14 મહાસ્વપ્નોના હૈયાના હેતથી વધામણાં

September 10, 2018 at 12:17 pm


પર્યુષણ પર્વના આજે પાંચમા દિવસે વીર વર્ધમાનના હૈયાના હેતથી વધામણાં કરવામાં આવ્યા છે. આજકો દિવસ કેવો છે, સોના કરતાં માેંઘો છે… જન્મએ એક રાજદુલારો…ના સુરીલા સ્તવનો સાથે મહાવીર જન્મ કલ્યાણ વાંચનનો અવસર ઉમંગભેર ઉજવાયો હતો.

જિનાલયોમાં ફુલો અને રોશનીના શણગાર કરાયા છે તો સવારે પૂજા-ચૈત્યવંદન બાદ શ્રી સંઘ અને સાધુ-ભગવંતોની પાવન નિશ્રામાં માતા ત્રિશલાના 14 સ્વપ્નોની ઉછામણી શરૂ થઈ હતી. જ્યારે સ્થાનકવાસી જૈન સમાજમાં પણ મહાવીર જન્મના વધામણાં થયા છે.

VOTING POLL

શિવજીની આરાધના સાથે શ્રાવણમાસની પૂણાર્હુતિ : કાલે ભાદરવી અમાસ

September 8, 2018 at 2:54 pm


રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આવતીકાલે શ્રાવણમાસ ધર્મોલ્લાસ સાથે પૂણાર્હંતિ અને ભાદરવી અમાસે પિતૃતર્પણ, ગામે-ગામે મેળાનું આયોજનો, અને ભાદરવી અમાસ (પિતૃ અમાસ) તરીકે આેળખાવામાં આવે છે. પ્રાંચી, રફાળેશ્વર, જૂનાગઢ, સોમનાથ સહિતના ધાર્મીકસ્થાનો પર ભકતોની ભીડ જોવા મળશે. ગણેજીનાં સ્વાગતની તડામાર તૈયારીઆે શરૂ કરવામાં આવી છે.
શ્રાવણ વદ અમાસને રવિવાર તા.9ના દિવસે શ્રાવણ માસ પૂર્ણ થશે. શ્રાવણ માસની અમાસના દિવસે બપોરે 2-46 સુધી સિધ્ધયોગ છે જે પિતૃકાર્ય તથા જપ-પૂજચા માટે શ્રેષ્ઠ છે તથા શ્રાવણ માસની અમાસને પીઠોરી અમાસ પણ કહે છે. અમાસના દિવસે ઉપવાસ રહેવો તથા મહાદેવજીની અને પાર્વતીજીની વિધિવત પૂજા કરવી, મહાદેવજીને દૂધ, જળ, કાળા તલ અને બિલીપત્ર ચઢાવવા તથા વસ્ત્ર અર્પણ કરવા, પાર્વતીજીની પૂજા કરવી, માતાજીને કંકુચોખા કરી ફૂલ ચડાવી ત્યારબાદ વસ્ત્ર અલંકાર અર્પણ કરી શકાય તથા આેમ નમઃ શિવાયની 21 માળા કરી મહાદેવજીને તથા પિતૃને અર્પણ કરવી, પિતૃને મોક્ષ મળે છે.
શ્રાવણ માસની અમાસના દિવસે સિધ્ધયોગ હોવાથી આ દિવસ પિતૃતર્પણ તથા પિતૃકાર્ય માટે ઉત્તમ દિવસ છે તથા આ દિવસ આરાવારાનો દિવસ હોવાથી પીપડે પિતૃને પાણી રેડી અને 108 પીપળાની પ્રદક્ષિણા કરવી પણ શુભ છે. શ્રાવણ માસની અમાસના દિવસે પણ ગાયનું પૂજન અને પ્રદક્ષિણા કરવાનો મહિમા છે. શ્રાવણ માસની અમાસના દિવસે મહાદેવજીને કાળા તલ ચડાવવાથી રાહુ ગ્રહની પીડા હોય તો શાંતિ મળે છે તથા સૂર્ય નબળો હોય તો સૂર્યને અર્ધ આપવું તથા ઘઉંનું દાન દેવું, શનિ નબળો હોય પનોતી ચાલતી હોય તો અમાસના દિવસે મહાદેવજી ઉપર તથા હનુમાનજી ઉપર સરસવના તેલનો અભિષેક કરવાથી રાહત મળે છે. આ દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવા શાસ્ત્રી રાજદીપભાઇ જોષીએ જણાવ્યું હતું.

