂટ અને ઉત્તર દક્ષિણ લાંબો ૧૪૩ ફુટ છે. સભામંડપનો ઉત્તર છેડો હરિ મંડપના મકાન સાથે લાકડાના પુલથી જોડી દેવામાં આવ્યા છે. એ તરફ આ પગથિયાં મુકાવેલાં છે. બંધની ઊંચાઈ, પહોળાઈ તથા લંબાઈ એ બધું સભામાં હવા પ્રકાશ અને પ્રતિધ્વનિ વૈજ્ઞાનિક યોજના મુજબ થયેલું છે. એટલે સભામાં થતી કથા અને પ્રવચન સભામંડપમાં વ્યાસપીઠથી દૂર બેઠેલા શ્રોતાગણ વિના પ્રયાસે સાંભળી શકે છે.

મંદિર આચાર્યનું સ્થાપનાનું સ્મારકસ્થાન, હરિ મંડપ અને જ્ઞાનકુર સભામંડપનું થયેલું આયોજન દર્શનાર્થીઓને એકબીજા સાથે સંકળાયેલા રાખવાની દૃષ્ટિએ થયેલું જણાય છે.મંદિરની ઉત્તરે આવેલું બે માળનું અક્ષર ભુવન પવિત્ર સ્થાન છે. એના પહેલા અને બીજા માળે ભગવાન શ્રી સ્વામિનારાયણના ભોગમાં આવેલી વસ્તુઓ ગાદલાં, રજાઈઓ, વાસણ,વસ્ત્રો અલંકારો, માળીઓ, બેરખા, કંઠીઓ, ચિત્રો, પુસ્તકો, સિક્કા, લાકડીઓ વગેરે ભેગા કરવામાં આવેલાંં છે અને સુરક્ષિત રાખવામાં આવ્યાં છે.

અક્ષર ભુવનમાં શ્રીજી મહારાજ બે બારી બારણાંના હિંડોળામાં ઊગમણાં ઓટે ઝુલ્યા હતા. તે પણ વચલાં બારણાં વિનાની હાલતમાં સચવાયેલા છે. જે આરતી વડે ભગવાન સ્વામિનારાયણે શ્રી લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ પ્રતિષ્ઠા વખતે આરતી ઉતારી હતી. તે આરતી જૂની શિક્ષાપત્રી મહાભારતનું ઐતિહાસિક પુસ્તક, જુદા જુદા પ્રસંગે પહેરેલી ચાખડીઓ, શ્રીજી મહારાજને શરીરનું ચંદન ઉતારીને તેનો વાળેલો ગોળો, અભિષેક કરવામાં આવ્યો હતો તે ગાગર વગેરે રાખવામાં આવ્યા છે. જે રથમાં બેસીને શ્રીજી મહારાજ બોચાસણથી વડતાલ આવ્યા હતા તે રથ પણ હાજર છે.

ગામની દક્ષિણે ગોમતીજી તીર્થક્ષેત્ર આવેલું છે. આ સરોવર ત્રિવેણી સંગમ કરતાં પણ વધારે પવિત્ર તીર્થ સ્વરૂપ છે. તેમાં પરમાત્માએ જાતે ચોકડીઓ ખોદેલી છે. જાતે તેની માટી ઉપાડી છે અને ભગવાન શ્રી સ્વામિનારાયણે જાતે એ તળાવ ખોદાવીને ગોમતી નામે પ્રસિદ્ધ કર્યું છે.વડતાલના સ્વામિનારાયણ મંદિરમાં પૂર્વ ઉત્તર અને દક્ષિણ દિશામાં આવેલા દરવાજાઓમાંથી મંદિરમાં દાખલ થઈને એટલે સૌથી પહેલા ધ્યાન ખેંચે છે ત્યાંના સૌથી બારિક નકશીકામ વાળા થાંભલાઓ.

મંદિરમાં કુલ્લે મળીને ૩૮ થાંભલાઓ આવેલા છે. મોટા શિખરો નીચે દેવધરો શોભે છે. દેવધરમાં સુવર્ણના સિંહાસન ઉપર શ્રી રણછોડજી શ્રી સ્વામિનારાયણ અને શ્રી લક્ષ્મીજીની પ્રાસાદિક મૂર્તિઓ છે. ઉત્તર શિખર નીચે આવેલા દેવધરમાં શ્રી વાસુદેવ શ્રી ધર્મદેવ અને શ્રી ભક્તિદેવી દર્શન આપે છે. દક્ષિણ શિખર નીચે આવેલા દેવધરમાં શ્રી હરિકૃષ્ણ મહાદેવ, શ્રી કૃષ્ણ અને શ્રી રાધિકાજી આશ્રિતોને દર્શન આપે છે. ચાર નાનાં નાનાં શિખરો નીચે આવેલા દેવધરોમાં મત્સ્ય નારાયણ કુર્મ નારાયણ નૃસિંહ નારાયણ વરાહ નારાયણ શેષ નારાયણ અને સૂર્ય નારાયણની સુંદર મૂર્તિઓ શોભે છે. ત્રણેય મોટા શિખરો નીચે આવેલા દેવ દરવાજા સુવર્ણના છે.

