CBI વિવાદ : કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટે કરેલા વેધક પ્રશ્નો

December 6, 2018 at 7:58 pm


સીબીઆઈમાં અધિકારીઆેના વિવાદ પર સુનાવણી કરતી વેળા સુપ્રીમ કોટેૅ મોદી સરકારને અનેક કઠોર પ્રશ્નો કર્યા હતા. સુપ્રીમ કોટેૅ સરકારને પ્રન કયોૅ હતાે કે, સબીઆઈ વિરુદ્ધ સીબીઆઈ વિવાદમાં બે ટોચના અધિકારીઆે વચ્ચેની લડાઈ ચાલી રહી હતી ત્યારે વહેલીતકે નાેંધ લેવામાં કેમ આવી ન હતી. આ લડાઈ રાતાેરાત શરૂ થઇ ન હતી. સુપ્રીમ કોટેૅ પ્રન કરતા કહ્યું હતું કે, આ એવો મામલો ન હતાે જેમાં સરકારને પસંદગી કમિટિથી વાતચીત કર્યા વગર સીબીઆઈ નિદેૅશકની શક્તિઆેને તરત જ ખતમ કરવાનાે નિર્ણય લેવો પડે. સુપ્રીમ કોટેૅ કેન્દ્ર સરકારના ચુકાદાની સામે આલોક વમાૅ અને એનજીઆે કોમનકોઝની અપીલ ઉપર સુનાવણી પૂર્ણ કરી લીધી હતી અને ચુકાદો અનામત રાખ્યો હતાે. આ પહેલા આજે સુનાવણી કરતી વેળા ચીફ જસ્ટિસ રંજન ગાેગાેઈના નેતૃત્વમાં બેંચે કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે પાેતે કબૂલાત કરી છે કે, આવી સ્થિતિ છેલ્લા ત્રણ મહિનાથી જન્મેલી હતી. બેંચે કહ્યું હતું કે, જો કેન્દ્ર સરકારે સીબીઆઈ ડિરેક્ટરના અધિકારો ઉપર અંકુશ મુકવાની જરૂર હતી તાે તે પહેલા પસંદગી સમિતિની મંજુરી કેમ લેવામાં આવી ન હતી. જો પસંદગી સમિતિની મંજુરી પહેલા લેવામાં આવી હોત તાે કાયદાને વધારે સારી રીતે પાલન થયું હોત. સુપ્રીમ કોટેૅ કહ્યું હતું કે, સરકારની કાર્યવાહીની ભાવના સંસ્થાના હિતમાં હોવી જોઇએ. સીબીઆઇ વિવાદની સુનાવણી કરતી વેળા સુપ્રીમ કોર્ટનું વલણ ખુબ કઠોર રહ્યું હતું. ચીફ જસ્ટિસ રંજન ગાેગાેઇએ સાેલીસીટર જનરલ તુષાર મહેતાને પ્રન કયોૅ હતાે કે, સરકારે 23મી આેક્ટોબરના દિવસે સીબીઆઈ ડિરેક્ટર આલોક વમાૅની શક્તિ પરત લેવાનાે નિર્ણય રાતાેરાત કેમ લીધો હતાે. ચીફ જસ્ટિસે પ્રન કયોૅ હતાે કે, જ્યારે વમાૅ થોડાક મહિનામાં નિવૃત્ત થનાર હતા તાે થોડા વધુ મહિનાનાે ઇંતજાર અને પસંદગી સમિતિની ભલામણ કેમ લેવામાં આવી ન હતી. તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને માહિતી આપતા કહ્યું હતું કે, સીવીસી આ તારણ ઉપર પહાેંચ્યું હતું કે, અસામાન્ય સ્થિતિ ઉભી થઇ ગઇ છે. તેમણે કહ્યું હતુું કે, અસામાન્ય પરિસ્થિતિને ક્યારેક ક્યારેક અસામાન્ય ઉપચારની જરૂર પડે છે. સાેલીસીટર જનરલે કહ્યું હતું કે, સીવીસીનાે આદેશ નિ»પક્ષ હતાે. બે વરિષ્ઠ અધિકારી લડી રહ્યાા હતા. મહત્વપૂર્ણ કેસાેને બાદ કરતા એકબીજાના મામલામાં તપાસ કરી રહ્યાા હતા. કેન્દ્ર સરકારે બુધવારના દિવસે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, સીબીઆઈ ડિરેક્ટર આલોક વમાૅ અને સ્પેશિયલ ડિરેક્ટર રાકેશ અસ્થાનાની વચ્ચે એટલા માટે દરમિયાનગીરી કરવામાં આવી હતી કે, બંને બિલાડીની જેમ લડી રહ્યાા હતા. કેન્દ્ર સરકારની મુખ્ય તપાસ સંસ્થાની વિશ્વસનીયતા ઉપર પ્રશ્નો ઉભા થઇ રહ્યાા હતા. બુધવારના દિવસે સુનાવણી દરમિયાન કેકે વેણુગાેપાલે તર્કદાર રજૂઆતાે કરી હતી અને કહ્યું હતું કે, સરકાર આùર્યચકિત હતી કે આ બે અધિકારીઆે કેમ લડી રહ્યાા છે. વેણુગાેપાલે કહ્યું હતું કે, સરકારે પાેતાના અધિકાર ક્ષેત્રમાં રહીને કામ કર્યું છે. 29મી નવેમ્બરના દિવસે વમાૅની શક્તિઆે આંચકી લેવાના સરકારના પગલાને અયોગ્ય ગણાવીને પ્રશ્નો ઉઠાવ્યા હતા.

print

Comments

comments

VOTING POLL