VOTING POLL

દિવંગત હરિરામબાપાના જન્મદિવસની ઠેરઠેર ઉજવણી

September 7, 2018 at 1:24 pm


જેમના નામનું સ્મરણ થતાં રૂવાડે રૂવાડે માનવતા છવાઈ જાય એવા જસદણના દિવગંત સંગ પ.પૂજ્ય હરિરામબાપાના આજે શુક્રવારે સવારથી જ ધામિર્ક કાર્યક્રમો સાથે 85માં જન્મદિવસની ઉજવણી થઈ હતી. ઈસ્વીસન 2014માં અમરેલીના નાગનાથ મંદિરમાં દેહ છોડનારા હરિરામ બાપા વિદ્યાર્થીકાળથી જીવનના અંત સુધી રામનામ અને ભુખ્યાને ભોજન પૂજય જલારામ બાપાના પગલે ચાલ્યા હતા. આજે પણ તેમણે સ્થાપેલા અન્નક્ષેત્રોમાં હજારો લોકોને વિનામૂલ્યે ભોજન મળી રહ્યું ચે અને દેશના વિવિધ શહેરોમાં રામનામની આહલેક સંભળાય રહી છે. આવા મહામાનવ સંતપુરુષ હરિરામબાપાએ પોતાના જીવનમાં પૈસા અને અનુયાયીઆેને સ્થાન કયારેય આપ્યું નથી. આજે તેમના 85માં જન્મદિવસે રામધૂન, હનુમાન ચાલીસા, પૂજન, પ્રસાદ, શોભાયાત્રા, સુંદરકાંડ જેવા વિવિધ ધામિર્ક કાર્યક્રમો ભાવિકો દ્વારા યોજાયા હતા. જસદણ પંથકમાંથી રામનામની આહલેક અને ભુખ્યાજનોને ભોજન માટે દેશના અનેક પ્રાંતો શહેરો સુધી લઈ જનારા અને પૂ.જલારામ બાપાના પગલે ચાલી પૂÎયનું ભાથું બાંધનારા પૂ.હરિરામબાપાનો શુક્રવારે 85મો જન્મદિન હોવાથી જસદણ, ઘેલા સોમનાથ, આટકોટ, નાગપુર, સાવરકુંડલા જેવા સૌરાષ્ટ્રના અનેક ગામોમાં અનેકવિધ ધામિર્ક કાર્યક્રમો યોજાશે. હરિરામબાપાએ વિદ્યાર્થી અવસ્થાથી માંડી જીવનના અંત સુધી ફકત રામનામ અને ભોજનને પોતાનો જીવનમંત્ર બનાવી આશ્રમોની સ્થાપના અને કોઈને પણ અનુયાયીઆે બનાવ્યા વગર નાતજાત, જ્ઞાતિ જાતના ભેદભાવ વગર લોક ભલાઈના કાર્યોમાં અગ્રેસર રહ્યા હતા. આવા મહામાનવે સ્થાપેલા અન્નક્ષેત્રોમાં જસદણ, આટકોટ, નાગપુર સહિત અનેક ગામોમાં હજારો લોકો વિનામૂલ્યે ભોજન લઈ રહ્યા છે. ખાસ કરીને તેમને માનનારા ભાવિકો પણ ગરીબો જરૂરિયાતમંદોને જમણા હાથે આપી ડાબા હાથને ખબર પડવા દેતા નથી. આવા સંતપુરુષ પૂ.હરિરામબાપાના જન્મદિવસે કાલે પ્રસાદ પૂજન, સુંદરકાંડ, રામધુન, હનુમાન ચાલીસા જેવા અનેક કાર્યક્રમો યોજાશે.

