આજે પ્રભુ ઈશુના જન્મના વધામણાંઃ દેવળોમાં ધામધૂમથી કરેલી ઉજવણી

December 25, 2018 at 7:05 pm


આજે ભગવાન ઈશુનો જન્મદિવસ એટલે કે નાતાલ જેને અંગ્રેજીમાં ક્રિસમસ તરીકે આેળખવામાં આવે છે. દેશભરનાં દેવળોમાં પ્રભુ ઈશુના જન્મના વધામણાં માટે સુંદર આયોજનો કરવામાં આવ્યા છે. રાજકોટમાં પણ રહેતાં િખ્રસ્તી પરિવારોમાં આનંદ અને ઉલ્લાસ જોવા મળી રહ્યાે છે. ગઈકાલ રાત્રે 12-00 કલાકથી હેપ્પી ક્રિસમસ કહીને સૌ એકબીજાને મુબારક પાઠવી રહ્યાં છે. સૌરાષ્ટ્રભરમાં આવેલા ચર્ચમાં ભગવાન ઈશુના આગમનને વધાવવા સુંદર ઉજવણી કરવામાં આવી રહી છે.

દેખીતી રીતે જ ભગવાન ઈશુના નવા વર્ષની ઉજવણીનો પ્રારંભ નાતાલ દ્વારા થાય છે. માટે ક્રિòન પરિવારો ધામધૂમથી ઉજવણી કરીને નવા વર્ષના આગમનને પણ ઉજવી રહ્યાં છે. સમગ્ર ગુજરાતમાં ક્રિòન પરિવારોની સંખ્યા 6થી 7 લાખ છે અને રાજકોટમાં 5થી 6 હજારની વસ્તી છે ત્યારે રાજકોટ શહેરમાં આઈપી મિશન સ્કૂલની બાજુમાં આવેલા સી.એન.આઈ. ચર્ચ, મોચી બજારમાં આવેલા રોમન કેથેલીક ચર્ચ, શ્રાેફ રોડ પર આવેલા ક્રાઈસ્ટ ચર્ચ, ભોમેશ્વરમાં આવેલા પેન્ટીકોસ્ટલ ચર્ચ તેમજ કાલાવડ રોડ પર રોમન કેથેલીક સંપદાયનું લવ ટેમ્પલ જેને પ્રેમ મંદિર તરીકે આેળખવામાં આવે છે ત્યાં પણ ભગવાન ઈશુની પ્રાર્થના માટે દર રવિવારે િખ્રસ્તી પરિવારો બહોળી સંખ્યામાં ઉમટી પડે છે. શહેરનાં તમામ ચર્ચમાં રોશની ઝળહળી રહી છે તેમજ ક્રિòન પરિવારના આંગણે તારાઆે ટમટમી રહ્યા છે અને શાંતાક્લોઝના લાલ રંગના કપડાંનો ધૂમ વેંચાણ થઈ રહ્યું છે. નાતાલ પર્વ નિમિતે મધરાત્રીથી જ ઉજવણી કરવામાં આવે છે જેમાં ભગવાન ઈશુના જન્મની પ્રાર્થનાનું અનેરું મહત્વ રહેલું છે. આજે સવારે શહેરનાં તમામ દેવળોમાં સવારે પ્રાર્થના તથા સાંજે ચારથી રાત્રે બાર વાગ્યા સુધી ચર્ચના દ્વાર ઉઘાડા રહેશે તેમજ જાત-જાતની ઉજવણી કરવામાં આવશે. રાજકોટમાં ક્રિસમસની ધામધૂમથી તૈયારીઆે ચાલી રહી હતી તેની વચ્ચે ક્રિસમસના આગમનની પૂર્વે રાજકોટની સેન્ટમેરી સ્કૂલ દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રામાં અનેક લોકો શાંતાકલોઝના પરિધાનમાં જોડાયા હતાં. કાલાવડ રોડથી કિસાનપરા ચોક સુધી આ યાત્રા કાઢવામાં આવી હતી. તેમજ શહેરના તમામ ચર્ચમાં વિવિધ કાર્યક્રમોની હારમાળા આજે જોવા મળી રહી છે. િખ્રસ્તી પરિવાર આમ તો શાંતિપ્રિય માનવામાં આવે છે પરંતુ નાતાલની ઉજવણીમાં પાવરધા જોવા મળી રહ્યાં છે. આજના દિવસથી શહેરની નાની-મોટી હોટલો તથા રેસ્ટોરેન્ટમાં પણ િખ્રસ્તી સમુદાયને તેમજ બાળકોને રિઝવવા માટેશા શાંતાકલોઝના પહેરવેશમાં સજજ થઈને કલાકારો ચોકલેટ અને રમકડાંની ભેટ કરતાં જોવા મળી રહ્યાં છે. શાંતાકલોઝને જોઈને બાળકો ખૂબ જ ખુશખુશાલ જોવા મળી રહ્યાં છે. તેમજ હજૂ પણ એક અઠવાડિયું સફેદ દાઢીધારી બાળકોના વ્હાલા શાંતાકલોઝ ઠેર-ઠેર લોકોને ખુશ કરતાં જોવા મળશે.

VOTING POLL

આવી આનંદી નાતાલ… જનમ્યા ખ્રિસ્તી પ્રભુ જિજસ

at 11:36 am


આજે ભગવાન ઈશુનો જન્મદિવસ એટલે કે નાતાલ જેને અંગ્રેજીમાં ક્રિસમસ તરીકે આેળખવામાં આવે છે. દેશભરનાં દેવળોમાં પ્રભુ ઈશુના જન્મના વધામણાં માટે સુંદર આયોજનો કરવામાં આવ્યા છે. રાજકોટમાં પણ રહેતાં ખ્રિસ્તી પરિવારોમાં આનંદ અને ઉલ્લાસ જોવા મળી રહ્યાે છે. ગઈકાલ રાત્રે 12-00 કલાકથી હેપ્પી ક્રિસમસ કહીને સૌ એકબીજાને મુબારક પાઠવી રહ્યાં છે. સૌરાષ્ટ્રભરમાં આવેલા ચર્ચમાં ભગવાન ઈશુના આગમનને વધાવવા સુંદર ઉજવણી કરવામાં આવી રહી છે.