શ્રી સ્વામિનારાયણે સંપ્રદાયના મંદિરોમાં ધર્મભક્તિની પ્રતિષ્ઠા સૌ પ્રથમ વડતાલમાં કરેલી છે. આમ વડતાલ એ સ્વામિનારાયણ સંપ્રદાયનું મહાતીર્થ છે. •

VOTING POLL

બુદ્ધઃ કોઈ ખોટા આડંબર નહીં માત્ર વાસ્તવિકતાની જ કરી છે વાતો

February 20, 2018 at 7:47 pm


બુદ્ધ ભગવાને પોતાનો મોટા ભાગનો ઉપદેશ સૂત્રાત્મકમાં આપેલ છે. કયાંય પણ ખોટા ઓઠા અને ચમત્કાર ઉક્ત કોઈ વાત કરી જ નથી,તેઓ પ્યોરલી સત્યને વરેલા મહામાનવ હતા, તે તેમની મહાનતા છે, તેમણે માત્રને માત્ર ચારિત્ર,અને ચિત્ત શુદ્ધિ પર જ બધું જોર દીધું છે, તેઓએ કોઈ પણ જાતના ખોટા આડંબરનો આશરો લીધો નથી,કે કોઈ જાતના ચમત્કારોની વાત સુદ્ધાં કરી જ નથી.તે તેમના ધર્મની મોટામાં મોટી મહાન વિશેષતા છે,તેઓએ આજના ધર્માત્માની જેમ કયાંય પણ સ્વર્ગનો લોભ, નર્કનો ભય, બ્રહ્મનો આનંદ, જન્મ મરણનાં દુઃખો, ભવસાગર તરવાની વાતો. કોઈ પણ જાતના ચમત્કાર યુક્ત ખોટી વાતો કોઈપણ પ્રકારની બીજી આશાઓમાં કોઈને સ્થીર કર્યાજ નથી તેમજ કોઈપણ પ્રકારની ભયગ્રસ્ત વાત સુધ્ધાં કરી જ નથી, તે તેમની મહાનતા છે,જે વસ્તુ વાસ્તવિક રીતે અસ્તિત્વ જ ધરાવતી નથી તે બાબતને મહત્વ આપવું તે સો ટકા મુર્ખામી જ છે.તેઓએ ક્યાંય પણ અવાસ્તવિક વાતને ટચ સુદ્ધાં કરેલ નથી,.આમ તેમણે આત્મા પરમાત્માની વાત સુદ્ધાં કરી નથી, તેઓ માનતા કે જયારે માણસ સમાધિ અવસ્થા પ્રાપ્ર્ત કરશે ત્યારે તેને બધી જ જાણ થઇ જ જવાની છે, માટે પહેલા તેને ભ્રમમાં શા માટે નાખવો, માટે,સમાધિ અવસ્થા પ્રાપ્ત કરવા પરજ જોર દીધું છે.આમ જીવનમાં આંતરિક રીતે શુદ્ધ થવા,અને આમે આંતરિક શુદ્ધતા એ જ જીવનની સિદ્ધિ છે.એટલે કે માણસના ચારિત્ર ઘડતર પર જ જોર દીધું છે ને કોઈ પણ જાતના આંબા આંબલી બતાવવાની વાત સુદ્ધાં તેમણે પોતાના ઉપદેશમાં કરી જ નથી, જયારે આજના સંપ્રદાયો, પંથો અને ધર્મના ધર્માત્માઓ તો માત્ર આંબા આંબલી બતાવી, નરકની ભયાનકતા દર્શાવે છે, ને સ્વર્ગની જાહોજલાલી બતાવે છે ને ચમત્કારોની વાતો કરીને, માણસોને ભય ગ્રસ્ત અને ભ્રમ ગ્રસ્ત કરવાનું મોટા પાયે કામ કરે છે અને હવનો કરી પુણ્ય પ્રાપ્ત થાય છે તેવું જણાવે છે.આવું બુદ્ધ ભગવાને કોઈ પણ જાતનું જે વાસ્તવિક રીતે જે વસ્તુ સામી જોઈ શકાય નહીં તેવી કોઈ વાત કરી નથી, એટલેકે અવાસ્તવિક વાતથી તેઓ સાવજ અલગ રહ્યા છે તે જ તેનાં ધર્મની મહાનતા છે, આમ જગતનો ધર્મ વાસ્તવિકતા પર જ ઊભો છે તે હકીકત છે.•

VOTING POLL

ભારતની ભૂમિ પર એક એવું મંદિર કે જ્યાં ભક્તો પોતાના શુભ કાર્યની શરૂઆત પહેલા ગણેશજીને આમંત્રણ મોકલે છે

