Facebookએ બંધ કર્યું તેનુ આ ફીચર

August 11, 2018 at 8:55 pm


સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકે તેના પ્લેટફોર્મથી ફ્રેન્ડ લિસ્ટ ફીડ ફીચરને બંધ કરી દીધું છે. આ ફીચરની મદદથી યુઝર્સ પસંદગીની પોસ્ટને સ્ક્રોલ કરે છે જે તેમની ફ્રેન્ડ લિસ્ટમાં હોય છે. તેમાથી યુઝર્સ ફેમીલી, ઓફિસ, કોલેજની કસ્ટમાઇજ ફીડને ક્રિએટ કરી શકાતું હતું. ત્યાર પછી યુઝર્સને ફક્ત તે લોકોની જ અપડેટ મળતી હતી.

બંધ કરવાનું કારણ
ફેસબુકે એક રિપોર્ટમાં કહ્યું છે કે 95% યુઝર્સે અત્યાર સુધી આ ફીચરનો ઉપયોગ કરવામાં આવતો નથી. ફ્રેન્ડ લિસ્ટ યુઝર્સ વચ્ચે વધારે પોપ્યુલર એટલા માટે નથી થઇ શક્યા કારણકે વધારે લોકોને તે અંગે જાણકારી ન હતી. જેથી કંપનીએ તેને બંધ કરી દીધું છે.

કંપનીનું નિવેદન
ફ્રેન્ડ લિસ્ટ ફીડ શટડાઉન અંગે ફેસબુકે એક નોટમાં કહ્યું છે કે આ અંગે ચિંતા કરવાની કોઇ જરૂરત નથી. તમે હાલ પણ તમારી ફ્રેન્ડ લિસ્ટને એડિટ, ક્રિએટ અને શેર કરી શકો છો. જોકે તમારે ફેસબુક એપની સેપરેટ ન્યૂઝ ફીડમાં સ્પેસિફિક લોકની અપડેટ મળશે નહીં.

ફ્રેન્ડ લિસ્ટ ફીડ્સ
ફ્રેન્ડ લિસ્ટ ફીડ્સનો ઉપયોગ કરવા માટે તમારે સૌથી પહેલા ફેસબુક પર એક ફ્રેન્ડ લિસ્ટ ક્રિએટ કરવાની હોય છે. ત્યાર પછી તમે તેનો ઉપયોગ કરી શકતા હતા. જોકે ફેસબુકમાં અન્ય પ્રકારની ફીડ આવે છે જેમા તમને રસ હોતો નથી. એવામાં આ ફીચર ખૂબ ઉપયોગી છે. આ ફીચરની મદદથી તમને ફક્ત તમારા જાણીતા લોકોની ફીડ અને અપડેટ મળે છે.

print

Comments

comments

VOTING POLL