દેખીતી રીતે જ ભગવાન ઈશુના નવા વર્ષની ઉજવણીનો પ્રારંભ નાતાલ દ્વારા થાય છે. માટે ક્રિòન પરિવારો ધામધૂમથી ઉજવણી કરીને નવા વર્ષના આગમનને પણ ઉજવી રહ્યાં છે. સમગ્ર ગુજરાતમાં ક્રિòન પરિવારોની સંખ્યા 6થી 7 લાખ છે અને રાજકોટમાં 5થી 6 હજારની વસ્તી છે ત્યારે રાજકોટ શહેરમાં આઈપી મિશન સ્કૂલની બાજુમાં આવેલા સી.એન.આઈ. ચર્ચ, મોચી બજારમાં આવેલા રોમન કેથેલીક ચર્ચ, શ્રાેફ રોડ પર આવેલા ક્રાઈસ્ટ ચર્ચ, ભોમેશ્વરમાં આવેલા પેન્ટીકોસ્ટલ ચર્ચ તેમજ કાલાવડ રોડ પર રોમન કેથેલીક સંપદાયનું લવ ટેમ્પલ જેને પ્રેમ મંદિર તરીકે આેળખવામાં આવે છે ત્યાં પણ ભગવાન ઈશુની પ્રાર્થના માટે દર રવિવારે િખ્રસ્તી પરિવારો બહોળી સંખ્યામાં ઉમટી પડે છે. શહેરનાં તમામ ચર્ચમાં રોશની ઝળહળી રહી છે તેમજ ક્રિòન પરિવારના આંગણે તારાઆે ટમટમી રહ્યા છે અને શાંતાક્લોઝના લાલ રંગના કપડાંનો ધૂમ વેંચાણ થઈ રહ્યું છે. નાતાલ પર્વ નિમિતે મધરાત્રીથી જ ઉજવણી કરવામાં આવે છે જેમાં ભગવાન ઈશુના જન્મની પ્રાર્થનાનું અનેરું મહત્વ રહેલું છે. આજે સવારે શહેરનાં તમામ દેવળોમાં સવારે પ્રાર્થના તથા સાંજે ચારથી રાત્રે બાર વાગ્યા સુધી ચર્ચના દ્વાર ઉઘાડા રહેશે તેમજ જાત-જાતની ઉજવણી કરવામાં આવશે.

રાજકોટમાં ક્રિસમસની ધામધૂમથી તૈયારીઆે ચાલી રહી હતી તેની વચ્ચે ક્રિસમસના આગમનની પૂર્વે રાજકોટની સેન્ટમેરી સ્કૂલ દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રામાં અનેક લોકો શાંતાકલોઝના પરિધાનમાં જોડાયા હતાં. કાલાવડ રોડથી કિસાનપરા ચોક સુધી આ યાત્રા કાઢવામાં આવી હતી. તેમજ શહેરના તમામ ચર્ચમાં વિવિધ કાર્યક્રમોની હારમાળા આજે જોવા મળી રહી છે. િખ્રસ્તી પરિવાર આમ તો શાંતિપ્રિય માનવામાં આવે છે પરંતુ નાતાલની ઉજવણીમાં પાવરધા જોવા મળી રહ્યાં છે. આજના દિવસથી શહેરની નાની-મોટી હોટલો તથા રેસ્ટોરેન્ટમાં પણ િખ્રસ્તી સમુદાયને તેમજ બાળકોને રિઝવવા માટેશા શાંતાકલોઝના પહેરવેશમાં સજજ થઈને કલાકારો ચોકલેટ અને રમકડાંની ભેટ કરતાં જોવા મળી રહ્યાં છે. શાંતાકલોઝને જોઈને બાળકો ખૂબ જ ખુશખુશાલ જોવા મળી રહ્યાં છે. તેમજ હજૂ પણ એક અઠવાડિયું સફેદ દાઢીધારી બાળકોના વ્હાલા શાંતાકલોઝ ઠેર-ઠેર લોકોને ખુશ કરતાં જોવા મળશે.

VOTING POLL

પૂ.મહંતસ્વામીનાં હસ્તે 35 યુવાનોએ દીક્ષા અંગીકાર કરી

December 13, 2018 at 12:54 pm


વિશ્વ વંદનીય સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજનો 98મો જન્મજયંતી મહોત્સવ તા. 5 થી 15 ડિસેમ્બર દરમ્યાન માધાપર-મોરબી બાયપાસ રોડ,રાજકોટ ખાતે આવેલા વિશાળ સ્વામિનારાયણનગરમાં ભવ્યતા અને દિવ્યતાથી ઉજવાઈ રહ્યાે છે. દરરોજના લાખો વિદ્યાર્થીઆે અને ભાવિક-ભક્તો આ મહોત્સવની મુલાકાત લઈ રહ્યા છે. પ્રમુખસ્વામી મંડપમમાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં બી.એ.પી.એસ. સંસ્થાના સંગીતજ્ઞ સંતોએ ભાવિક-ભક્તોને કીર્તન-ભિક્તથી રસબોળ કર્યા. સંતોના સુમધુર કંઠે ગવાયેલ ભિક્તપદો સાંભળી હરિભક્તો કીર્તન-ભિક્તમય બન્યાં હતા.

આજે ગુરુવારે સવારે 5ઃ30 કલાકે સ્વામિનારાયણ નગર સ્થિત પ્રમુખસ્વામી મંડપમમાં પ.પૂ.મહંતસ્વામી મહારાજના પ્રાતઃપૂજા દર્શનનો લાભ પ્રાપ્ત થયો હતો. આજનો દિવસ રાજકોટ સત્સંગ માટે ખરેખર ભાગ્યવંત અને પુÎયવંત રહ્યાે.20 વર્ષ પૂર્વે ઈ.સ. 1998માંઆજ રાજકોટની ધરા પર પ્રમુખસ્વામી મહારાજ 78મો જન્મજયંતી મહોત્સવ અનેરાજકોટ મંદિર મૂતિર્પ્રતિષ્ઠા મહોત્સવ ઉપક્રમેસંત દીક્ષા સમારોહ યોજાયો હતો. જેમાં અનેક નવયુવાનોએ પ્રમુખસ્વામી મહારાજના હસ્તે દીક્ષા ગ્રહણ કરી હતી.

એજ ઈતિહાસ આજે પુનઃ દોહરાયો.સુપ્રભાતે 7ઃ30 કલાકે પ્રમુખસ્વામી મંડપમમાં ભાગવતી દીક્ષા સમારોહની વેદોક્ત વિધિથી શરૂઆત થઈ. આ દીક્ષા સમારોહમાં કુલ 35 નવયુવાનો મહંતસ્વામી મહારાજના હસ્તે દીક્ષા ગ્રહણ કરી અક્ષરમ અહં પુરુષોત્તમદાસોિસ્મ દીક્ષા મંત્ર ગ્રહણ કરી ભાગવતી દીક્ષા પ્રાપ્ત કરી હતી. બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંપ્રદાયનાઅનુયાયીઆેબે પ્રકારે દીક્ષા ગ્રહણ કરે છે. ગૃહસ્થ હરિભક્તો વર્તમાન વિધિ દ્વારા શરણાગતિ પ્રાપ્ત કરે છે અને ત્યાગાશ્રમના પંથે પ્રયાણ કરવા ઈચ્છુક મુમુક્ષુઆેએસૌ પ્રથમ સારંગપુર ખાતે ચાલી રહેલા સંત-તાલીમ કેન્દ્રમાં ત્રણ વર્ષ સાધક તરીકે અભ્યાસ કરી અને ત્યારબાદ પાર્ષદી દીક્ષા અને અંતે ભાગવતી દીક્ષા ગ્રહણ કરી સંતત્વ પ્રાપ્ત કરે છે. ભાગવતી દીક્ષા સમારોહમાં દીક્ષા ગ્રહણ કરેલનવયુવાનોમાંપરદેશના(અમરિકાના 7 અને કેનેડાના 1) 8 યુવાનો,એમબીએ, એમ.ઈ.અને પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલ 7 યુવાનો, ગ્રેજ્યુએટ થયેલા 9 યુવાનો, ફીઝીયોથેરાપીસ્ટ, નર્સિંગ અનેએન્જીનીયરીગ કરેલાં એમ કુલ 35 સુશિક્ષિત અને સુચરિત નવયુવાનોએ દીક્ષા પ્રાપ્ત કરી હતી.

