દેશભરમાં બકરી-ઇદની ઉજવણી, રાષ્ટ્રપતિએ પાઠવી શુભેચ્છાઆે

August 22, 2018 at 11:26 am


આખા દેશમાં આજે મુિસ્લમ સમુદાયના લોકો ઇદ-ઉલ-અઝહાનો તહેવાર ઉજવવામાં આવી રહ્યાે છે. ઇદ-ઉલ-અઝહાને બકરી ઇદ પણ કહેવામાં આવે છે. આ તહેવાર મુિસ્લમ સમુદાયનો સૌથી મોટો તહેવાર કહેવામાં આવે છે. બકરી ઇદના દિવસે મુિસ્લમ સમુદાયના લોકો સવારે મિસ્જદમાં નમાજ અદા કરીને બકરાની કુરબાની આપે છે. દિલ્હીની જામા મિસ્જદ પર સવારે લોકોએ મોટી સંખ્યામાં નમાજ અદા કરી. નમાજ અદા કર્યા બાદ ગળે મળીને એકબીજાને શુભેચ્છા પાઠવી.
દેશના પ્રથમ નાગરિક રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટિંટર પર દેશવાસીઆેને ઇદની શુભેચ્છા પાઠવી છે. તેમણે ટિંટર લખ્યું છે કે ‘ઇદ-ઉલ-જુહાના અવસર પર બધા દેશવાસીઆેને ખાસકરીને આપણા મુિસ્લમ ભાઇઆે અને બહેનોને શુભેચ્છા અને શુભકામના પાઠવું છું. આ વિશેષ દિવસ આપણે ત્યાગ અને બલિદાનની ભાવના પ્રત્યે પોતાનો આદર વ્યક્ત કરવાનો છે. આવો આપણે સમાવેશ સમાજમાં એકતા અને ભાઇચારા માટે મળીને કામ કરીએ.’
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઇદ-ઉલ-અઝહા પર પ્રદેશવાસીઆેએ શુભેચ્છા પાઠવી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા જાહેર કરવામાં આવેલા સંદેશમાં કહેવામાં આવ્યું છે કે ઇદ-ઉલ-અઝહાનો તહેવાર બધાને હળીમળીને રહેવા તથા સામાજિક સદભાવના બનાવી રાખવાની પ્રેરણા પુરી પાડે છે. તેમણે બકરી ઇદનો તહેવાર શાંતિ અને પરસ્પર સદભાવના સાથે મનાવવાની અપીલ કરી.

VOTING POLL

મોરબી શહેરમાં શ્રાવણ માસમાં શિવાલયોમાં હર હર ભોલેનો નાદ

August 21, 2018 at 11:37 am


પવિત્ર શ્રાવણ માસ નિમિતે ભક્તો અનેરા ઉત્સાહ સાથે શિવ ભિક્તમાં લીન બન્યા છે અને વિવિધ શિવાલયોમાં હર હર ભોલેના નાદ ગુંજી ઉઠયા છે તેમજ શિવાલયોમાં ભક્તોની ભીડ ઉમટી રહી છે. તેમાં શ્રાવણ માસના સોમવારે શહેરના કુબેરનાથ મહાદેવ મંદિર, શોભેશ્વર મહાદેવ, રફાળેશ્વર મહાદેવ, જડેશ્વર મંદિર તેમજ મોરબી શહેરના વિવિધ શિવાલયોમાં ભક્તોનો જમાવડો જોવા મળ્યો છે તે ઉપરાંત શહેરના સ્વામીનારાયણ મંદિર ખાતે હિંડોળા દર્શનની ઉજવણી કરવામાં આવી રહી છે તો આજે માધાપર રામજી મંદિર ચોક ખાતે qક્રષ્ના ગ્રુપ દ્વારા બરફના શિવલિંગ બનાવવામાં આવ્યા હતા જેના દર્શન માટે ભક્તોએ લાઈનો લગાવી હતી.

રામજી મંદિર ચોક ખાતે ક્રિષ્ના ગ્રુપ દ્વારા બરફના શિવલિંગનું આયોજન કરવાને પગલે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને દુર દુરથી લોકો દર્શન માટે ઉમટી પડéા હતા.

