અમરનાથ તીર્થ યાત્રા માટે એડ્વાન્સ રજિસ્ટ્રેશન ૧લી માર્ચથી શરૂ

February 3, 2018 at 2:28 pm


બાબા અમરનાથના ભક્તો માટે ખુશખબર છે. બાબા બર્ફાનીનાં દર્શન માટે ૨૮ જૂનથી શરૂ થનારી વાર્ષિક અમરનાથ તીર્થ યાત્રા માટે એડ્વાન્સ રજિસ્ટ્રેશન ૧લી માર્ચથી શરૂ થઈ જશે. દેશભરમાં પંજાબ નેશનલ બેન્ક, જમ્મુ- કાશ્મીર બેન્ક, યશ બેન્કની ૩૨ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં ફેલાયેલી ૪૩૦ શાખામાં અમરનાથ યાત્રાનું રજિસ્ટ્રેશન ૧લી માર્ચથી શરૂ થઈ જશે.

દરમિયાન શુક્રવારે જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ એન.એન. વોહરાએ શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડના સભ્યો સાથે બેઠક કરીને અમરનાથ યાત્રા માટેની વ્યવસ્થા અંગે સમીક્ષા કરી હતી. તેમણે અમરનાથ યાત્રાની તૈયારી અંગે જરૂરી દિશા નિર્દેશો આપ્યા હતા. આ બેઠકમાં રાજ્યપાલ વોહરાએ એવી સૂચના આપી હતી કે બેન્કોની તમામ શાખામાં દરરોજ થનારા શ્રદ્ધાળુઓના એડ્વાન્સ રજિસ્ટ્રેશનની જાણકારી દૈનિક ધોરણે શ્રાઈન બોર્ડ દ્વારા હાથ ધરવામાં આવે.

રાજ્યપાલે એવી પણ સૂચના આપી છે કે તમામ બેન્ક શાખા એ ખાસ સુ નિશ્ચિત કરે કે દરરોજ નિર્ધારિત સંખ્યાથી વધુ યાત્રીઓનું રજિસ્ટ્રેશન ન થાય, ભલે પછી તેઓ જરૂરી તબીબી પ્રમાણપત્ર કેમ ન લાવે ? વોહરાએ બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરને ૧૩ વર્ષથી ઓછી ઉંમરના અને ૭૫ વર્ષથી વધુ વયની કોઈ પણ વ્યક્તિનું રજિસ્ટ્રેશન ન થાય તે ખાસ જુએ.

અમરનાથ શ્રાઈન બોર્ડના અધ્યક્ષ અને રાજ્યપાલ એન.એન. વોહરાએ યાત્રા માટે યોગ્ય વ્યવસ્થા અને તૈયારીઓ કરવા સૂચના આપી હતી. ૨૮ જૂને શરૂ થનારી અમરનાથ યાત્રા ૨૬ ઓગસ્ટના રોજ સંપન્ન થશે. બેઠકમાં રાજ્યપાલે બાલતાલ અને પહેલગામ બંને રૂટ પર કરવામાં આવેલ વ્યવસ્થા અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.

તેમાં પીવાનાં પાણી, વીજળી સપ્લાય, રહેવાની વ્યવસ્થા, હંગામી શૌચાલયો અને સ્નાન વગેરેની વ્યવસ્થા અંગે રાજ્યપાલને વાકેફ કરવામાં આવ્યા હતા. રાજ્યપાલની મંજૂરી બાદ રૂ. દોઢ કરોડના ખર્ચે અમરનાથ યાત્રીઓ માટે ૬૨૯ પ્રી-ફેબ્રિકેટેડ શૌચાલય બનાવવામાં આવશે, જેની સંખ્યા ગઈ સાલની તુલનાએ ૧૫૭ વધુ હશે. રાજ્યપાલે એવી પણ સૂચના આપવામાં આવી છે કે યાત્રા પૂર્વે ઘોડાવાળાઓ અને ટેન્ટવાળાઓનું રજિસ્ટ્રેશન કરી તેમનો વીમો લેવામાં આવે.