સાંસ્કૃતિક કાર્યક્રમ અને હાસ્ય સંગત
આજે સાયંકાળે 7ઃ30થી 10ઃ30 દરમ્યાન સાંસ્કૃતિક કાર્યક્રમમાં બી.એ.પી.એસ. સંસ્થાના વરિષ્ઠ સંતવર્ય અને સ્વામિનારાયણ અક્ષરધામ ગાંધીનગરના મહંત પૂ.આનંદસ્વરુપ સ્વામી પ્રેરક વક્તવ્યનો લાભ આપશે. ત્યારબાદ ગુજરાતના પ્રસિÙ હાસ્યકલાકારો સાંઈરામભાઈ દવે અને સુખદેવભાઈ ધામેલિયાહાસ્યકળા દ્વારા ઉપસ્થિત ભાવિક-ભક્તોને હાસ્યરસમાં તરબોળ કરશે. આવતીકાલે સવારે કાલાવડ રોડ પર આવેલા રાજકોટ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે Üીદશાબ્દી મહોત્સવ પાટોત્સવવિધિ તથા ઉતમોતમ મહાભિષેકવિધિ યોજાશે અને નૂતન નીલકંઠવણ}મંડપમનું ઉદઘાટન પરમ મહંતસ્વામી મહારાજના હસ્તે થશે.

VOTING POLL

આજે બીએપીએસ સંસ્થાના સંગીતજ્ઞ સંતો દ્વારા કીર્તન આરાધના

December 12, 2018 at 6:32 pm


વિશ્વ વંદનીય સંતવિભૂતિ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનો 98મો જન્મજયંતી મહોત્સવ તારીખ 5 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર દરમ્યાન માધાપર-મોરબી બાયપાસ રોડ, રાજકોટ ખાતે આવેલા વિશાળ સ્વામિનારાયણનગરમાં ભવ્યતા અને દિવ્યતાથી ઉજવાઈ રહ્યાે છે. દરરોજના લાખો વિદ્યાર્થીઆે અને ભાવિક-ભક્તો આ નગરની મુલાકાત લઇ રહ્યા છે.

સ્વામિનારાયણ વિશ્વશાંતિ મહાયજ્ઞના અંતિમ દિનનો શુભારંભ પવિત્ર સંતો અને બ્રાûણકોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે કરાવ્યો. મહાયજ્ઞના તૃતીય દિને 5000 યજમાનોએ વિશ્વશાંતિ અને જનકલ્યાણની ભાવના સાથે યજ્ઞદેવતાને આહુતિ અર્પણ કરી.
આ મહાયજ્ઞનાતૃતીય દિનેપણ પ.પૂ. મહંતસ્વામી મહારાજે પધારી યજ્ઞવિધિમાં સિમ્મલિત થઇ યજ્ઞના ફળરુપ આશીર્વચન આપ્યા હતા.
વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવઃ ઉદૃઘોષ સમારોહ મંગળવારે સાયંકાળે7ઃ 30થી 10ઃ30 દરમ્યાન સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભગવાન સ્વામિનારાયણ ઉદૃબોધિત ધર્મગ્રંથ વચનામૃતને 200 વર્ષપૂર્ણ થઇ રહ્યા છે તે નિમિત્તે વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવનો ઉદૃઘોષ સમારોહ યોજાયો હતો. આ મહોત્સવની ઉજવણી આગમી સમગ્ર વર્ષ દરમ્યાન કરવામાં આવશે.

આ ઉદૃઘોષ સમારોહમાં પ.પૂ. મહંતસ્વામી મહારાજે ઉપસ્થિત રહી વચનામૃતનું મહાત્મ્ય અને મહિમા દૃઢ કરાવતાં કૃપા-આશિષ પાઠવ્યાં હતા કે,વચનામૃત મહારાજનું સ્વરુપ છે.વચનામૃતને આદરપૂર્વક રાખી તેનું વાંચન કરવું.આપણા જીવમાં જે અંધકાર છે તેને વચનામૃત દુર કરી દેશે.એક વાર બે વાર પાંચ વાર નિત્યે અભ્યાસ કરશો તો કામ થઈ જશે. સ્વામિનારાયણ નગરમાં રક્તદાન યજ્ઞઃ સ્વામિનારાયણ નગરમાં છેલ્લાછ દિવસથી બ્લડ ડોનેશન કેમ્પ ચાલી રહ્યાે છે. જેમાં 1337થી વધુ પુરુષ-મહિલા ભક્તો-ભાવિકોએ, 60થી અધિક સંતો દ્વારા 5,61,573સીસી રક્તનું દાન કરાયું.રક્તદાન યજ્ઞની વિશેષતાઃ 1,337થી વધુ પુરુષ-મહિલા હરિભક્તોએ કર્યું રક્તદાન, 60થી વધુ સંતો દ્વારા રક્તદાન, છદિવસમાં કુલ5,61,573સીસીરક્ત એકત્ર, 15થી વધુ ડોકટરોની ટીમ સેવારત, તા.14/12/2018 સુધી રક્તદાન યજ્ઞ કાર્યરત.(અનુ. આઠમાં પાને) સંત કીર્તન આરાધના ઃ (12/12/2018)બુધવારઃ કીર્તન-ભિક્તને નવધા ભિક્તમાંની એક ભિક્ત ગણવામાં આવે છે અને તેમાં પણ કાઠિયાવાડની ભૂમિ હંમેશા સંગીત પ્રિય રહી છે.આજે મહોત્સવના આઠમાં દિને સાયંકાળે 7ઃ30 થી 10ઃ30 દરમ્યાન પ્રમુખસ્વામી મંડપમમાં બી.એ.પી.એસ. સંસ્થાના સંગીતજ્ઞ સંતોના મુખેથી ઉપસ્થિત ભાવિક-ભક્તોને કીર્તન આરાધનાનો લાભ પ્રાપ્ત થશે. તેમજ પ.પૂ.મહંતસ્વામી મહારાજ પણ આ કીર્તન આરાધનાઉપસ્થિત રહી દર્શનનો લાભ આપશે.