February 17, 2018 at 1:44 pm


હિંદુ ધર્મમાં 33 કરોડ દેવી દેવતા હોવાનો ઉલ્લેખ છે. આ બધામાં ગણેશજીને સૌથી પ્રથમ પૂજનીય માનવામાં આવે છે. શ્રીગણેશ વિધ્નહર્તા છે, જે શુભ કાર્યોમાં આવતી અડચણોને દૂર કરે છે. એટલા માટે જ કોઈ પણ ધાર્મિક શુભ કાર્ય કરતા પહેલા ગણેશજીની પુજા કરવામાં આવે છે.ભગવાન ગણેશના દેશ-વિદેશમાં હજારો મંદિરો છે પરંતુ ભારતની ભૂમિ પર એક એવું મંદિર છે કે કે જ્યાં આજે પણ ભક્તો પોતાના ઘર પરિવારમાં શુભ કાર્યની શરૂઆત પહેલા ગણેશજીને આમંત્રણ મોકલે છે. આ મંદિર રાજસ્થાનના સવાઈ મધોપુરથી અંદાજીત 10 કિમી દૂર રણથંભોર કિલ્લાની અંદર આવેલું છે.મંદિરના ઈતિહાસની વાત કરીએ તો તેની સ્થાપના 10મી સદીમાં રાજા હમીરે બનાવ્યું હતું. યુદ્ધ દરમિયાન રાજા હમીરના સપનામાં સ્વયંમ ગણેશજી આવ્યા અને તેમને વિજય થવાના આશિર્વાદ આપ્યા. યુદ્ધમાં વિજય મળ્યાં બાદ કિલ્લાની અંદર ભગવાન ગણેશજીના મંદિરની સ્થાપના કરી.આ મંદિરમાં દૂર દૂરથી ભગવાન ગણેશના નામની ચિઠ્ઠી કે આમંત્રણ પોસ્ટ દ્વારા મોકલવામાં આવે છે. એડ્રેસ તરીકે તેના પર લખવામાં આવે છે કે ‘ભગવાન ગણેશજી, રણથંભોર કિલ્લો, જિલા સવાઈ માધોપુર (રાજસ્થાન), લખવામાં આવે છે.’ પોસ્ટમાં ચીઠ્ઠી આવતા જે મંદિરના પુજારી ભગવાન ગણેશજીને અર્પિત કરે છે.

VOTING POLL

આ મંદિર અપરણિત લોકો માટે છે વરદાનરૂપ

February 15, 2018 at 2:58 pm


ત્રણ લોકથી ન્યારી મથુરાનગરીમાં એક એવું પણ મંદિર છે, જ્યાં જલેબીની જોડીથી પણ પૂજા થઇ જાય છે. શ્રી મહાલક્ષ્મી જુડીવાળી દેવીના નામથી મશહૂર આ દેવી મંદિર યમુના કિનારે ગઉઘાટ પર લાલ દરવાજા વિસ્તારમાં આવેલ છે જ્યાં પહોંચવા માટે શહેરના ભીડભાડવાળા ચોક બજારથી થઇને જવાનું હોય છે.

આ મંદિર અપરણિત લોકો માટે વરદાનરૂપ માનવામાં આવે છે. મંદિરના મહંતે જણાવ્યું કે એવી માન્યતા છે કે જે યુવક અથવા યુવતીનાં લગ્ન નથી થતાં તેઓ અહીં આવીને પૂજા કરીએ છીએ અને તેઓનાં લગ્ન થઇ જાય છે. આ મંદિરનો ઇતિહાસ પણ અનોખો છે. મહંતે જણાવ્યું કે હજારો વર્ષો પહેલાં રઘુનાથ દાસને ત્રણ દિવસ સપનાં આવ્યાં હતાં. પહેલાં સપનામાં દેવીએ તેમને કહ્યુ હતુ કે તેઓ યમુના કિનારે અમુક સ્થાન પર મૂર્તિ સ્વરૂપમાં બિરાજમાન છે તથા તેમને બહાર કાઢીને પૂજા કરો./p>

દેવીએ એ પણ કહ્યું હતું કે તે જનકલ્યાણ માટે બહાર આવવા માંગે છે. તેમણે જણાવ્યું કે સપનાં અનુસાર જ્યારે રઘુનાથ દાસ શર્માએ ખોદકામ શરૂ કર્યુ ત્યારે તે રાત્રે દેવીએ તેમનાં સપનાંમાં કહ્યુ કે પાવડાથી ખોદકામ કરવાની જગ્યાએ ખુરપીથી ખોદકામો કરાવો, કારણ કે જો ખોદકામ દરમિયાન મૂર્તિ ખંડિત થઇ ગઇ છે તો તેમને ખૂબ જ વધારે દંડ ભરવો પડશે તથા જે જનકલ્યાણ માટે તે બહાર આવવા ઇચ્છે છે તે કાર્ય પૂરું થઇ શકશે નહીં.ત્યારબાદ મૂર્તિને ખૂબ જ સાવધાનીથી ખુરપીથી એક એક ઇંચ ખોદીને કાઢવામાં આવી હતી. હાલ આ મૂર્તિને સ્થાપિત કરવાની અને મંદિર બનાવવાની વાત ચાલી રહી હતી તથા કેટલાય વિકલ્પ શોધવામાં આવી રહ્યા હતા ત્યારે એકવાર ફરીથી રઘુનાથ દાસ શર્માને સપનું આવ્યું કે તે અહીંથી ક્યાંય જશે નહીં અને જ્યાંથી તેમને કાઢવામાં આવ્યા છે ઠીક તે જ સ્થળે તેમને પ્રસ્થાપિત કરીને મંદિર બનાવવામાં આવવું જોઇએ.આ મંદિરની પ્રતિમા દેવતાઓ અને અસુરો દ્વારા કરવામાં આવેલ સાગર મંથનમાંથી નીકળેલ લક્ષ્મી સ્વરૂપના સાક્ષાત દર્શન છે. મોહિની સ્વરૂપ આ પ્રતિમામાં દેવીજી એક કળશને બંને હાથથી પકડીને રાખે છે તથા બંને હાથ માથાની ઉપર છે અને કળશમાં અમૃત ભરેલું છે જેને મેળવવા માટે લોકો તરસતા હોય છે. દેવીના આશીર્વાદ સ્વરૂપ અમૃત તેને જ પ્રાપ્ત થાય છે જે શ્રદ્ધા અને પૂરી નિષ્ઠા તથા ભક્તિ ભાવથી દેવીની પૂજા કરે છે.આ પ્રાચીન મંદિરનો જીર્ણોદ્ધાર બે વર્ષ પહેલાં કરાવવામાં આવી ચૂક્યો છે. મહંત અનુસાર આ મંદિરમાં ગુરુવાર અને રવિવારે વિશેષ પૂજા કરવામાં આવે છે તથા શુક્રવારે વૈભવ લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ ત્રણ દિવસમાં અહીં અમૃતની વિશેષ વર્ષા થાય છે પરંતુ તે તે જ ભક્તને જ મળી શકે છે જે ભક્તિમાં લિન હોય છે.•