VOTING POLL

પ્રખર વકતા અને દિગંબર જૈન મુનિ તણ સાગર મહારાજ કાળધર્મ પામ્યાં

September 1, 2018 at 10:42 am


51 વર્ષીય ક્રાંતિકારી રાષ્ટ્રસંત મુનિ તરુણસાગરજીએ તા.1 સપ્ટેમ્બર, 2018ના રોજ દિલ્હી ચાતુમર્સિ અંતર્ગત સવારે 3.11 મિનિટે અંતિમ શ્વાસ લીધો હતો. તેઓનાં દેવલોકગમનનાં સમાચાર મળતાં જ સમગ્ર દેશમાં રહેલાં તેઓનાં ભક્તોમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. ભક્તો દિલ્હી પણ પહોંચી રહ્યાં છે.તેઓની અંતિમ વિધિ શનિવારે બપોરે 3.00 વાગ્યે તરુણસાગરમ તીર્થ, દિલ્હી (મેરઠ હાઈવે) ખાતે થશે.
પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લા ઘણાં સમયથી તેઓનું સ્વાસ્થ્ય નાદુરસ્ત હતું, પરંતુ છેલ્લા બે-ત્રણ દિવસથી દિન-પ્રતિદિન સ્વાસ્થ્ય કથળી રહ્યું હતું. આજે સવારે દિગમ્બર જૈન મુનિઓની ઉપસ્થિતિમાં તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા. આ અંગે અહિંસા વિશ્વ ભારતીના આચાર્ય ડો.લોકેશ મુનિજીએ શ્રદ્ધાંજલિ પાઠવતા જણાવ્યું હતું કેતા.1 સપ્ટેમ્બરના રોજ સવારે 3.11 મિનિટે પૂજ્ય તરુણસાગરજી મહારાજે અંતિમ શ્વાસ લીધા હતા.
છેલ્લા 20 દિવસથી તેઓ કમળાની બીમારીથી પીડાતા હતાં. તેમને જેના કારણે હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવ્યાં હતાં. જૈન મુનિ તેમના ’’કડવા વચનો’’ માટે ખુબ જ જાણીતા હતાં.
તરૂણ સાગરે છત્તીસગઢમાં દીક્ષા ગ્રહણ કરી હતી. તેમનું મૂળ નામ પવન કુમાર જૈન હતુ. તેમનો જન્મ મધ્યપ્રદેશના દમોહમાં 26 જૂન 1967માં થયો હતો. તેમની માતાનું નામ શાંતિબાઈ અને પિતાનું નામ પ્રતાપચંદ્ર જૈન હતુ. જ્યાર બાદ તેમણે 8 માર્ચ 1981માં ઘરનો ત્યાગ કર્યો હતો અને ત્યાર બાદ તેમણે છત્તીસગઢમાં દિક્ષાગ્રહણ કરી હતી.
તેમને 20 દિવસથી મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં ત્યાંના ડોકટરોએ જણાવ્યું હતું કે, તેમની તબીયતમાં સુધારો આવતો નથી. મુનિશ્રીની સારસંભાળ રાખનાર બ્રહ્મચારી સતીશજીના જણાવ્યા મુજબ મુનિશ્રીએ હવે ઉપચાર કરાવવાની ના પાડી દીધી હતી. અને તેઓ તેમના અનુયાયીઓ સાથે દિલ્હી સ્થિત રાધાપુરી જૈન દેરાસર ચાતુમર્સિ સ્થળે પરત આવી ગયા હતાં.
દિલ્હી જૈન સમાજના અધ્યક્ષ ચક્રેશ જૈને જણાવ્યું હતુ કે મુનિશ્રી તરૂણ સાગરજી મ.સા.એ પોતાના ગુરૂ પુષ્પદંત સાગરની આજ્ઞા બાદ સંલેખના કરી રહ્યા હતાં. જયારે પૂ.પુષ્પદંત મ.સા.એ પણ એક વીડિયો જાહેર કરી જણાવેલ કે પૂ.તરૂણ સાગરજીની હાલત ગંભીર છે. ગુરૂદેવે આ અંગે એક પત્ર પણ લખ્યો હતો. જેમાં મુનિ સૌરભ સાગર અને મુનિ અરૂણ સાગરને દિલ્હી પહોંચી સમાધીમાં સહયોગ આપવા જણાવ્યું હતું.

VOTING POLL

મહાદેવ પાસે સુખ-સમૃધ્ધિની કામના

August 30, 2018 at 2:59 pm


નાના મોટા દરેક વ્યિક્ત સાથે સદવહાર રાખીને સૌના માનીતા બનેલા ભાજપના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ અને તેમના ભાઈ ભરતભાઈ ધ્રુવે આજે જાગનાથ મંદિરે ભગવાન શંકરની ભિક્તભાવ પૂર્વક પૂજા-અર્ચના કરી હતી. શહેરના સુપ્રસિધ્ધ જાગનાથ મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઆે ઉમટી પડે છે અને મહાદેવ પાસે સુખ-શાંતિની કામના કરે છે.

VOTING POLL

સોમનાથ મહાદેવને વૈદિક પરંપરાની ઝાંખી કરાવતો યજ્ઞ દર્શન શૃંગાર કરાયો

August 29, 2018 at 11:58 am


સોમનાથ મહાદેવને વૈદિક પરંપરાની ઝાંખી કરાવતો યજ્ઞ દર્શન શૃંગાર કરવામાં આવેલ હતો જેમાં ગુરૂ શિષ્ય પરંપરા પ્રકૃતિમય શૃંગાર ઝાખીથી ભકતો શિવમય બન્યા હતા.