VOTING POLL

સ્વામિનારાયણનગરમાં લાઈટ એન્ડ સાઉન્ડ શો એટલે ટેકનોલોજી અને આધ્યાિત્મકતાનો અદ્ભૂત સમન્વય

December 11, 2018 at 11:41 am


પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના 98મા જન્મજયંતી નિમિત્તે રાજકોટ ખાતે વિશ્વકક્ષાનો મહોત્સવ ચાલી રહેલો છે. વર્તમાન સમયની અંદર ભારતીય સંસ્કૃતિના મુલ્યો, મંદિરોની સ્થાપના, તેમાં મૂતિર્ રુપે ભગવાનની સેવા-પૂજા, દરેક મનુષ્યનું અંતિમ લક્ષ્ય ભગવાનને પામવાનું છે એ સિદ્ધાંત આ બધી વાતો દરેક મનુષ્યના માનસમાં તેમને પસંદ પડે એ રીતે આધુનિક ટેકનોલોજીથી રજૂ કરવાનું કપરું કાર્ય બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના સંતો, હરિભક્તોએ આ મહોત્સવ નિમિત્તે હાથ ધરેલ છે. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે તેમના જીવનકાળ દરમ્યાન માનવ અને સમાજ ઉત્કર્ષનાં અનેક કાર્યો કર્યા છે. જેમાંથી એક છે મંદિરોના નિમાર્ણનું. તેઆેએ દિલ્હી અક્ષરધામ, ગાંધીનગર અક્ષરધામ સહિતના 1200 કરતાં વધુ મંદિરો બાંધી અનેક મુમુક્ષુઆેના જીવનમાં ઊચી અધ્યાિત્મક સ્થિતિ પ્રાપ્ત કરાવી છે. આજના જમાનામાં મનુષ્ય ચિન્તા, તણાવ અને જવાબદારીઆેથી થાકીને વ્યસનનો રસ્તો પસંદ કરે છે, આવા સંજોગોમાં મંદિરો કઈ રીતે ઉપયોગી બની શકે, મંદિરોના શાંતિ સંદેશની મહત્તા, જીવનમાં આવતા કોઈપણ પ્રશ્નોના સમાધાનમાં મંદિરની ભૂમિકા, સાચા સુખ માટે મંદિરો, ભગવાનનો જીવનમાં સાક્ષાત્કાર કરવા માટે મંદિરોની જરુરિયાત, મંદિરની રચનામાં તેના દરેક ભાગનું શાસ્ત્રાેક્ત કારણ અને મહતત્વ જેવી મંદિર સાથે સંકળાયેલ અનેક વાસ્તવિકતાઆે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના 98મા જન્મજયંતી નિમિત્તેરચવામાં આવેલ સ્વામિનારાયણ નગરમાં 120 ફૂટ પહોળી અને 40 ફૂટ ઊચી સ્ક્રીનનાં માધ્યમથી વ્હાઈટ સ્ક્રીન પ્રાેજેક્ટર, લાઈટ, સાઉન્ડ અને બાળકોના નૃત્યથી દરેક વ્યિક્તના માનસમાં સહજ રીતે ઉતરી જાય, સમજાય જાય એવો પ્રયાસ લાઈટ એન્ડ સાઉન્ડ શો દ્વારા કરવામાં આવ્યો છે.

આ લાઈટ એન્ડ સાઉન્ડ શોના આયોજનમાં સંસ્થાના 10 સંતો જોડાયા હતા. જેમના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ સમગ્ર શો તૈયાર કરવામાં આવ્યો છે. સંતો, હરિભક્તો, બાળકો, યુવાનો, આ પ્રકારના કાર્ય કરતા તજજ્ઞોના અથાક પરિશ્રમ, શ્રદ્ધા, સેવા અને સમર્પણથી નિમાર્ણ પામ્યો છે. જેના પાછળ આશ્ચર્ય પમાડે એવું આયોજન, પરિશ્રમ, શ્રદ્ધા અને ધીરજ રહેલી છે. 100 કરતા વધારે લાઈટોનું કલર વેરીએશન અને મુવમેન્ટ સાથે સંચાલન, અત્યાધુનિક 20000 લ્યુમીન્સના કુલ ચાર વ્હાઈટ સ્ક્રીન પ્રાેજેક્ટર અને અત્યાધુનિક સાઉન્ડ સિસ્ટમના સમન્વય સાથે આ શો રજૂ કરવામાં આવે છે. તેની સાથે 120 ફૂટ લાંબા અને 25 ફૂટ પહોળાઈના સ્ટેજ પર 5 વર્ષના બાળકોથી લઈ 26 વર્ષના યુવકોના નૃત્યની રજૂઆત સૌને ખૂબ આકર્ષિત કરી રહી છે. જેમાં કુલ 170 જેટલા બાળકો શાળા અને અભ્યાસની સાથે સાથે છેલ્લા 15 દિવસથી પ્રેક્ટીસ કરી રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન પણ દરેક બાળક રાત્રીના 11 વાગ્યા સુધી રોકાઈને લોકો સુધી પ્રમુખસ્વામી મહારાજની જીવન ભાવના અને મંદિરનો શાંતિ સંદેશ પહાેંચાડવા, નિસ્વાર્થ ભાવે, માત્ર અને માત્ર ભગવાન અને પોતાના ગુરુને રાજી કરવા માટે અમૂલ્ય સેવા આપી રહ્યા છે.

લાઈટ, સાઉન્ડ, સ્ક્રીન અને બાળકોના નૃત્યની સાથે સ્ટેજની મનમોહક રચના 500 કરતાં વધારે સ્વયંસેવકો 1 મહિનાની મહેનત અને કુશળ કારીગરીનું આદર્શ ઉદાહરણ છે. સ્ટેજની એક તરફ અત્યંત વાસ્તવિક લાગતું મંદિર અને બીજી તરફ બનાવવામાં આવેલ ઘર પ્લાયવુડ અને ફાઈબરમાંથી કુશળ કારીગરોની જહેમત બાદ 1 મહિના જેટલા સમયગાળામાં નિમાર્ણ પામ્યું છે. મંદિરનો શાંતિ સંદેશ આ શો જોનારા દરેક વ્યિક્તના મનમાં કાયમી માટે અંકિત થઈ જાય તે માટે આ શોમાં દશાર્વવામાં આવતા વિડીઆેને અસરકારક બનાવવા એનિમેસન ક્ષેત્રમાં નિષ્ણાત એવી કંપનીએ પણ સારી સેવા આપી છે. આ કુલ 33 મીનીટનો શો એકસાથે 35000 જેટલા પ્રેક્ષકો નિહાળી શકે તે માટે ચાર અન્ય સ્ક્રીન પણ મૂકવામાં આવી છે. સાંજના 7ઃ00 વાગ્યા પછી 10 વાગ્યા સુધીમાં કુલ 3 શો દરરોજ રજૂ કરવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ વ્હાઈટ સ્ક્રીન પ્રાેજેક્ટર લાઈટ એન્ડ સાઉન્ડ શોને રોજે રોજ લાખોની સંખ્યામાં લોકો નિહાળી રહ્યા છે અને ભારતીય સંસ્કૃતિ અને સમાજનું અભિન્ન અંગ એવા મંદિરો અને મૂતિર્પૂજાને લોકો સમજી અને પોતાના જીવનમાં દૃઢ કરી રહ્યા છે.

પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના 98મા જન્મજયંતી ઉપક્રમે યોજાયેલ મહોત્સવથી ભારતીય સંસ્કૃતિના મુલ્યો દરેક મનુષ્યના જીવનમાં દૃઢ થાય, વ્યવહારમાં તેની જરુરિયાત અને મહત્તા સમજાય તે આ લાઈટ એન્ડ સાઉન્ડ શો તથા મહોત્સવનો મુખ્ય હેતુ છે.

VOTING POLL

આજે રાત્રે પૂ.પ્રમુખ સ્વામીનો 98મો જન્મોત્સવ ઉજવાશે

December 7, 2018 at 4:13 pm


વિશ્વ વંદનીય સંતવિભૂતિ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનો 98મો જન્મજયંતી મહોત્સવ તારીખ 5 ડિસેમ્બર થી 15 ડિસેમ્બર દરમ્યાન માધાપર-મોરબી બાયપાસ રોડ,રાજકોટ ખાતે આવેલા વિશાળ સ્વામિનારાયણનગરમાં ભવ્યતા અને દિવ્યતાથી ઉજવાઈરહ્યાે છે.

મહોત્સવ અને રાજકોટ મંદિર દ્વિદશાિબ્દ મહોત્સવ ઉપક્રમે સ્વામિનારાયણ નગરના પ્રમુખસ્વામી સભા મંડપમાં 15000થી પણ વધુ મહિલા ભાવિકોએ લાભ લીધો હતો. સંમેલનનો આરંભ સ્વામિનારાયણ મહામંત્ર ધુન ગાન તેમજ પ્રાર્થના દ્વારા થયોહતો. ત્યારબાદ યુવતીઆે દ્વારા ‘પાયોજી મ¦ને પુરુષોત્તમ વર પાયો’ કીર્તન પર મંગલાચરણ નૃત્ય રજૂ કરવામાં આવ્યું. મંગલાચરણ બાદ વિરાટ ભિક્ત યાત્રાકાઢવામાં આવી હતી. જેમાં મહિલા સભા – કે જે મહિલાઆેના વ્યિક્તગત અને આધ્યાિત્મક ઉત્કર્ષ નું કાર્ય કરે છે, યુવતી સભા – કે જે યુવતીઆેના ચારિત્ર સંસ્કારો અને સર્વાંગી વિકાસનું જતન કરે છે, બાલિકાઆેના ઘડતર માટે તૈયાર કરવામાં આવેલી બાલિકા સેવિકા સભા, પ્રાર્થના યજ્ઞ, સ્કૂલ કાર્યક્રમ – ‘ચાલો આદર્શ બનીએ’, ડોક્ટર્સ ટીમ, સ્વચ્છતા અભિયાન, કીર્તન આરાધના, વગેરે જેવી બીએપીએસ દ્વારા ચાલતી પ્રવૃિત્તઆેના ફ્લાેટ્સ રજુ કરવામાં આવ્યા હતા. મહિલા સંમેલનમાં પ્રમુખ સ્વામીના 98મા જન્મજયંતી વર્ષ દરમિયાન થયેલી સામાજિક, ધામિર્ક અને લોક-કલ્યાણની પ્રવૃિત્તઆેને રજુ કરતો વિડિયો બતાવવામાં આવ્યો હતો. બાલિકાઆે દ્વારા નૃત્ય નાટિકા-‘ખિસકોલી’ રજૂ કરવામાં આવી હતી. યુવતીઆેદ્વારા પણ સંસ્કૃતિક નૃત્ય દ્વારા શાંતિપાઠનું ગાન કરવામાં આવ્યું હતું.રાજકોટના મહિલા હરિભક્તો પર પ્રમુખસ્વામીની અવિરત ભાગીરથી ગંગા સતત વહેતીરહી છે, એ પ્રસંગોની રજૂઆત કરતો સંવાદ રજૂ થયો હતો.

વિરાટ મહિલા સંમેલનમાંમુખ્ય મહેમાન તરીકે મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, રાજકોટમહિલા મોરચા અધિકારી અંજલીબેન રુપાણી ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત રાજકોટ મેયર બીનાબેન આચાર્ય, જુનાગઢ મેયર આÛશિક્તબેન મજમુદાર, સૌરાષ્ટ્ર યુનિવસિર્ટી વાઇસ ચાન્સેલર નીલાંબરીબેન દવે, મહિલા પુર્વમંત્રી જસુબેન ગોરાડ, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, કાેંગ્રેસ પ્રમુખ કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલા જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મંચસ્થ મહેમાનઆેનુ હારતોરા અને શાલ આેઢાડી સન્માન કરવામાં આવ્યું, અને જન્મજયંતી મહોત્સવની યાદગીરી રુપે સ્મૃતિ ભેટ પણ

આપવામાં આવી હતી. આજે પ્રમુખસ્વામી મહારાજનો અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે 98મો જન્મદિવસ છે. એ નિમિત્તે રાજકોટમાં નિષ્ણાંત ડોક્ટરો દ્વારા વિવિધ પ્રકારના રોગોના નિવારણ અર્થે આર્થીક રીતે જરુરિયાતમંદ દદ}આે માટે નિઃશુલ્ક આૅપરેશન યજ્ઞનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે. જેની પૂતિર્ આવનારા 15-30 દિવસમાં પૂર્ણ થશે. નિષ્ણાંત ડોક્ટરો દ્વારા નિઃશુલ્ક આૅપરેશન યજ્ઞ વિશેષતાઆે ઃ350 થી વધુ આૅપરેશન,આૅપરેશન રજિસ્ટ્રેશન સ્થળ ઃ સ્વામિનારાયણ નગર, સેવાનંદ પ્રદર્શન ખંડની બાજુમાં બ્લડબેંક યુનિટ, રજીસ્ટ્રેશન તાઃ 7/12/2018(રજીસ્ટ્રેશન ફક્ત એક જ દિવસ રહેશે.), રજીસ્ટ્રેશન સમય ઃ સવારે 9ઃ00 થી સાંજે 7ઃ00 સુધી.પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ જેમણે પોતાના 95 વર્ષનું સમગ્ર જીવન માનવ ઉત્કર્ષ અને લોકહિત માટે વિતાવ્યું હતું. બીજાના ભલામાં આપણું જ ભલું છે આ જીવનસૂત્ર સાથે જેમણે લાખોના જીવનમાં સંાવના પ્રસરાવી છે. જેઆેએ માનવતાના મુલ્યોનું, સંુણોનું નિરંતર વહન કર્યું છે એવા
પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજના જીવન પર આધારીત નૃત્યનાટિકા સંત પર મહિતકારીની સાંયકાળે અંºત પ્રસ્તુતિ કરવામાં આવશે.