VOTING POLL

ભવનાથ મેળો મિનિ કુંભ જાહેર, ગિરનાર ડેવલપમેન્ટ ઓથોરિટી રચાશે

February 14, 2018 at 12:13 pm


જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોતાના દર્શનના લાભને યાદગાર બનાવવા ભવનાથના મહાશિવરાત્રીના મેળાને આવતા વર્ષથી મીનીકુંભનો દરજ્જો આપવા રાજ્યએ સૈધ્ધિ»તિક સ્વીકાર કરી મેળાને મીનીકુંભનો દરજ્જો, ગીરનાર આેથોરીટીની રચના, 110 વર્ષ બાદ ગીરનારી સીડીના જીર્ણોધ્ધાર અને સંતોની માંગણી મુજબ જૂનાગઢના જુના અખાડાને રેગ્યુલરાઇઝેશન કરતો ઠરાવ વિજયભાઈ રૂપાણીએ સંતોને હાથોહાથ આપ્યો હતો. તેની સામે આશિવાર્દના ભાગરૂપે સંતોએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને સોને મઢેલી રૂદ્રાક્ષની માળા અને તલવાર ભેટ આપી વિજયભાઇને ધર્મસેવા અને રાજસેવા માટે વધુ સક્ષમ બનવા સંતોએ આશિવાર્દ આપ્યા હતાં.

ભવનાથના શિવરાત્રીના મેળામાં ગઈકાલે લાંબા સમય બાદ રાજ્યના મુખ્યમંત્રીના આગમનનો યોગ ઉભો થયો હતો. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને તેમનો રસાલો સરકારી કાર્યક્રમ મુજબ કેશોદ સુધી હવાઈ માર્ગે આવીને ત્યાંથી મોટર માર્ગે જૂનાગઢ આવીને ગીરનાર દરવાજાથી ભવાનાથ સુધી મેળાની મેદનીને ચીરતા ચીરતા મુખ્યમંત્રીના પ્રાેટોકોલ, સલામત સુરક્ષા, પ્રજાની સુખાકારીને ટ્રાફિક નિયમનની વ્યવસ્થા વચ્ચે કયાંક કોઈ અડચણ ઉભી ન થાય તે રીતે મુખ્યમંત્રીને મેળા સુધી પહાેંચાડવાની કાબીલેદાદ કામગીરી કલેકટર રાહુલ ગુપ્તાના સતત દેખરેખ હેઠળ પોલીસ અને સંબંધીત જવાબદારોએ ખુબ જ સારી રીતે ગોઠવણ કરી હતી.

જૂનાગઢના મેળામાં નિર્ધારીત સમય મુજબ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પહાેંચ્યા હતાં. તેમને પ્રારંભમાં જ ગુરૂ ગોરક્ષનાથ આશ્રમમાં નિમાર્ણ પામેલ ભોજન શાળાનું મહંત શેરનાથબાપુ સહિતના સંતોની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કર્યું હતું.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ત્યારબાદ ભવનાથ મહાદેવના દર્શન પુજાનો લાભ લીધો હતો અને સંતોની માંગણી મુજબ ભવનાથ મહાદેવના સાનિધ્યમાં જ આવતા વર્ષથી મહાશિવરાત્રીના મેળાને મીનીકુંભનો દરજ્જો અને તમામ ખર્ચ વ્યવસ્થા સરકાર કરશે તેવી જાહેરાત સાથે ગીરનારના પગથીયાનું સરકારી ખર્ચે જીર્ણોધ્ધારને ગીરનાર આેથોરીટીની રચના કરી તેમાં સંતોને ખાસ પ્રતિનિધિત્વને ધર્મ આદેશ મુજબ જ ગીરનાર તીર્થ ક્ષેત્રના સંચાલનમાં સંતોના અભીગમ મુજબ જ કાર્યની વ્યવસ્થા ગોઠવવાની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જુના અખાડાના મહામંડલેશ્વર વિશ્વભરભારતી આશ્રમે જઈને જુના અખાડાના રેગ્યુલાઈઝેશન માટે સંતોની માંગણી મુજબ સરકારે કરેલો ઠરાવ સંતોને હાથોહાથ આપ્યો હતો. ત્યારબાદ આપાગીગાની જગ્યામાં ચાલતા અન્નક્ષેત્રનું મુખ્યમંત્રીએ હરીહરના સાદ પડાવી ઉદ્ઘાટન કરાવ્યું હતું.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે સંત મોરારીબાપુ, ભારતીબાપુ, ગોરધનભાઈ ઝડફીયા, જયેશ રાદડિયા, આરસી ફળદુ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વહીવટીતંત્ર દ્વારા આયોજીત સંતવાણી લોકડાયરા ઉપસ્થિત રહ્યા હતાં ને મહાશિવરાત્રીના મેળામાં જેનું મહત્વ છે તે નાગા સાધુની રવેડીના સન્મુખ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. આ વખતે ભાવીકોની અભીલાષા અને સંતોના આયોજનથી નાગા સાધુની રવાડીનો રૂટ એક કિલોમીટર સુધી લંબાવાયો હતો.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો રસાલો બપોરથી રાત સુધી રોકાયા બાદ ગાંધીનગર જવા રવાના થયો હતો. જૂનાગઢના ઐતિહાસીક બનેલા શિવરાત્રીના મેળામાં આ વખતે દર્શનાર્થીનો આંકડો પાંચ લાખ લાખ સુધી પહાેંચી ગયો હતો.