VOTING POLL

રામનાથ મહાદેવની સોમવારે વર્ણાગી: 1100 કિલો પેટીસનો પ્રસાદ ધરાવશે રાજપૂત પરમારબંધુ

August 25, 2018 at 4:41 pm


રાજકોટની આજી નદીના કાંઠે બિરાજતાં 700 વર્ષ જૂના સ્વયંભૂ રામનાથ મહાદેવ મંદિરે દર વર્ષે શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે વણા¯ગીનું આયોજન કરવામાં આવે છે. જ્યારે ચાલુ વર્ષે આગામી તા.27ના રોજ શ્રાવણ મહિનાના ત્રીજા સોમવાર નિમિત્તે રામનાથ મહાદેવ મંદિરેથી 95મી વણા¯ગી (શોભાયાત્રા) નીકળશે અને શહેરના વિવિધ માર્ગો પર જય રામનાથ અને હર હર મહાદેવના નાદ સાથે ફરશે. આ પ્રસંગે રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.7ના ભાજપના કોર્પોરેટર અને શાસક પક્ષના દંડક અજયભાઈ પરમાર અને જયેશભાઈ રાજપૂત (પરમાર) દ્વારા 1100 કિલો પેટીસનો મહાપ્રસાદ ધરાવી તેનું ભક્તોને ફરાળ માટે વિતરણ કરાશે.

વધુમાં આ અંગે કોર્પોરેટર અજયભાઈ પરમારે જણાવ્યું હતું કે મંદિરેથી વણા¯ગી નીકળતાં પહેલાં સ્વયંભૂ રામનાથ મહાદેવનું ષોડષોપચાર પૂજન થશે અને બપોરે 3 કલાકે સંગીતની સૂરાવલી સાથે વણા¯ગીનો પ્રારંભ થશે. વણા¯ગીનો રૂટ રામનાથ મહાદેવ મંદિરથી કોઠારિયા નાકા, દરબારગઢ રોડ, સોનીબજાર, કંસારા બજાર, પરાબજાર, ધર્મેન્દ્ર રોડ અને સાંગણવા ચોક તેમજ જયરાજ પ્લોટ અને હાથીખાના થઈ મંદિરે પરત ફરશે. ભક્તજનોને રામનાથપરા મેઈન રોડ પર શેરી નં.11ના કોર્નર ખાતે રાત્રીના 10ઃ30 કલાકે મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે છેલ્લા 22 વર્ષથી કોઈ પણ પ્રકારનો ફંડ-ફાળો ઉઘરાવ્યા વિના અજયભાઈ પરમાર અને જયેશભાઈ રાજપૂત (પરમાર) બન્ને ભાઈઆે દ્વારા સ્વખર્ચે મહાપ્રસાદ વિતરણ કરવામાં આવે છે. આ તકે રામનાથ મંદિરેથી બપોરે 3ઃ30 કલાકે નીકળનારી વણા¯ગીમાં જોડાવા શહેરીજનોને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

VOTING POLL

સોમનાથ મહાદેવના મંદિરે કેબિનેટમંત્રી ગણપત વસાવાએ શીશ ઝૂંકાવ્યું

at 11:32 am


સોમનાથ મહાદેવના સાંનિધ્યે શ્રાવણ માસ પર્વે કેબિનેટમંત્રી ગણપતભાઈ વસાવાએ પરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શન, જલાભિષેક કરી સોમનાથ મહાદેવને શીશ ઝૂંકાવી ધન્યતા અનુભવી. સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર દ્વારા મંત્રી ગણપતભાઈ વસાવાનું શાલ આેઢાડી સોમનાથ મહાદેવને સ્મૃતિચિહન આપી સન્માન કરવામાં આવેલ.