VOTING POLL

ધોળી ધજાધારી ગોપનાથ મહાદેવઃ જ્યાં નરસિંહ મહેતાને શિવજી પ્રસન્ન થયા હતા

February 2, 2018 at 2:19 pm


ગોપનાથ મહાદેવની સ્મૃતિ કરતાં ભક્ત કવિ નરસૈંયાની સ્મૃતિ સહેજે થઈ આવે છે. કાઠિયાવાડના ભાવનગર જિલ્લામાં તળાજા નજીક આવેલા ગોપનાથજી મહાદેવનું ધાર્મિક મહત્વ વિશેષ છે. આધ્યાત્મિક વૃત્તિ ધરાવતા લોકો માટે તથા શિવ ભક્તો માટે ગોપનાથ ભક્તિઅર્ઘ્ય અર્પણ કરવાનું પહેલું ઠેકાણું છે. વળી, અહીં શિલ્પ સ્થાપત્યથી માંડીને સાંસ્કૃતિક અવશેષોનો ખજાનો છે.

ગોપનાથ મહાદેવની સ્થાપના પાછળ એવી દંતકથા છે કે, ઇ.સ. સોળના સૈકામાં રાજપીપળાના ગોહિલ રાજા ગોપસિંહજીએ આ મહાદેવની સ્થાપના કરી હતી. અહીં ઊંચાં ઊંચાં તાડનાં વૃક્ષો હતાં. એમ પણ કહેવાય છે કે બારમી સદીમાં અહીં મોટું બંદર હોવાને કારણે વહાણવટું થતું હતું.

આ પ્રાચીન ધામમાં સંતશિરોમણિ એવા નરસિંહ મહેતાએ ભાભીનાં મહેણાં ટોણાંથી પોતાના ઘરનો ત્યાગ કર્યો હતો અને સાત સાત દિવસ સુંધી આ સ્થળે તપ કર્યું હતું. ત્યારે તેમને આ સ્થળે જ ભગવાન શંકરનો સાક્ષાત્કાર થયો હતો અને ભોળાનાથે પ્રસન્ન થઈને તેમને ભક્તિની અવસ્થામાં આ જ સ્થળે રાસલીલાનું દર્શન પણ કરાવ્યું હતું. ત્યારે નરસિંહ મહેતાએ કૃષ્ણ ભક્તિનાં અનેક પદો, પ્રભાતિયા,અને ભજનો અહીં જ રચ્યાં હતાં.

તે બાદ નરસિંહ મહેતા ઘણા દિવસો સુધી આ સ્થળે રહ્યા હતાં. આ દંતકથા જો સાચી હોય તો આ મંદિર ઈ.સ.ના ૧૫માં શતકથી પ્રાચીન તો હોવું જ જોઈએ. જો કે અત્રે એ વાત અવશ્ય યાદ રાખવી જોઈએ કે ગોપનાથની ખાડી તો ઘણા પ્રાચીન કાળથી પ્રસિદ્ધ છે. શ્રાવણ મહિનાના છેલ્લા ત્રણ-ચાર દિવસ દરમિયાન અહીં મોટા મેળાનું આયોજન થાય છે જ્યાં દૂર દૂરથી ભક્તજનો આવે છે.

ગોપનાથ મહાદેવના મંદિર પર હંમેશાં સફેદ ધજા ફરકતી હોવાથી ગોપનાથ મહાદેવને સ્થાનિક લોકો ‘ધોળી ધજાના દેવ’ તરીકે પણ ઓળખે છે. શ્રાવણ મહિનામાં અહીં ભક્તજનોનો વિશેષ ધસારો રહે છે. ભક્તો બહોળી સંખ્યામાં શિવજીનું પૂજન અર્ચન કરીને કૃતાર્થ થાય છે. અહીં જવા માટે ભાવનગર જવું પડે છે. જ્યાંથી તળાજા આશરે ૪૦-૪૨ કિલોમીટર છે. તળાજાથી ગોપનાથ મહાદેવ ૨૨ કિલોમીટર જેટલું દૂર છે.

