સસ્તા અને નકલી સૌંદર્ય પ્રસાધનો ત્વચા માટે જોખમી

July 16, 2018 at 7:34 pm


ઓનલાઈન શોપિંગ કરી તમે પણ સસ્તા સૌદર્ય પ્રસાધનોની ખરીદી કરતાં હોય તો ત્વચાને ગંભીર નુકસાન પહોંચે તે પહેલા ચેતી જાજો. ઓનલાઈન સસ્તામાં મળતાં સૌંદર્ય પ્રસાધનોમાંથી મોટાભાગના નકલી હોવાનું જોખમ હોય છે. સૌંદર્ય પ્રસાધનોની સામગ્રીનું ઉત્પાદન કરતી કંપનીઓએ આ અંગે શંકા વ્યક્ત કરી છે.તેમનું કહેવું છે કે આ રીતે મળતાં પ્રોડક્ટ નકલી હોય છે અને તેનું વેચાણ બંધ થાય તેવા પગલાં લેવા માટે માંગ પણ કરવામાં આવી છે. હેલ્થહેર નિષ્ણાંતોનું કહેવું છે કે આ પ્રકારના ઉત્પાદનનો ઉપયોગ કરવો ત્વચા માટે જોખમી સાબિત થઈ શકે છે. તેના કારણે ત્વચા સંબંધિત બીમારી પણ થઈ શકે છે. તો તમે પણ ક્યારેય સસ્તા ઉત્પાદનોની લાલચમાં ન પડતાં અને કોઈપણ વસ્તુ ચકાસણી કરી અને જ ખરીદજો.

print

Comments

comments

VOTING POLL