ઘરે બનાવવી હોય ટેસ્ટી ‘દાલમખની’ તો નોંધી લો ફટાફટ તેની રીત

March 6, 2018 at 2:22 pm


જો તમે પણ પંજાબી સબ્જી અને દાલ ખાવાના શોખીન હોય તો આ રેસિપી તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. આજે અહીં પંજાબી સ્ટાઈલની દાલ મખની બનાવવાની રીત રજૂ કરવામાં આવી છે. તો તમે પણ નોંધી લો અને શેર કરો તમારા સ્વાદના શોખી મિત્રો સાથે આ રેસિપી.

સામગ્રી
અડદની ફોતરાવાળી દાળ- એક વાટકી
રાજમા- અડધી વાટકી
( ઉપરની બંને સામગ્રીને પાણીમાં પલાળી અને સારી રીતે બાફી લેવી. રાજમાને બાફ્યા બાદ તેને પોટેટો મેશરની મદદથી અધકચરાં વાટી લેવા )

ટામેટા- 2 નંગ
લીલા મરચાં- 4 નંગ
આદુ-લસણની પેસ્ટ- 1 ચમચી
ક્રીમ- 3 મોટા ચમચા
દેશી ઘી- 2 ચમચી
જીરું- 1 ચમચી
હળદર પાવડર- 1 ચમચી
લાલ મરચું પાવડર- 1 ચમચી
ગરમ મસાલો- જરૂર મુજબ
નમક- સ્વાદાનુસાર
હીંગ- જરૂર મુજબ
માખણ- 2 ચમચી

રીત
સૌથી પહેલા એક કઢાઈમાં ઘી ગરમ કરો તેમાં જીરુ અને હીંગ ઉમેરી વઘાર કરો. તેમાં ઝીણા સમારેલા લીલા મરચાં અને આદુ-લસણની પેસ્ટ ઉમેરો. 2 મિનિટ પછી તેમાં ઝીણા સમારેલા ટામેટા ઉમેરો અને 5થી 10 મિનિટ સુધી તેને સાંતળો. જ્યારે ટામેટા બરાબર ચઢી જાય ત્યારે તેમાં ક્રીમ ઉમેરવું અને સાથે જ અન્ય મસાલા પણ ઉમેરી દેવા. મસાલાની સુગંધ આવે એટલે તેમાં બાફેલી દાળ અને રાજમા ઉમેરી દેવા અને સાથે જ 1 ગ્લાસ પાણી ઉમેરવું. આ સામગ્રીને 5 મિનિટ ઢાંકી અને ધીમા તાપે ઉકળવા દેવી. 5 મિનિટ બાદ તેમાં જરૂર મુજબ નમક ઉમેરી અને માખણ પણ ઉમેરી દેવું. 5 મિનિટ દાળને ઉકાળવી અને પછી ગેસ બંધ કરી ગરમાગરમ સર્વ કરવી.

print

Comments

comments

VOTING POLL