VOTING POLL

આજે દેવોના દેવ મહાદેવનો પર્વ ‘મહાશિવરાત્રી’, શિવાલયોમાં ‘હર હર ભોલે’ ના નાદથી ગૂંજયા

February 13, 2018 at 4:24 pm


આજે દેવોના દેવ મહાદેવનો પાવનવર્વ એટલે મહાશિવરાત્રી છે. આજે સોમનાથ મંદિરને પણ અદ્દભત રીતે સજાવવામાં આવ્યું છે. ગત રાત્રીએ અવનવી લાઇટીંગથી સોમનાથ મંદિરને સજાવવામાં આવ્યું હતું. આજે શિવરાત્રી એટલે કે દેવોના દેવ મહાદેવ ભોળાનાથને રીજવવાનો દિવસ.

દેશભરના શિવાલયો ‘હર હર ભોલે નાદ’ સાથે ગુંજશે. શિવભક્તો દ્વારા ભોળાનાથને રીઝવવ જળાભિષેક, રૂદ્રાભિષેક, ધ્વજારોહણ, મહાઆરતી, યજ્ઞ, મહાપ્રસાદ પૂજા-અર્ચના કરવામાં આવશે. ત્યારે જૂનાગઢમાં ગીરનાર તળેટીમાં આવેલા મૃહિકુંડમાં નાગાબાવાઓ શાહી સ્ના પણ કરશે. દિવસ દરમિયાન શિવાલયોમાં ભોળાનાથની પસંદી ભાંગ પ્રસાદી રૂપમાં મળશે.

VOTING POLL

કાલે દેશભરમાં ધામધુમથી ઉજવાશે મહાશિવરાત્રીનું પર્વ

February 12, 2018 at 4:05 pm


આવતીકાલે સમગ્ર દેશ શિવમય બનશે. આવતીકાલે મહાશિવરાત્રીનું મહાપર્વ ભકિતભાવપુર્વક અને ધામધુમથી ઉજવવાની તૈયારીઓ થઇ રહી છે. આવતીકાલે દેશભરના શિવ મંદિરો હર હર મહાદેવના ગગનભેદી નાદ સાથે ગુંજી ઉઠશે. આવતીકાલે શિવાલયોમાં વહેલી સવારથી ભગવાન ભોળાનાથની કૃપા મેળવવા માટે પુજા-અર્ચનાનો પ્રારંભ થશે. દેશભરના જયોતિર્લીંગોએ અવનવા શણગાર સજ્યા છે. આવતીકાલે શિવાલયોમાં શિવ ભકતો ભગવાનના ભોળાનાથના દર્શન માટે ઉમટી પડશે. વિવિધ મંદિરોમાં આજથી જ મહાશિવરાત્રીની ઉજવણીની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. ભકતોમાં આ પર્વની ઉજવણી માટેનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રસ્તુત તસ્વીરમાં અમદાવાદના એક મંદિરમાં શિવજીના અનોખા દર્શન જોવા મળી રહ્યા છે.