VOTING POLL

ઘેલા સોમનાથ દાદાને સોમવારે મહાકાલેશ્વરનો શણગાર કરાયો

at 11:33 am


જસદણઃ વિખ્યાત તીર્થધામ ઘેલા સોમનાથ મહાદેવ મંદિર ખાતે સોમવારે દાદાને પુજારી હસુભાઈ જોષી દ્વારા મહાકાલેશ્વરનો શણગાર કરાયો હતો. સોમવારે અનેક ભાવિકો ઘેલા સોમનાથ ખાતે ઉમટી દાદાના દર્શનનો લાભ લીધો હતો.

VOTING POLL

ઉપલેટાઃ ભોળાનાથની ભિક્તમાં લીન ભાવિકો

August 20, 2018 at 11:55 am


પવિત્ર માસમાં શ્રાવણ માસ અનેરૂ મહત્વ ધરાવે છે. પવિત્ર શ્રાવણ માસમાં સૌ કોઈ બાળકો, યુવાનો, વડિલો ભગવાન ભોળાનાથની ભિક્ત કરે છે. ભગવાન ભોળાનાથ પણ પવિત્ર શ્રાવણ માસમાં ભકતો ઉપર કૃપા વરસાવે છે. ત્યાર આવુ જ કંઈક ઉપરની તસ્વીરમાં ઉપલેટા શહેર ભાજપના પ્રમુખ અને માર્કેટિંગ યાર્ડના પ્રમુખ માધવજીભા પટેલ વર્ષો પૂરાણા જીરાપા પ્લોટમાં બિરાજતા વિશ્વનાથ મહાદેવના સાનિધ્યમાં નજરે પડે છે જયારે બીજી તસ્વીરમાં તાલુકા પંચાયતના પ્રમુખ લાખાભાઈ ડાંગર મોજ નદીના કાંઠે બિરાજતાં સુપ્રસિધ્ધ મોજેશ્વર મહાદેવની ભાવપૂર્વક ભિક્ત કરતાં નજરે પડે છે. ભગવાન ભોળાનાથની પણ તેના ભકતને ભકિત અને કર્મ મુજબ ફળ આપે છે.

VOTING POLL

રંગબેરંગી પુષ્પોથી સોમનાથ મહાદેવને શૃંગાર કરાયો

August 18, 2018 at 4:30 pm


આજે વિવિધ પુષ્પોનો શૃંગાર સોમનાથ મહાદેવને કરવામાં આવેલ હતો. જેમાં આશરે 500 થી વધુ કિલોના વિવિધ રંગબેરંગી પુષ્પો દ્વારા ભગવાન સોમનાથજીને શૃંગાર કરવામાં આવેલ હતો.

VOTING POLL

કાલે વીરપસલીઃ ભાઈના કલ્યાણ માટે બહેનો કરશે વ્રત

at 11:52 am


શ્રાવણ શુદ નોમને રવિવાર તા.19ના દિવસે કાલે વિરપસલી છે. ભાઈ-બહેનના સ્નેહનો દિવસ એટલે વિરપસલી. શ્રાવણ માસના કોઈપણ પરિવારે આ વ્રત લેવાય છે અને બીજા રવિવારે વ્રત પૂર્ણ થાય છે. બહેનો ભાઈના કલ્યાણ માટે આ વ્રત કરે છે ભાઈ જીવન સુખ શાંતિમય પસાર થાય તેના માટે આ વ્રત બહેનો કરે છે. કોઈ સગા ભાઈ ન હોય તો કુટુંબી અથવા આડોશ પાડોશના સ્નેહ ધર્મના ભાઈઆે માટે પણ આ વ્રત કરી શકાય છે. વ્રતમા દોરાની આઠ શાર લઈ તેને આઠ ગાંઠ વાળવાની અને આઠ દિવસ સુધી રોજ સવાર સાંજ દોરાને ધૂપ આપવાનો અને પછી જ જમવાનું હોય છે આમ આઠ સેરના આઠ દોરા લેવા સાત દોરા ભાઈને કાંડે બાંધવા અને આઠમો દોરો પીપળે બાંધવો.- સંકલન રાજદિપ જોષી

