પહેલીવાર માછીમારી કરી અને 1 માછલીએ કમાણી કરાવી 5 લાખ

August 7, 2018 at 5:00 pm


મુંબઈના પાલઘરના બે માછીમારો ચોમાસાની સીઝન બાદ પહેલીવાર માછીમારી કરવા ગયા અને તેમને જે માછલી મળી તેના કારણે તેમણે લાખોની કમાણી કરી લીધી છે.

ચોમાસામાં દરિયો ખેળવા પર પ્રતિબંધ હતો પરંતુ 1 ઓગસ્ટથી માછીમારોને દરિયામાં જવાની પરવાનગી મળ્યા બાદ પાલઘર બંદરથી રવાના થયેલા બે માછીમારોને ઘોલ માછલી પહેલીવારમાં જ મળી જતાં તેમની સીઝનની પહેલી કમાણી લાખોમાં થઈ ગઈ છે. જી હાં આ માછલી ખૂબ ઉપયોગી હોવાથી તે કિંમતી ગણાય છે. ભારત બહારના દેશમાં પણ તેની ખૂબ માંગ છે. પાલઘરના બંદર ખાતે આ માછલીની ખરીદી કરવા માટે લોકોએ બોલી લગાવી હતી અને તેમાં એક માછલીની 5.50 લાખની કિંમત આપનારને આ માછલી વેંચવામાં આવી છે.

print

Comments

comments

VOTING POLL