VOTING POLL

નારી શિક્તને ઉજાગર કરતું વિરાટ મહિલા સંમેલન યોજાશે

December 6, 2018 at 7:40 pm


વિશ્વ વંદનીય સંતવિભૂતિ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનો 98મો જન્મજયંતી મહોત્સવ તારીખ 5 ડિસેમ્બર થી 15 ડિસેમ્બર દરમ્યાન માધાપર-મોરબી બાયપાસ રોડ,રાજકોટ ખાતે આવેલા વિશાળ સ્વામિનારાયણનગરમાં ભવ્યતા અને દિવ્યતાથી ઉજવાશે.
મહોત્સવના પ્રથમ દિનના સાંસ્કૃતિક કાર્યક્રમને શોભવવા માટે કણાર્ટક રાજ્યના રાજ્યપાલ વજુભાઈ વાળાખાસ ઉપસ્થિત રહ્યા હતા. સ્વામિનારાયણ નગરના આકર્ષણ સમો મંદિર થીમ પર આધારિતલાઈટ એન્ડ સાઉન્ડ શો નિહાળી અભિભૂત થયા હતા.આજનાસાંસ્કૃતિક કાર્યક્રમમાં રાજકોટ લોકસભાના સાંસદ શ્રીમોહનભાઈ કુંડારિયાતેમજ ગુજરાત રાજ્યનાશિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન શ્રીધનસુખભાઈ ભંડેરી, રાજકોટ શહેર ભાજપના પ્રમુખશ્રીકમલેશભાઈમીરાણી પણઉપસ્થિતરહ્યા હતા.
તદુપરાંત રાજકોટ શહેરના પ્રતિિષ્ઠતમહાનુભાવોએવામારવાડી ગ્રુપના ચેરમેન શ્રીકેતનભાઈ મારવાડી,શિક્ષણવિદ્ અને ગેલેકસી ગ્રુપના ચેરમેન શ્રીકિરણભાઈ પટેલ, રાજકોટના પ્રખ્યાત સરગમ ક્લબનાચેરમેનશ્રીગુણવંતભાઈ ડેલાવાળાતથાઉદ્યાેગપતિ શ્રીજયંતીભાઈચાંદ્રાએઉપસ્થિત રહીને સાંસ્કૃતિક કાર્યક્રમોનોલાભ માÎયો હતો.આ મહોત્સવ નિમિતે રાજકોટના અગ્રણી ડો. વંભભાઇ કથીરિયાએ સ્વામિનારાયણ નગરમાં આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં 126મી વખત રક્તદાન કર્યું હતું.
બી.એ.પી.એસ.સંસ્થાના વિદ્વાન વક્તા પૂજ્ય આદર્શજીવન સ્વામીએઆ અવસરે પ્રસંગોચિત વક્તવ્યનો લાભ આપ્યો હતો. આજના કાર્યક્રમમાં પÚશ્રીઅને લોકસાહિત્યનાકલાકાર શ્રીભીખુદાનભાઈ ગઢવીએપોતાની રસાળ શૈલીમાંલોકસાહિત્યની રમઝટ બોલાવી હતી. સાંસ્કૃતિકકાર્યક્રમનાઅંતિમચરણમાંપ. પૂ. મહંતસ્વામી મહારાજેઆશીવાર્દ વરસાવી ભક્તો-ભાવિકોને કૃતાર્થ કર્યા હતા.
પ્રમુખસ્વામી મહારાજના 98મા જન્મોત્સવે યોજાયેલ 11 દિવસીય મહોત્સવ માં દ્વિતીય દિન એટલે મહિલા દિન. આ 11 દિવસીય મહોત્સવમાં રોજ સંધ્યા કાળે વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં દ્વિતીય દિન એટલે તા6-12-2018 ના રોજ બપોરે 3ઃ30 કલાકે સ્વામિનારાયણ નગરમાં આવેલ પ્રમુખસ્વામી મંડપમાં વિરાટ મહિલા સંમેલન નું આયોજન કરાયેલ છે.
નારીશિક્તને શિક્ષણ, સંસ્કાર અને સદાચારના સમન્વયથી નવી દિશા આપનાર તથા તેઆેના સર્વાંગી વિકાસના પ્રેરક એટલે ભગવાન સ્વામિનારાયણ. બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા તથા પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે પણ સ્ત્રી ઉત્કર્ષના અનેક કાર્યો કર્યા. અને આજે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી આ કાર્યની અવિરત જ્યોતિ ઝળહળી રહી છે. બી.એ.પી.એસ. સંસ્થાની 162 પ્રવૃિત્તઆે માથી એકપ્રવૃિત્ત એટલે મહિલા પ્રવૃિત્ત. જેમાં મહિલાઆેના સર્વાંગી વિકાસ માટે અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવે છે. પ્રમુખસ્વામી મહારાજના આ 98મા જન્મોત્સવની તૈયારીઆેમાં એક મોટો ફાળો મહિલાઆેની સેવાનો છે. આ જન્મોત્સવ ઉપક્રમે િદ્રતીય દિને આયોજીત થયેલ મહિલા સંમેલનના કાર્યક્રમો ખુબજ રસપ્રદ રહેશે. જેમાં પ્રમુખસ્વામી મહારાજે વરસાવેલી કરુણાના મધ્યવત} વિચાર હેઠળ પ્રેરણાત્મક વિડિયો શો , રસપ્રદ વકતવ્ય, હર્દય સ્પશ} સંવાદો અને ભિક્ત સભર નૃત્યની રજૂઆત થશે.
આ વિરાટ મહિલા સમેલનમાં ભાગ લેનાર કુલ 550જેટલા મહિલાઆે, યુવતીઆે અને બાલિકાઆે દ્વારા મહિલા દિનની ભવ્યતા થી ઉજવણી થશે. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને મધ્યપ્રદેશ ના ગવર્નર શ્રી આનંદીબેન પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત શહેર અને રાજ્યના અનેક મહિલા અગ્રણીઆે પણ હાજર રહેશે. આ વિરાટ મહિલા સમેલનમાં રાજકોટ તેમજ સૌરાષ્ટ્રના અનેક મહિલા ભક્તો હજારોની સંખ્યામાં પધારશે.