VOTING POLL

સંતાનોના સારા સ્વાસ્થ્ય માટે માતાઆે કરશે શીતળા સાતમ

August 17, 2018 at 11:19 am


આજે શ્રાવણ સુદ સાતમ એટલે કે, શીતળા સાતમ છે. આ સાતમને નાની સાતમ પણ કહેવામાં આવે છે. આજે દરેક માતાઆે પોતાના સંતાનો માટે ઠંડુ રાંધેલું જમી વ્રત કરે છે અને પરિવારના સારા સ્વાસ્થ્ય માટે શીતળા માતાને પ્રાર્થના કરે છે. માતાઆે આજે શીતળામાને શ્રીફળ, કુલેર અને નેત્ર ચડાવી પૂજા-અર્ચના કરશે. તેમજ આગલા દિવસે રાંધેલો ખોરાક લઈ સાતમનું વ્રત કરશે. આ દિવસે શીતળામાના મંદિરે મેળો પણ ભરાય છે. શીતળામાના મંદિરોમાં આજે ભાવિકો ઉમટી પડશે અને દર્શન, પૂજન, આરતીનો લાભ લેશે.

VOTING POLL

સોમનાથ મહાદેવને ત્રિરંગા અને પુષ્પોનો શણગાર

August 16, 2018 at 11:46 am


સોમનાથ મહાદેવને શ્રાવણના ચોથા દિવસે રાષ્ટ્રીય પર્વને લઈને ત્રિરંગા પુષ્પોનો શ્રૃંગાર કરવામાં આવેલ જેનો દર્શનાર્થી ભકતજનોએ મોટા પ્રમાણમાં દર્શનનો લાભ લીધો હતો.

VOTING POLL

ઘેલા સોમનાથ દાદાને સૂર્ય નારાયણનો અદ્ભૂત શણગાર

August 14, 2018 at 11:49 am


જસદણના વિખ્યાત તીર્થધામ ઘેલા સોમનાથ મહાદેવને પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે ઘેલા સોમનાથ દાદાને સૂર્યનારાયણ દેવનો અદ્ભૂત શણગાર કરાયો હતો અને હજારો ભાવિકોએ દર્શનનો લ્હાવો લીધો હતો.

VOTING POLL

જસદણના રાજવી પરિવારની વિડીમાં કુદરતી સા¦દર્ય વચ્ચે બિરાજમાન બિલિયા મહાદેવ

at 11:28 am


જસદણ ની બાજુ માં આવેલું દેવપરાં ગામ અને તેની બાજુ માં આવેલ જસદણ રાજવી પરિવાર ની વિડી તેમાં આવેલ બિલિયા મહાદેવ નું અતિ પુરાણ અને અનેક ઈતિહાસ ધરાવતું ભોલે નાથ નું શિવાલય આ શિવાલય મહાભારત ના કાર્ય કાલ માં બનાવેલું છે જયારે પાંચ પાંડવો અગનત વાસ માં જયારે આ વિસ્તાર માં આવિયા તયારે અજુર્ન આ શિવલિંગ ની સ્થાપના કરી હતી ત્યારે થી અહી મહાદેવ ની કૃપા બની રહેશે અહી શ્રાવણ માસ ખુબ ભગતો ની ભીડ રહેશે. અહી જે પૂજારી રહેશો તે આજ ના યુગ પણ વગર લાઈટ કે એસી વિના રહી શકે છે અને મહાદેવ ની ભગતિ કરે છે આ મંદિર માં એક પણ રુપિયા આવક નથી તોય જે બાપુ અહી રહેશે એ કોઈ પણ ભોજન લીધા વગર નથી જાવા દેતા બીજું અહી કુદરતી સા¦દર્ય સોળે કલા એ ખીલી ઊઠે છે અહી સર્વે વધારે મોર અને કબૂતર રહેછે જે મહાદેવ સાથે બિન્દાસ્ત વાતો કરે છે અહી બાજુમાં આવેલ રાજવી પરિવાર ની વિડી પણ કોઈ રિસોર્ટ થિ કમ નથી જે જોવાનો પણ એક લ્હાવો છે. બિલિયા મહાદેવ ની જસદણ ના લોકો ઉપર ધણી કૃપા છે. આજે પણ બિલિયા મહાદેવ ના પરચા દેવપરાં ગામ અને વિસ્તાર ના લોકો ને જોવા મળે છે.

VOTING POLL