VOTING POLL

અમરનાથના યાત્રાળુઓનો અંતિમ કાફલો રવાના

at 11:09 am


હિન્દુઓમાં અત્યંત આદરણીય વાર્ષિક અમરનાથ યાત્રાનું શ્રાવણી પૂનમે પૂર્ણ થતાં અગાઉ 24મી ઑગસ્ટે જમ્મુથી યાત્રાળુઓનો આખરી બેચ રવાના થયો હતો. આ વખતે અમરનાથ યાત્રામાં 2.84 લાખ લોકોએ ભાગ લીધો હતો. સાઈઠ દિવસોની યાત્રામાં 34 જણ વિવિધ કારણોસર મૃત્યુ પામ્યા હતા.
ત્રણ દિવસ સુધી સ્થગિત થયેલી અમરનાથ યાત્રા શુક્રવારે ફરીથી આરંભી હતી. ભગવતી નગર આધાર શિબિરથી 137 યાત્રાળુને લીલી ઝંડી દેખાડી શ્રીનગર ભણી રવાના કરવામાં આવ્યા હતા. શ્રદ્ધાળુઓને સાત ગાડીમાં સલામતીની સાથે રવાના કરાયા હતા.
પ્રતિકૂળ મોસમ અને કાશ્મીરના સંજોગો જોતાં હિમલિંગ સંકોચાઈ ગયું, અઢાર ફૂટથી ઊંચાઈ ઓછી થઈ ગઈ તેમ જ પીગળી ગયું હોવાના ખબર આવવાથી તેમ જ કાશ્મીરમાં છેલ્લા કેટલાક મહિનાઓથી વ્યાપેલી હિંસાને લીધે પણ અમરનાથ યાત્રા પર માઠી અસર પડી છે. અમરનાથ શ્રાઈન બોર્ડે કહ્યું કે આ વર્ષે મેડિકલ સંબંધિત કારણોને લીધે મૃતકોની સંખ્યા ઓછી રહી છે. અમે 13 વર્ષથી ઓછી ઉંમરના અને 75 વર્ષ કરતાં વધુ ઉમરના લોકો તેમ જ છ સપ્તાહ કે તેનાથી વધારે મુદતની ગર્ભવતી મહિલાઓેનો યાત્રામાં સમાવેશ કરવા પર બંધી લગાડવામાં આવી છે. રવિવારે શ્રાવણની પૂર્ણિમા, બળેવ તેમ જ રક્ષાબંધન અવસરે છડી મુબારક પૂજનવિધિ બાદ આ વર્ષની વાર્ષિક અમરનાથ યાત્રા સંપન્ન થશે.

VOTING POLL

ધોરાજી ખાતે ઈદની કરાઈ શાનદાર ઉજવણી

August 22, 2018 at 11:42 am


ધોરાજી ખાતે ઈદ ની શાનદાર ઉજવણી કરાઈ હતી વહેલી સવાર થીજ ધોરાજી શહેર ની દરગાહ ઈબાદત ગાહ અને મિસ્જદો માં મુિસ્લમો ઈબાદત માં મશગુલ બન્યા હતા અને ધોરાજી માં તમામ. મિસ્જદો માં ઈદ ની નમાઝ અદા કરાયેલ હતી અને શહેર ખતીબ હાફિજ અવેશ યારે અલ્વીએ ધોરાજી દરબાર ગઢ પાસે આવેલ શાહી જામ એ મિસ્જદ માં ઈદ ની વિશેસ નમાઝ અદા કરાવેલ હતી અને દેશ ની પ્રગતિ માટે દુઆ કરેલ હતી અને મુિસ્લમો એ એકબીજા ને ગળે મળી ને ઈદ ની મુબારક બાદ પાઠવેલ હતી. અને આ તકે સૈયદ હાજી શફીમિયા બુખારી સઝાદા નશીન સૈયદ પીર અબ્દુલ જલીલશાહ બાવા બુખારી ખલીફા એ શેખુલ ઇસ્લામ સૈયદ હાજી ઈક્બાલબાપુ કાદરી સૈયદ શકીલબાપુ શિરાજી સૈયદ કયુમબાવા શિરાજી મુિસ્લમ અગ્રણી હાજી ઇબ્રાહીમભાઇ કુરેશી ફારુકશેઠ તુંબી એડવોકેટ અમીનભાઈ નવીવાળા પાલિકા ઉપપ્રમુખ મકબુલભાઈ ગરાના પાલિકા સદસ્ય સૈયદ રફીકબાપુ અરબીયાવાળા સૈયદ હનિફમીયાં બુખારી મેમણ સમાજ અગ્રણી અફરોજભાઈ લકડ કુટા બાસિતભાઈ પાનવાળા ડોક્ટર એકીમભાઇ ચામડીયા મોહમ્મદ કાસીમભાઇ ગરાના જબ્બાર નાલબંધ .ઈિમ્તયાઝ ભાઈ પોઠીયાવાલા લઘુમતી ભાજપ ના બોદુભાઇ ચૌહાણ સલીમભાઇ શેખ સાહનવાઝભાઈ પોઠીયાવાળા અમદાવાદ મેમણ સમાજ ના રિયાઝભાઈ દાદાની યુસુફ નવીવાળા અનવરભાઈ ઇંગારીયા યાસીન કુરેશી સહિતનાઆે એ મુબારક બાદ પાઠવી છે

VOTING POLL