રોજ બે ચમચી ખાઓ અળસી, દૂર થઈ જશે અનેક સમસ્યાઓ

March 1, 2018 at 2:08 pm


અળસી એવી વસ્તુ છે જેનું સેવન નિયમિત કરવાથી અનેક સમસ્યાઓ દૂર થઈ જાય છે. રોજ 1થી 2 ચમચી અળસી ખાવાથી કેન્સર, ડાયાબીટીસ, સ્થૂળતા, શરદી-ઉધરસ, કબજિયાત, અનિંદ્રા જેવી બીમારી દૂર થાય છે.

અળસીના બી કોઈપણ ઋતુમાં ખાઈ શકાય છે. અળસી વિટામીન-બી, કેલ્શિયમ, મેગનેશિયમ, પોટેશિયમ, આયરન, ઓમેગા- 3 ભરપુર માત્રામાં હોય છે. ઉલ્લેખનીય છે કે ઓમેગા-3 શરીરમાં બનતું નથી તેથી તેને પોષક ખાદ્ય સામગ્રીનું સેવન કરીને જ મેળવવું પડે છે. આ તત્વ અળસીમાં પ્રચુર માત્રામાં હોય છે જેનો લાભ શાકાહારી લોકોએ લઈ શકે છે.

અળસીના બીનું સેવન કરવા સિવાય અળસીના તેલને કાજલની જેમ આંખમાં લગાવી પણ શકાય છે. આ પ્રયોગ રોજ રાત્રે કરવો તેનાથી નેત્ર રોગ દૂર થઈ જાય છે. પરંતુ જો આંખમાં કોઈપણ પ્રકારની એલર્જી હોય કે કોઈ સમસ્યા માટે સારવાર કરાવી હોય તો આ પ્રયોગ ન કરવો.

print

Comments

comments

VOTING POLL