VOTING POLL

‘જય જય શિવશંકર…’ કાલે શિવરાત્રીનું પાવન પર્વ

at 11:42 am


આવતીકાલે ભગવાન ભોળાનાથનો જયઘોષ ગુંજી ઉઠશે. કાલે શિવરાત્રીનું મહાપર્વ… ભગવાન શિવના ભકતો માટે આ ખાસ તહેવાર છે. શિવરાત્રી પર પ્રસન્ન કરવા માટે આ વ્રત રાખે છે. શાસ્ત્રો અનુસાર એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવના લગ્ન પાર્વતી સાથે થયા હતા. તો કેટલીક કથાઓ અનુસાર આ દિવસે સૃષ્ટિનો આરંભ થયો હતો. આવતીકાલે શિવમંદિરોમાં શિવજીના પૂજન-અર્ચન માટે ભકતોની ભીડ જામશે.
સોમનાથ ખાતે મહાશિવરાત્રી નિમીતે ત્રીદિવસીય સોમનાથ ઉત્સવનો પ્રારંભ ગઇ કાલે સાંજે થયેલ હતો. આ ત્રણ દિવસ સુઘી ચાલનારા કાર્યક્રમમાં 500 જેટલા જુદા-જુદા કલાકારો શિવવંદનાથી લોકોને મંત્રમૃગ્ઘ કરનાર છે.
ભારત વર્ષના આસ્થા કેન્દ સોમનાથ મંદિર નજીક આવેલ ચોપાટી ખાતે ત્રીદિવસીય સોમનાથ ઉત્સવનો પ્રારંભ ગીર-સોમનાથ જીલ્લાના પ્રભારી અને નાગરીક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડીયાના હસ્તે કરવામાં આવેલ હતો. આ કાર્યક્રમ તા.13 સુઘી ચાલનાર છે અને આ મહોત્સવમાં 500 જેટલા કલાકારો દરરોજ સાંજે સાત કલાકથી શિવભકિત સાથે શિવવંદનામાં લોકનૃત્યો, સંતવાણી, તલવાર રાસ સહીતના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી લોકોને મંત્રમુગ્ઘ કરનાર છે. રમત ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને જીલ્લા વહીવટી તંત્ર અને સોમનાથ ટ્રસ્ટ ના સંયુકત ઉપક્રમે આયોજીત મહોત્સવનો પ્રારંભ મંત્રી જયેશભાઇ રાદડીયાએ કરેલ અને આ તકે જણાવેલ કે, ગુજરાત તેની આગવી સંસ્કૃતિ અને સભ્યતાની ગરીમાપૂર્ણ જાળવણી કરી ભવ્યવિરાસતો વારસો સાચવવા પ્રતિબઘ્ઘ છે. આથી દર વર્ષે લોક સંસ્કૃતિક અને લોકકલાના માઘ્યમથી આપણી કલાઓને જીવંત સાંસ્કૃતિકઉત્સવોની આયોજન કરવામાં આવે છે.
આ ત્રીદિવસીય સોમનાથ મહોત્સવના પ્રારંભે સોમનાથ ટ્રસ્ટ ના ચેરમેન અને રાજયના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ, બીજ નિગમના ચેરમેન રાજશીભાઇ જોટવા, પૂર્વ રાજયમંત્રી જશાભાઇ બારડ, જીલ્લા કલેકટર અજયપ્રકાશ, જીલ્લા વિકાસ અઘિકારી અશોક શમર્,િ જીલ્લા પોલીસ વડા હિતેશ જોયસર, મહેન્દભાઇ પીઠીયા, સાગરપુત્ર ફાઉન્ડેશન ખારવા સમાજના પટેલ લખમભાઇ ભેંસલા સહીતના અગ્રણીઓ અને શિવભકતો સહીતના બ્હોળી સંખ્યામાં હાજર રહેલ હતા. આ તકે પ્રાંત અઘિકારી પ્રદીપસિંહ રાઠોડ તથા જીલ્લા રમત ગમત અઘિકારી વિશાલ સહીતનાએ કાર્યક્રમ સફળ બનાવવા જહેમત ઉઠાવેલ હતી.
આ ઉત્સવના પ્રારંભે મેવાસી નૃત્ય, મીઠા હુડો રાસ આદીજાતિ નૃત્ય, સીદીઘમાલ અને પોરબંદરની પ્રખ્યાત મેર રાસ મંડળીઓ તેમની કલા દ્વારા લોકોને રસતરબોર કયર્િ હતા.
વાંકાનેરમાં મહાશિવરાત્રીએ ભવ્ય અમરનાથ દર્શન
વાંકાનેરમાં મહાશિવરાત્રીના પાવન દિને બ્રહ્માકુમારી વિશ્ર્વવિદ્યાલયની વાંકાનેર શાખાના બહેનો દ્વારા મહાશિવરાત્રીના પાવન દિને બર્ફિલા બાબા અમરનાથના ભવ્ય દર્શનનું સુંદર આયોજન કર્યું છે. બ્રહ્માકુમારીઝ જ્ઞાનગંગા ભવન, અણોદય સોસાયટી, વાંકાનેરના બ્રહ્માકુમારી શૈલાબેને વિગત આપતા જણાવેલ કે પરમાત્માની અવતરણની સ્મૃતિ અપાવતું આ પર્વ મહાશિવરાત્રીના પાવન પર્વે વાંકાનર ‘જ્ઞાનગંગા’ ભવનના વિશાળ પટાંગણમાં ભવ્ય બર્ફિલાબાબા અમરનાથ, દ્વાદશ જ્યોતિલિંગ તથા શિવ જલાભિષેકના સભ્ય ફલોટ્સ સાથે અદ્ભૂત દર્શનનો લાભ વાંકાનેરના સર્વે ભકતોને પ્રાપ્ત થાય તેવું ભવ્ય અયોજન કરવામાં આવ્યું છે.
તા.13-2ને મંગળવારે મહાશિવરાત્રીના સવારે 9 કલાકે વાંકાનેરમાં પૂર્વ નગરપતિ જીતુભાઈ સોમાણી તથા શહેર ભાજપ પ્રમુખ દીનુભાઈ વ્યાસના હસ્તે દીપ પ્રાગટય કરી દર્શન ફલોટ્સ ખુલ્લુ મુકાશે. સવારથી રાત્રી સુધી વાંકાનરના ધર્મપ્રેમીઓ માટે દર્શનનો લાભ લઈ શકશે તેમ શૈલીદીદીએ જણાવેલ છે.

VOTING POLL

શ્રીકૃષ્ણની નવેય પટરાણીઓ અને તેની અનોખી કહાનીઓ

February 9, 2018 at 1:41 pm


ભગવાન શ્રીકૃષ્ણ વિશે એવું કહેવામાં આવે છે કે, તેમની સોળ હજાર એક સો આઠ પત્નીઓ હતી. કારણ એ છે કે, નરકાસુરની કેદમાં હજારો રાજકુમારીઓને જ્યારે શ્રીકૃષ્ણે મુક્ત કરાવી ત્યારે બધી જ રાજકુમારીઓએ શ્રીકૃષ્ણને પોતાના પતિ માની લીધા અને શ્રીકૃષ્ણે પણ તે રાજકુમારીઓને પોતાની પત્ની તરીકે સ્વીકારી લીધી.

