પરિણામોને વધાવતું શેરબજાર: સેન્સેક્સ 400 પોઈન્ટ ઉછળ્યો

May 15, 2018 at 11:58 am


કણર્ટિક વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપ્ને મળી રહેલી લીડથી શેરબજારમાં જોરદાર ઉછાળો નોંધાયો છે. હાલ આ લખાઈ રહ્યું છે ત્યારે સેન્સેક્સ 360 પોઈન્ટ ઉછળીને 35916ના સ્તરે અને નિફટી 97 પોઈન્ટની તેજી સાથે 10904 ઉપર કારોબાર કરી રહ્યો છે.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર શેરબજારની દિશા કણર્ટિક ચૂંટણીના પરિણામો સંપૂર્ણ રીતે આવી ગયા બાદ સ્પષ્ટ થશે.

સેક્ટોરિયલ ઈન્ડેક્સની વાત કરવામાં આવે તો ઓટોને બાદ કરતાં તમામ શેર પોઝીટીવ કારોબાર કરી રહ્યા છે. સૌથી વધુ ખરીદારી રિયલ્ટી શેરમાં જોવા મળી રહી છે. આ ઉપરાંત બેન્ક, ફાયનાન્શીયલ સર્વિસ, એફએમસીજી, આઈટી, મેટલ, ફામર્િ અને રિયલ્ટી સેક્ટરના શેરોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.
નિફટીમાં આવતાં શેરની વાત કરવામાં આવે તો 32 શેરો પોઝીટીવ અને 18 શેર નેગેટીવ કારોબાર કરી રહ્યા છે. સૌથી વધુ તેજી પાવરગ્રિડ, ટાટાસ્ટીલ, ટેક મહિન્દ્રા, ઓએનસીજી અને હિન્દુસ્તાન યુનિલિવરના શેરમાં છે. જ્યારે ટાટા મોટર્સ, હિન્દ પેટ્રો, અદાણી પોર્ટસ, ગ્રાસિમ સહિતના શેરોમાં કડાકો નોંધાયો છે.

print

Comments

comments

VOTING POLL