ખીલની સમસ્યા કોઈપણ દવા વિના કરવી છે દૂર ? તો આ રહ્યો તેનો સરળ રસ્તો

March 5, 2018 at 3:28 pm


યુવક હોય કે યુવતી તેમના માટે ચહેરા પરના ખીલ સૌથી મોટી સમસ્યા હોય છે. ચહેરા પર કોઈ કારણસર થયેલા ખીલ યુવતીઓની રાતની ઊંઘ પણ ઉડાડી દે છે. જો કે હવે તમારી સાથે આવું નહીં બને કારણ કે ખીલની સમસ્યામાંથી ઝડપથી છુટકારો મેળવવાનો સરળ ઉપાય વિશે અહીં જણાવવામાં આવ્યું છે.

આપણી ત્વચાની નીચે સિબેસિયસ ગ્લૈંડ હોય છે જેમાંથી મળતાં ઓઈલ ત્વચાને કોમળ રાખે છે. જો તે વધારે એક્ટીવ થઈ જાય તો ત્વચામાં ઓઇલની માત્રા વધી જાય છે અને રોમ છીદ્ર બંધ થઈ જાય છે. રોમ છીદ્ર બંધ થઈ જવાથી ત્વચામાં બેક્ટેરીયા વધી જાય છે અને ખીલ થવા લાગે છે. આ ઉપરાંત ત્વચામાં ટોક્સિક તત્વ વધારે પ્રમાણ હોય તો ત્વચા સંબંધિત અન્ય સમસ્યાઓ પણ થઈ શકે છે.

ત્વચા પર જ્યારે પણ ખીલ થાય ત્યારે ખોરાકમાં આયરન, ઝિંક, સોયાબીન, અનાજ, સુકા મેવા અને લીલા શાકભાજીનું સેવન વધારે પ્રમાણમાં કરવું જોઈએ. જ્યાં સુધી ખીલ મટી ન જાય ત્યાં સુધી ત્વચા પર મેકઅપનો ઉપયોગ ન કરવો. આ ઉપરાંત પ્રોસેસ્ડ ફૂડ, કોફી તેમજ ચાનું સેવન પણ ન કરવું. ખોરાકમાં આ ફેરફાર કરવાની સાથે જ ખીલની સમસ્યા દૂર થઈ જશે.

print

Comments

comments

VOTING POLL