આ માટે જ કૃષ્ણની પત્નીઓની સંખ્યા હજારોમાં છે. પરંતુ તેમની મુખ્ય રાણી નવ હતી જે પટરાણી તરીકે ઓળખાતી હતી. આ નવેય રાણીઓની અનોખી કહાણી છે. આજે આ લેખમાં તમે જાણી શકશો શ્રીકૃષ્ણની નવેય પટરાણીઓ વિશેની અનોખી વાત.

રુકમણીઃ- દેવી રાધા ભગવાન શ્રીકૃષ્ણની પ્રેયસી બની રહી પરંતુ શ્રીકૃષ્ણની પ્રમુખ પટરાણીના સ્વરૂપમાં સૌથી પહેલાં રુકમણીનું નામ લેવામાં આવે છે. આ રાજકુમારી વિદર્ભ દેશની રાજકુમારી હતી અને મનમાંને મનમાં જ ભગવાન શ્રીકૃષ્ણને પોતાના પતિ માની ચૂકી હતી. પરંતુ તેમના ભાઈ રુકમી તેમના વિવાહ ચેદી નરેશ શિશુપાલ સાથે કરવા માંગતા હતા. આ માટે રુકમણિના પ્રેમ પત્રને વાંચીને શ્રીકૃષ્ણે રુકમણીનું હરણ કરી લીઘું અને તેમની સાથે વિવાહ કરી લીધા.

કાલિંદીઃ- ભગવાન શ્રીકૃષ્ણની બીજી પટરાણી દેવી કાલિંદી માનવામાં આવે છે. આ ભગવાન સૂર્ય દેવની પુત્રી છે. આ દેવીએ શ્રીકૃષ્ણને પતિ સ્વરૂપે મેળવવા માટે તપસ્યા કરી હતી. જેનાથી પ્રસન્ન થઇને શ્રીકૃષ્ણે સૂર્યદેવ પાસેથી કાલિંદીનો હાથ માગી લીધો અને તેમની સાથે વિવાહ કરી લીધા.

મિત્રવૃંદાઃ- ભગવાન શ્રીકૃષ્ણની ત્રીજી પટરાણી મિત્રવૃંદા છે. આ દેવી ઉજ્જૈનની રાજકુમારી છે. ભગવાન શ્રીકૃષ્ણે સ્વયંવરમાં ભાગ લઇને મિત્રવૃંદાને પોતાનાં ત્રીજાં પટરાણી બનાવી લીધાં છે.

સત્યાઃ- ભગવાન શ્રીકૃષ્ણનાં ચોથી પટરાણીનું નામ સત્યા છે. કાશીના રાજા નગ્નજિતની પુત્રીના વિવાહની શરત હતી કે જે સાત બળદની સાથે એક સાથે યુદ્ધ કરશે અને એક સાથે હરાવી દેશે તે જ સત્યાનો પતિ બનશે. શ્રીકૃષ્ણે સ્વયંવરની આ શરતને પૂર્ણ કરી સત્યા સાથે વિવાહ કરી લીધા.

જામ્બવતીઃ- રીંછરાજ જામ્બવંતની જામવતી શ્રીકૃષ્ણની પાંચમી પટરાણી છે. સ્યમંતક મણિને લઇને શ્રીકૃષ્ણ અને જામ્બવંતની વચ્ચે યુદ્ધ થયું અને જામ્બવંતને જાણ થઇ કે શ્રીકૃષ્ણ તેમના આરાધ્ય શ્રીરામ છે. ત્યાર પછી જામ્બવંત જામ્બવતીના વિવાહ શ્રીકૃષ્ણ સાથે કરાવી દીધા.

રોહિણીઃ- શ્રીકૃષ્ણની છઠ્ઠી પટરાણીનું નામ રોહિણી છે. આ દેવી ગય દેશના રાજા ઋતુસુકૃતની પુત્રી છે. કોઇને કોઇ જગ્યાએ તેનું નામ કૈકયી અને ભદ્રા પણ મળી આવે છે. રોહિણીએ સ્વયંવરમાં શ્રીકૃષ્ણને સ્વયં પોતાના પતિ તરીકે પસંદ કરી લીધા છે.

સત્યભામાઃ- ભગવાન શ્રીકૃષ્ણની સાતમી પટરાણી સત્યભામા છે. તે સત્રાજિતની પુત્રી છે. જ્યારે શ્રીકૃષ્ણે સત્રાજિત દ્વારા લગાવેલ પ્રસેનની હત્યા અને સ્વયંતક મણિને ચોરવાનો આરોપ ખોટો સાબિત કરી દીધો અને સ્યયંતક મણિ પાછો આપી દીધો ત્યારે સત્રાજિતે સત્યભામાના વિવાહ શ્રીકૃષ્ણ સાથે કરાવી દીધા.

લક્ષ્મણાઃ- ભગવાન શ્રીકૃષ્ણની આઠમી પટરાણીનું નામ લક્ષ્મણા છે. તેમણે સ્વયંવરમાં ભગવાન શ્રીકૃષ્ણના ગળામાં વરમાળા પહેરાવીને તેમને પોતાના પતિ પસંદ કરી લીધા છે. શૈવ્યાઃ- ભગવાન શ્રીકૃષ્ણની નવમી પટરાણીનું નામ શૈવ્યા છે. રાજા શૈવ્યાની કન્યા હોવાને કારણે તે શૈવ્યા તરીકે ઓળખાઇ. જોકે, તેમનું અન્ય નામ ગાંધારી પણ છે.•

