ઘરનોકરોનાં હિતોના રક્ષણ માટે રાષ્ટ્રીય નીતિ ઘડવાની સરકારની જાહેરાત

March 13, 2018 at 12:07 pm


ઘરનોકરોનાં હિતોનાં રક્ષણ તેમ જ તેમને લઘુત્તમ વેતન અને સામાજિક સુરક્ષા આપવા સરકાર રાષ્ટ્રીય નીતિ ઘડી કાઢવા પર કામ કરી રહી હોવાનું રાજ્ય કક્ષાના શ્રમ ખાતાના પ્રધાન સંતોષકુમાર ગંગવારે લોકસભામાં આપેલા લેખિત ઉત્તરમાં જણાવ્યું હતું.
છેલ્લાં લગભગ ત્રણ વર્ષથી આ યોજના વિલંબમાં પડી હતી, એમ તેમણે કહ્યું હતું. મહિલાઓ સહિત સ્થાનિક કામદારોને શોષણ, હિંસાથી રક્ષણ આપવાના હેતુ તેમ જ તેમને સામાજિક સુરક્ષા અને લઘુત્તમ વેતન આપવા અંગેની રાષ્ટ્રીય નીતિને મામલે ચચર્િ ચાલી રહી હોવાનું તેમણે કહ્યું હતું.
વર્ષ 2015માં પ્રધાનમંડળમાં આ અંગેની રજૂઆત કરવામાં આવ્યા બાદથી એટલે કે અંદાજે ત્રણ વર્ષથી તે વિલંબમાં પડી હોવાનું તેમણે કહ્યું હતું.
લઘુત્તમ વેતન પ્રતિમાસ રૂ.9000, 15 દિવસની ફરજિયાત સવેતન રજા, સંપૂર્ણ સમય માટે કામ કરતા કામદારોને મેટરનિટી લીવનો લાભ આપવાની તેમાં જોગવાઈ છે.
મહિલા કામદારોનાં હિતોનાં રક્ષણ તેમ જ તેમને સામાજિક સુરક્ષા સહિતનાં ન્ય લાભા પૂરા પાડવા સરકાર કાયદો ઘડવાનું વિચારી રહી હોવા અંગે પુછાયેલા પ્રશ્ર્નનો ગંગવાર ઉત્તર આપી રહ્યા હતા.

print

Comments

comments

VOTING POLL