દિનેશ કાર્તિક કોલકતા નાઇટ રાઇડર્સનો કેપ્ટન નિયુક્ત

March 5, 2018 at 10:37 am


શ્રીલંકાના પ્રવાસે ગયેલી ભારતીય ટી-ટ્વેન્ટી ટીમના વિકેટકીપર-બેટ્સમેન દિનેશ કાર્તિકને શાહરુખ ખાનની સહ-માલિકીવાળા ફ્રેન્ચાઇઝીએ કોલકતા નાઇટ રાઇડર્સ ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો છે. બીજો વિકેટકીપર-બેટ્સમેન રોબિન ઉથપ્પા તેના વાઇસ-કેપ્ટનની ભૂમિકામાં જોવા મળશે.

કોલકતા નાઇટ રાઇડર્સ અગાઉ ગૌતમ ગંભીરના સુકાનમાં બે વાર આઇપીએલનું ટાઇટલ જીતી હતી, પરંતુ આ વખતે આ ટીમના માલિકોએ ગંભીરને હરાજીમાં મૂકી દીધો હતો અને દિલ્હી ડેરડેવિલ્સની ટીમે તેને 2.80 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

કાર્તિકે ગઈ કાલે પીટીઆઇને જણાવ્યું હતું કે જેમ વિરાટ કોહલી ભારતીય ટીમનું સુકાન પોતાના ઉત્તમ પર્ફોર્મન્સ સાથે સંભાળતો હોય છે એમ હું કોલકતાની ટીમનું નેતૃત્વ સુંદર પર્ફોર્મન્સ સાથે સંભાળીશ. હું કદાચ વિરાટ જેવો આક્રમક નથી લાગતો, પરંતુ મારી અંદર આક્રમકતા હોય છે જ. હું અગ્રેસિવ ન દેખાઉં એનો અર્થ એવો નથી કે હું આક્રમક નથી. દરમિયાન, કિંગ્સ ઇલેવન પંજાબના માલિકોએ ભારતના ભૂતપૂર્વ પેસ બોલર અને તાજેતરમાં જુનિયર સિલેક્શન કમિટીના અધ્યક્ષસ્થાનેથી રાજીનામું આપી દેનાર વેન્કટેશ પ્રસાદને પોતાની ટીમના બોલિંગ-કોચ તરીકે નિયુક્ત કર્યો છે. બ્રેડ હોજ પંજાબની ટીમનો મુખ્ય કોચ છે.આઇપીએલ 7 એપ્રિલે શરૂ થશે. પ્રારંભિક મેચ તેમ જ 27 મેની ફાઇનલ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.

print

Comments

comments

VOTING POLL