VOTING POLL

નર્મદા છે ભારતીય સંસ્કૃતિમાં અનોખું મહત્વ, નર્મદાનો પ્રત્યેક કંકર છે શંકર

February 8, 2018 at 2:51 pm


આપણી ભારતીય સંસ્કૃતિમાં નર્મદા મૈયાનું વિશેષ મહત્વ છે. જેવી રીતે ઉત્તમ ભારતમાં ગંગાજી તથા યમુનાજીનું વિશેષ મહત્વ છે તેવી જ રીતે મધ્ય ભારતમાં નર્મદા મૈયાનું અપાર મહત્વ છે. સ્કંદપુરાણમાં નર્મદા મૈયાનું તથા તેના તટ ઉપર વસેલાં તીર્થોનું ઘણું મહત્વ વર્ણવવામાં આવ્યું છે. એક કથા મુજબ ભગવાન સૂર્યદેવની એક પુત્રીનું નામ તાપી છે તો બીજી પુત્રીનું નામ નર્મદા મૈયા છે. નર્મદા મૈયા અફાટ જળરાશિ ધરાવે છે. નર્મદા મૈયા ઉપર બંધ બાંધવામાં ન આવ્યો હોય તો વર્ષો વર્ષો અનેક ગામ બરબાદ થઇ જાય તેટલું અપાર જળ તેમાં વહે છે.

નર્મદા મૈયાનું એક નામ રેવા છે. નર્મદાજીનું જળ ખૂબ પવિત્ર માનવામાં આવે છે. એક કથા મુજબ સૌરાષ્ટ્રના ગઢડા પાસે આવેલી ધેલા નદી પણ ખૂબ પવિત્ર છે. આ નદીમાં જો કોઇ માંસાહારી પક્ષી કોઇનો શિકાર કરી તેનું શરીર અથવા તેનાં હાડકાં આ નદીને પાર કરાવી દે તો તે જીવનો તત્કાળ મોક્ષ થાય છે. આવી જ રીતે જો કોઇ જીવ નર્મદા નદીમાં ડૂબી જઇ મૃત્યુ પામે તો તેને ફરી જીવ લેવો પડતો નથી. અર્થાત્ તેને જનમ મરણમાં ચક્કરમાંથી મુક્તિ મળી જાય છે.

એક કથા મુજબ પ્રાચીન કાળમાં ચંદ્રવંશમાં એક હિરણ્યતા નામના રાજા થઇ ગયા. તેમનું જીવન જનક વિદેહી જેવું નિસ્પૃહી તથા નિર્મોહી હતું. તેઓ રાજા હોવા છતાં ઋષિ જેવું પવિત્ર જીવન જીવતા હતા. એક વખત તેમને વિચાર આવ્યો કે હું તો પવિત્ર જીવન જીવી મારા જીવનો ઉદ્ધાર કરી લઇશ પરંતુ મારા કોઇ પૂર્વજ જો પાપી હશે તો તેમની અવગતિ થઇ હશે.

તેઓ તેમનાં પાપથી કેવી યોનિ પામ્યા હશો. તેથી તેમનો મોક્ષ થવો આવશ્યક છે. આથી તેમને રાજા ભગીરથે જેમ ગંગાજીનું અવતરણ તેમના પૂર્વજોના મોક્ષ માટે કર્યું હતું તેમ આ મહર્ષિએ પણ પોતાનાં પૂર્વજોના મોક્ષ માટે કોઇ ઉત્તમ પવિત્ર નદીનું અવતરણ કરવાનું વિચાર્યું. સાથે સાથે તેમણે પૃથ્વીના જીવોનાં કલ્યાણનું પણ વિચાર્યું.

આથી તેમણે ભગવાન આશુતોષનું તપ શરૂ કર્યું. તેમના તપથી ભગવાન શંકર અર્થાત આશુતોષ તેમના પર પ્રસન્ન થયા. તેમનો શુભ વિચાર જાણી તેમને પૃથ્વી પર નર્મદાજીનું અવતરણ થશે તેવું વરદાન આપ્યું. આ પછી નર્મદા મૈયા પૃથ્વીના ભારત દેશમાં પધાર્યાં.

રાજાજીએ નર્મદા મૈયા અવતારિત થતાં તેમાં સ્નાન કર્યું. તે પછી તેમણે તેમના પિતૃઓના ઉદ્ધાર માટે તર્પણ તથા અર્પણ કર્યું. બીજી કથાઓમાં નર્મદાજીને પૃથ્વી પર લાવવાનો શ્રેય રાજા પુરુત્કુસુને આપ્યો છે. પદ્મપુરાણનાં વર્ણન મુજબ હરિદ્વારમાં ગંગાજી, કુરુક્ષેત્રમાં સરસ્વતી તથા વજ્રમંડળમાં યમુનાજીને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. પરંતુ નર્મદા મૈયા દરેક ક્ષેત્રમાં અપાર પુણ્યવાહિની માનવામાં આવે છે.

એક કથા મુજબ સરસ્વતી નદીનું જળ ત્રણ દિવસમાં યમુનાજીનું જળ અઠવાડિયામાં તથા

ગંગાજળનો સ્પર્શ પણ કરનારનાં સાત જન્મનાં મહાપાપ દૂર થઇ જાય છે. પરંતુ નર્મદાજીનાં જળનાં દર્શન કરવા માત્રથી જે તે જીવ પવિત્ર બની જાય છે. નર્મદાજીના પ્રત્યેક પથ્થરને શિવ(શંકર) એટલા માટે માનવામાં આવે છે કે તે ભગવાન શિવનું વરદાન છે.

VOTING POLL