દાઉદ અને શકીલ પાકિસ્તાનમાંથી ગાયબ

April 24, 2018 at 12:01 pm


અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમના સૌથી નજીકનો મનાતો છોટા શકીલ અંડર ગ્રાઉન્ડ થઈ ગયો છે. ભારતીય સુરક્ષા એજન્સીઓના ડરથી દાઉદ અને શકીલે લોકેશન બદલી નાખ્યાં છે. કાળા રંગનાં શર્ટમાં દેખાતા છોટા શકીલ-શકીલ બાબુમિયાં છે. આશરે વીસ વર્ષ પહેલાંના પોતાના દુબળાપાંતળાં શરીરથી વિપરીત હવે તે એકદમ જુવાન દેખાઈ રહ્યો છે. એશિયાના દરેક દેશમાં દાઉદની સિન્ડિકેટનું ધ્યાન રાખતા શકીલ પર જોખમ ઊભું થયું છે. આમ થવા પાછળનાં મુખ્ય બે કારણો છે, દાઉદની ઉંમર થતાં ગેંગ પર તેનો કંટ્રોલ ઓછો થઈ રહ્યો છે અને ભાઈ અનિસ ગેંગ પરના કંટ્રોલ અને હિસાબકિતાબને લઈને તાજેતરમાં સક્રિય થઈ ગયો છે.
આ ઉપરાંત દાઉદને લઈને ભારતીય સુરક્ષા એજન્સીઓ ફરી એક વખત સક્રિય બની ગઈ છે. ભારતીય એજન્સીએ દુબઈને બદલે અન્ય દેશમાંથી પોતાના ખાસ જાસૂસને પાકિસ્તાનમાં પ્રવેશ કરાવી દીધો છે, જે મોકો જોઈને હુમલો કરશે, કારણ કે શકીલને નિશાન બનાવવાનો અર્થ દાઉદનું પીઠબળ તોડી નાખવા સમાન છે. છેલ્લાં ચાર વર્ષમાં ભારતીય એજન્સીઓએ દુનિયાભરમાં ધમધમતા દાઉદના ધંધાને ત્યાંની સરકારની મદદથી બંધ કરાવી દીધા છે અથવા કોઈ કાયદાકીય ગૂંચવણમાં મૂકી દીધા છે, તેથી દાઉદના બિઝનેસમાં મુશ્કેલી ઊભી થઈ છે. દાઉદ પોતાનો મોટાભાગનો બિઝનેસ પોતે જ સંભાળે છે અથવા તે જવાબદારી અનિસને આપવામાં આવતી હતી, જેમાં અમીરાત, દુબઈ અને સાઉથ આફ્રિકામાં ફેલાયેલા રિયલ એસ્ટેટ બિઝનેસ, ડ્રગ્સ અને હીરાના બિઝનેસ સૌથી મોટા અને મહત્વના છે.
દાઉદના ધંધા પર માઠી અસર થતાં અનિસે એ ધંધા પર નજર નાખી જેની જવાબદારી છોટા શકીલ પાસે હતી. આ વાતને લઈને છોટા શકીલ અને અનિસ વચ્ચે તકરાર શરૂ થઈ ગઈ હતી. મામલો ત્યાં સુધી પહોંચ્યો કે, નવેમ્બર 2017ના મે મહિનામાં દાઉદને વચ્ચે આવવું પડયું. મામલો તો શાંત થઈ ગયો, પરંતુ અનિસ અને શકીલ વચ્ચે કાયમી તિરાડ પડી ગઈ હતી.

print

Comments

comments

VOTING POLL