ગોપનાથ મહાદેવને

VOTING POLL

હિમાચલમાં આ સ્થળે ભગવાન શંકરે કર્યા હતા માતા પાર્વતી સાથે લગ્ન

February 1, 2018 at 4:07 pm


શિવરાત્રી એક પાવન દિવસ મનવામાં આવે છે. તે દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયાં હતાં. ભગવાન શિવ અને માતા પાર્વતીને લઇને દેશભરમાં અલગ-અલગ કથાઓ પ્રચલિત છે. તેમાંથી એક માન્યતા અનુસાર ભગવાન શંકરે હિમાલયથી મંદાકિની ક્ષેત્રના ત્રિયુગીનારાયણ મંદિરમાં માતાપાર્વતી સાથે લગ્ન કર્યા હતાં. કેદારનાથી 19 કિમી પહેલા ગંગોતરી, બૂઢાકેદાર સોનપ્રયાનના રાસ્તઓના નજીક આ મંદિર આવેલું છે. તેનું પ્રમાણ અહીં પ્રગટેલી જ્યોતિ છે, જે ત્રેતાયુગથી નિરંતર પ્રગટે છે. માનવામાં આવે છે કે ભગવાન શંકર અને માતાપાર્વતીએ આ જ્યોતના સામે જ ફેરા લઇ લગ્નના બંધંનમાં બંધાયા હતાં.

હિંદુ પૌરાણિક ગ્રંથોના અનુસાર પાર્વતીના સ્વરૂપમાં માતા સતીનો પુનર્જન્મ થયો હતો. માતા પાર્વતીએ ધ્યાન અને સાધનાથી ભગવાન શિવનું મન જીત્યું હતું. જે સ્થાન પર માતા પાર્વતીએ સાધના કરી તે સ્થાનને ગૌરી કુંડ કહેવામાં આવે છે. જે ભક્તો ત્રિયુગીનારાયણ જાય છે તે ગૌરીકુંડના દર્શન અવશ્ય કરે છે. પૌરાણિક ગ્રંથ દર્શાવે છે કે શિવજીએ ગુપ્ત કાશીમાં માતા પાર્વતીની સામે લગ્ન પ્રસ્તાવ રાખ્યો હતો.

તે પછી બંનેના લગ્ન ત્રિયુગીનારાયણ ગામમાં મંદાકિની સોન અને ગંગાના મિલન સ્થળ પર સંપન્ન થયા. અહીં શિવ પાર્વતીના લગ્નમાં શ્રી વિષ્ણુએ પાર્વતીના ભાઇના સ્વરૂપમાં દરેક વિધિઓનું પાલન કર્યું હતું. જ્યારે બ્રહ્મા આ વિવાહમાં પુરોહિત બન્યાં હતાં. તે સમય દરમિયાન સંત-મુનિઓએ આ સમારોહમાં ભાગ લીધો હતો.
અહીં ત્રણ કુંડ સ્થાપિત છે. જેને રૂદ્ર કુંડ, વિષ્ણુ કુંડ અને બ્રહ્મા કુંડ કહેવાય છે. આ કુંડમાં લગ્ન પહેલા તમામ દેવતાઓએ સ્નાન કર્યું હતું. આ ત્રણ કુંડમાં પાણી સરસ્વતી કુંડથી આવે છે. સરસ્વતી કુંડનું નિર્માણ શ્રી વિષ્ણુની નાસિકાથી થયું હતું. સાથે જ એવી પણ માન્યતા છે કે કુંડમાં સ્નાન કરવાથી સંતાનહીનને સંતાન પ્રાપ્ત થાય છે.

VOTING POLL