ઘીના ઉપયોગથી મેળવો ગ્લો અને સ્મૂથ ત્વચા

February 20, 2018 at 3:38 pm


ઘી ખાવું સ્વાસ્થ્ય માટે કેટલું જરુરી છે તે તમે અવારનવાર સાંભળ્યું હશે અને વાંચ્યુ પણ હશે. ઘીને સુપરફૂડ કહેવામાં આવે છે અને દરેકને ઘી ખાવાની સલાહ આપવામાં આવતી હોય છે. પાચનક્રિયાને રેગ્યુલર કરવા, હાડકાં મજબૂત બનાવવા, ન્યૂટ્રિશન્સ મળી રહે તે માટે, ઘી ખાવું ખુબ જરુરી છે. પરંતુ બ્યુટી પ્રોડક્ટ તરીકે પણ ઘી ઘણું ગુણકારી છે. વાળ અને ત્વચા માટે ઘી ઘણું ઉપયોગી છે.શિયાળામાં તેમજ અન્ય સીઝનમાં પણ જો હોઠ ફાટવાની સમસ્યા હોય તો લિપ બામ લગાવવાના બદલે ઘીનો ઉપયોગ કરો. સુકાઈ ગયેલા હોઠ પર ઘી લગાવવાથી હોઠ મુલાયમ બને છે. બસ એક ટીપું ઘી લઈને તેને હોઠ પર લગાવો અને હળવા હાથે મસાજ કરો અને રહેવા દો. ટુંક જ સમયમાં તમને અસર દેખાશે.સુંદર વાળ માટે તમે સ્કેલ્પ પર ઘી લગાવી શકો છો. ઘી તમારા માથાની ચામડીને મોશ્ચ્યુરાઈઝ કરશે અને તેના કારણે વાળ ચમકદાર અને મુલાયમ બનશે. તમે બે ચમચી ઘી અને એક ચમચી કોપરેલ મિક્સ કરીને હેર માસ્ક પણ તૈયાર કરી શકો છો. આ હેર માસ્કને વાળમાં લગાવો અને થોડી વાર મસાજ કરો. લગભગ 30 મિનિટ પછી વાળ ધોઈ નાખો. આનાથી બે મોઢા વાળા વાળથી પણ છૂટકારો મળશે.ડાર્ક સર્કલ્સને દૂર કરવાનો આ બેસ્ટ ઘરગથ્થુ ઉપચાર છે. એક ટીપું ઘી લઈને તેને આંખની નીચે લગાવો અને આખી રાત રહેવા દો. બીજા દિવસે સવારે ચહેરો ધોઈ નાખો. રેગ્યુલર આમ કરવાથી તમારા ડાર્ક સર્કલ્સ ગાયબ થઈ જશે અને ત્વચાની ચમક પણ વધશે.વાળમાં ઘીથી મસાજ કરશો તો બ્લડ સર્ક્યુલેશન સારું થશે અને વાળનો ગ્રોથ પણ વધશે. વાળ ઘટ્ટ પણ બનશે. મસાજ કરતા પહેલા ઘીને થોડું હુંફાળું ગરમ કરી દેવું જોઈએ.બે ચમચી ઘીને ગરમ કરો. તમે ઈચ્છો તો ગરમ ઘીમાં થોડું પાણી પણ ઉમેરી શકો છો. આ મિક્ષ્ચરને શરીર પર અને ચહેરા પર લગાવો. 15 મિનિટ સુધી રહેવા દો અને પછી ધોઈ નાખો. તમે નાહતા પહેલા આ ઉપાય કરી શકો છો. આનાથી સ્કિન ગ્લો કરશે અને સ્મૂથ પણ બનશે.ઘી ખાવાની વાત હોય કે પછી ચહેરા-વાળ પર લગાવવાનું હોય, સુનિશ્ચિત કરો કે તમે ચોખ્ખા ઘીનો ઉપયોગ કરી રહ્યા છો.

print

Comments

comments

VOTING POLL