VOTING POLL

સોમનાથમાં કાતિર્કી પૂણિર્માની રાતે 12 વાગ્યે જોવા મળ્યો અલૌકિક નજારો

November 24, 2018 at 10:54 am


કાતિર્કી પૂણિર્માની રાત્રીએ ચંદ્ર, સોમનાથના શિખર પરનું ત્રિશુલ અને શિવલિંગ એકજ સીધી લીટીમાં આવ્યા હતા.
સોમનાથ મહાદેવ મંદિરમાં ગઇકાલે કાતિર્કી પૂણિર્માની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. રાત્રિના 12 વાગ્યે મંદિરમાં મહાપૂજા, મહાઆરતી યોજાયા હતા. મંદિરનું પ્રાંગણ હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠéું હતું.
કાતિર્કી પૂણિર્માની રાત્રીએ ચંદ્ર, સોમનાથના શિખર પરનું ત્રિશુલ અને શિવલિંગ એકજ સીધી લીટીમાં આવ્યા હતા. વર્ષમાં માત્ર એકજ દિવસ કાતિર્કી પૂણિર્માનાં દિવસે આ સંયોગ રચાય છે. આ સંયોગનાં તેમજ સોમનાથ મહાદેવનાં દર્શન કરી લાખો શ્રદ્ધાળુઆે ધન્ય બન્યા હતા. આ નજારો જોતા એમ લાગે છે કે સોમનાથ મંદિર પર ચંદ્ર વર્ષમાં આજનાં દિવસે પોતાના કિરણોનો સોમનાથ દાદા પર સીધો અભિષેક કરે છે.
કાતિર્કી પૂણિર્માનાં દિવસે સોમનાથ પરિસરમાં યોજાતા ઐતિહાસિક મેળાનો અંતિમ દિવસ છે. પાંચ દિવસીય મેળો આજ રાત્રીની મહા આરતી બાદ પૂર્ણ થાય છે. આજે મધ્યરાત્રીએ 12 વાગ્યે સોમનાથમાં ચાલતા કાતિર્કી પૂણિર્માનાં મેળાની પુણાર્હુતી સોમનાથ ટ્રસ્ટ દ્વારા જાહેર કરવામાં આવી.
કહેવાય છે કે સોમનાથ મહાદેવ, ચંદ્ર અને ત્રિશુલ વર્ષમાં એકજ વખત કાતિર્કી પૂણિર્માનાં દિવસે મધ્યરાત્રીએ 12 વાગ્યે થોડી મિનિટો માટે એક સીઘી લીટીમાં આવે છે. વર્ષમાં એકજ વખત થોડા સમય માટે બનતા આ યોગનાં દર્શને અનેક ભાવિકો સોમનાથ દાદાનાં દર્શને આવી પહાેંચ્યા હતા. મેળાના છેલ્લા દિવસે આજુબાજુ વિસ્તારના ગ્રામ્યજનો તેમજ લીલી પરિક્રમા પુર્ણ કરી આવેલા યાત્રિકોએ મેળો માણેલ હતો.

VOTING POLL

સૌરાષ્ટ્રભરમાં આજે તુલીસ વિવાહની ધામધૂમપૂર્વક ઉજવણી

November 19, 2018 at 11:54 am


આપણી સંસ્કૃતિમાં દરેક તહેવારની ઉજવણી પાછળ ધામિર્ક મહત્વ તેમજ માન્યતાઆે રહેલી છે. સૌરાષ્ટ્રની જનતા ધર્મમાં ખૂબ આસ્થા ધરાવે છે ત્યારે સૌરાષ્ટ્રના ગામે ગામમાં આજે દેવઉઠી એકાદશી નિમિત્તે તુલસી વિવાહ દ્વારા ઉજવણી કરી અને આસ્થાની અભિવ્યકિત કરવામાં આવશે.
આજના દિવસની તિથી પ્રમાણે કારતક સુદ 11ના દિવસે આપણે દેવઉઠી એકાદશીની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે આજના દિવસે અષાઢ સુદ એકાદશીએ પોઢી ગયેલા દેવાતાઆે જાગશે તેવી આપણી સંસ્કૃતિમાં માન્યતા છે. જેથી પૌરાણીક કથા પ્રમાણે દેવદિવાળીના દિવસે ઉપવાસ કરવાથી 100 રાજસુય યજ્ઞનું ફળ મળે છે. આજના દિવસે વહેલા ઉઠી એકટાણુ અને ઉપવાસ કરી શ્રીકૃષ્ણની ભિક્ત અને શાલીગ્રામની પૂજા સાથો સાથ તુલસીનું પણ પુજન કરવાનું અનેરુ મહત્વ રહેલું છે.
આજે શેરડીના સાંઠા તુલસીજી પાસે રાખી મંડપ બનાવવાનો પણ મહત્વ છે. જેમાં એક, બે કે ચારની સંખ્યામાં મંડપ બનાવતા લોકો જોવા મળે છે. સૌરાષ્ટ્રભરમાં ધર્મપ્રેમી જનતા દ્વારા ઠેર-ઠેર તુલસી વિવાહની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવશે. આ ઉજવણીમાં તુલસીજીની જાનમાં જાનૈયાઆે સાથે સાધુ-સંતો-મહંતો તેમજ આગેવાનો સાથે વરઘોડો કાઢવામાં આવશે.
કારતક સુદ અગિયારસ એટલે દેવ દિવાળી અગિયારસના દિવસે તુલસીજીના ઠાકોરજી સાથે થાય છે તેથી સર્વ દેવી-દેવાતાઆે ખુશ ખુશાલ હોય છે અને ઉત્સવ મનાવે છે માટે આ અગિયારસને દેવ દિવાળી પણ કહેવાય છે.
બીજી પૌરાણીક કથા અનુસાર વૃન્દા અને જલંધર નામે પતિ-પત્ની હતા. જલંધર રાક્ષસ દૈત્ય હોવા છતાં તેણે ઘોર તપ કરી સિધ્ધી પ્રાપ્ત કરી હતી તેથી તે રાજ્યને પ્રજાને ખૂબ ત્રાસ આપતો હતો. સાધુ-સંતોને રંજાળતો હતો. જલંધર રક્ષકને બદલે ભક્ષક બન્યાે હતો. દેવી-દેવતાઆેથી પણ તે મરે તેમ ન હતો તેથી દેવી-દેવતાઆે ઠાકોરજી પાસે આવ્યા અને જલંધરની વાત કરી. ઠાકોરજીએ જલંધરનો નાશ કરવાનું વિચાર્યું પરંતુ વૃન્દા સતી નારી હોવાથી કામ મુશકેલ હતું. તેથી જલંધર યુધ્ધમાં ગયા ત્યારે ભગવાન જલંધરનું રૂપ લઇ વૃન્દા પાસે આવી રહેવા લાગ્યા અને સમય મળતા જલંધરનો વધ કર્યો ત્યારે જલંધરનું માથુ વૃન્દા પાસે આવી પડયું તેથી વૃન્દા સમજી ગયા કે મારી સાથે કપટ થયું છે તે ભગવાનને શ્રાપ આપે તે પહેલા ભગવાને પોતાનું શંખ, ચક્ર, ગદાધારી સ્વરૂપ પ્રગટ કર્યું. વૃન્દા ઠાકોરજીના દર્શન કરી ચરણમાં ઢળી પડી. વૃન્દા શ્રી ઠાકોરજીના દર્શન કરી ખુશ થઇ પણ કહેવા લાગી ‘હે પ્રભુ આપે મારી સાથે કપટ કર્યું છે આવુ કોઇપણ સતી સાથે કરશો નહી, અને મારા પતિને મોક્ષ આપો અને મારી સાથે લગ્ન કરો.’ જેથી મારું સતીત્વ અસ્તિત્વમાં રહે ત્યારે ભગવાને હા પાડી કે હું તમારી સાથે લગ્ન કરીશ તમે તુલસી બની જાવ છતાં વૃન્દાને સંતોષ થયો નહી અને કંઇક વિશેષ વરદાન આપવા કહ્યું ત્યારે ઠાકોરજીએ પ્રસન્ન થઇને વૃન્દાને કહ્યું કે તારા વગર હું ભોગ સામગ્રી આરોગીશ નહી તેથી ભગવાનને તુલસી પત્ર સામગ્રીમાં પધરાવવામાં આવે છે.
આ દિવસે ભગવાને તુલસીજી સાથે લગ્ન કર્યા હોવાથી આ અગિયારસને દેવ દિવાળી કહેવામાં આવે છે.આ અગિયારસના દિવસે રામ-સિતા વનવાસ ભોગવી અયોધ્યામાં પધાર્યા હતાં તેથી ખુશાલીમાં લોકોએ ઘરે ઘરે દિપ પ્રગ્ટાવી ભગવાનનું સ્વાગત કર્યું હતું તેથી દેવ દિવાળી મનાવાય છે.
માધવપુર (ઘેડ)માં ઠાકોરજીના લગ્ન ઉત્સવ નિમિત્તે માધવરાયજીના મંદિરમાં મંગળાના દર્શન, શૃંગાર દર્શન તેમા શેરડીના મંડપના દર્શન થશે અને ઠાકોરજીનું ફુલેકુ રાત્રે નિજ મંદિરેથી 9 (નવ) વાગ્યે વાજતે ગાજતે ઢોલ-શરણાઇના સૂરે કિર્તનકારોની રમઝટ સાથે દાંડીયારાસને લગ્નગીતો સાથે ઠાકોરજી વરણાંગીમાં નિકળશે અને બ્રûકુંડ વિશ્રામ કરશે ત્યાં ઠાકોરજીને ભોગ ધરાવી આરતી કરવામાં આવશે અને કિર્તનકારો કિર્તન કરશે પછી ફુલેકુ નીજ મંદિરે પરત ફરશે અને ત્યાં પોખણા થયા બાદ ઠાકોરજી મંદિરમાં પધારશે.
તા.20ના રોજ ઠાકોરજી નીજ મંદિરેથી પરણવા જવા માટે બપોરના 4 વાગ્યે વાજતે ગાજતે જાનૈયા-જાનડીયો અને નાના મોટા ભાઇ-બહેનો સહિત હર્ષ-ઉલ્લાસભેર દાંડીયારાસની રમઝટ સાથે કિર્તનકારો સાથે લગ્નગીતની રમઝટ સાથે મધુવનમાં પરણવા જવા નીકળશે. મધુવનમાં પહાેંચ્યા બાદ ઠાકોરજીના પોખણા સાથે ત્યારબાદ ગાંધર્વ વિધિથી ભગવાનના લગ્ન થયા બાદ ભગવાન નિજ મંદિરે યુગલ સ્વરૂપે 9 (નવ) વાગ્યે પરત પધારશે તથા માધવરાયજીના મંદિરે પોખણા કર્યા બાદ સિંહાસન પર બીરાજશે અન દર્શન્થશે પછી દેવ દિવાળીના દિવસે ઠાકોરજીના લગ્ન થાય છે. કેમ કે સ્ત્રી નારી શિક્ત છે તે પોતાના સતીત્વના આધારે ધારે તે કરી શકે છે તેથી દ્રષ્ટાંત સીતા, મંદોદરી, દ્રાેપદી છે.
માધવપુર (ઘેડ)માં કૃષ્ણ-રૂક્ષ્મણીના લગ્નનો લ્હાવો જયોતીબેન જુગલભાઇ ભટ્ટ લેશે.

