Fifa world cupનો આજથી પ્રારંભ, રશિયા અને સઉદી અરબની વચ્ચે પહેલી મેચ

June 14, 2018 at 8:17 pm


ફૂટબોલના મહાકુંભ તરીકે જાણીતા FIFA World Cup 2018ની ઓપનિંગ સેરેમની થોડીક જ ક્ષણોમાં શરૂ થનાર છે. આ વખતની ઓપનિંગ સેરેમની બિલ્કુલ અલગ અંદાજમાં હશે. સમારોહની થીમ મ્યૂઝિક હશે. સંગીતની ધુનો પર તમામ કાર્યક્રમો આયોજિત હશે. તેના સિવાય 500 ડાન્સર અને જિમ્નાસ્ટ પણ પોતાની કલાથી દર્શકોનુ મનોરંજન કરશે.

ઉદ્દઘાટન સમારોહના સુજિનિકી સ્ટેડિયમમાં આયોજિત હશે, જ્યાં ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ પણ રમાશે. આ સ્ટેડિયમની દર્શક ક્ષમતા લગભગ 80 હજારની છે, જ્યાં રાત્રે 8.30 વાગ્યા પહેલા પહેલો મુકાબલો મેજબાન રશિયા અને સઉદી અરબની વચ્ચે લુજિનિકી સ્ટેડિયમમાં રમાશે.

આ વખતે ઉદ્દઘાટન સમારોહનું સૌથી મોટું આકર્ષણ ઈંગ્લેન્ડના પૉપ સ્ટાર રોબી વિલિયમ્સન અને રશિયાની ગાયિકા એદા ગારિફુલિના હશે. 44 વર્ષીય વિલિયમ્સન અને એદાની જોડી યુગલ ગીત પ્રસ્તુત કરશે. વિલિયમ્સનને ઘણા આંતરરાષ્ટ્રીય એવોર્ડથી સમ્માનિત કરવામાં આવી ચૂક્યો છે.

print

Comments

comments

VOTING POLL