VOTING POLL

સોમવારે દેવદિવાળીઃ શાલીગ્રામ અને તુલસીજીનાં ધામધૂમથી વિવાહ

November 17, 2018 at 3:25 pm


સ્વામિનારાયણ મુખ્ય મંદિર ભૂપેન્દ્ર રોડ દ્વારા તા.19ને સોમવારના રાત્રે 9 કલાકે મંદિરના વિશાળ પરિસરમાં મંદિરના મહંત સ્વામી શાસ્ત્રી રાધારમણદાસજી સ્વામીના માર્ગદર્શન પ્રમાણે અને કોઠારી સ્વામી હરિચરણદાસજીની ઉપસ્થિતિમાં તુલસી વિવાહ મહોત્સવ ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવાશે. તુલસી વિવાહના વરપક્ષના યજમાન રોશભાઇ અમૃતલાલ રાણપરા અને રાણપરા પરિવાર છે. લગ્નાેત્સવના કીર્તનો દેવ ઉત્સવ મંડળ રાજકોટ થાશે. લગ્નવિધિ આચાર્ય શાસ્ત્રી કૌશિકભાઇ ત્રિવેદી કરાવશે.
શોભાયાત્રા, ઠાકોરજીનો વરઘોડો સાંજે 4-30 કલાકે બાલાજી હનુમાનજી મંદિરેથી નીકળી મુખ્ય મંદિરે આવશે. તુલસી વિવાહ રાત્રીના 9થી 11 સુધી થશે.
મહંત સ્વામી શાસ્ત્રી રાધારમણદાસજી સ્વામી આ મંદિરના મુખ્ય કોઠારી બન્યા હોય તેમના નેતૃત્વમાં પ્રથમવાર તુલસી વિવાહનો પ્રસંગ હોય સ્વાભાવિક હરિભકતોમાં ખૂબ જ ઉત્સાહ વતાર્ય રહ્યાે છે. જનતાને આ તુલસી વિવાહ મહોત્સવમાં સહપરિવાર પધારવા મહંતસ્વામી શાસ્ત્રી રાધારમણદાસજી આમંત્રણ પાઠવે છે.
ઢોલ નગારા અને શરણાઇના સૂર સાથે ઉત્સવ ઉજવાશે. બપોરના 4થી 7 સુધી લક્ષ્મીનારાયણ આદિ દેવોની સન્મુખ શાકભાજી, વાઘાવસ્ત્ર અને ઘરેણાંની હાટડી ભરાશે. દર્શને પધારવા કોઠારી જે.પી.સ્વામી આમંત્રણ આપે છે. તુલસી વિવાહ મહોત્સવ તથા હરિભકતોના હેત અને હૈયા જીતી લેશે.
આ તુલસી વિવાહ મહોત્સવમાં મંદિરના વયોવૃધ્ધ તપસ્વી, તપોમૂતિર્, હરિચરણદાસજી, શાસ્ત્રી હરિપ્રકાશજી, શાસ્ત્રી દેવપ્રકાશદાસજી સ્વામી, બાલાજી હનુમાન મંદિરના મહંત સ્વામી વિવેકસાગરદાસજી સ્વામી, બાલાજી હનુમાનજી મંદિરના કોઠારી સ્વામી મુનિવત્સલદાસજી સ્વામી, બાલાજી હનુમાનજી મંદિરના પૂર્વ કોઠારી (શિઘ્ર કવિ) કાન્તી ભગત તથા કોઠારી જે.પી.સ્વામી તથા ભંડારી આત્મજીવનદાસજી સ્વામી પધારી દર્શન, પ્રવચન, આશીવાર્દનો લાભ આપશે. ઉત્સવની સભાનું સંચાલન એનાઉન્સર અને આભાર દર્શન દેવ ઉત્સવ મંડળના સેવાભાવી પ્રમુખ જીતુભાઇ રાધનપુરા કરશે.
અને ભિક્ત દેનારા તુલસીને હું ભજું છું.

VOTING POLL