ગૂગલ માટે બનાવો ડૂડલ અને લઈ જાઓ 5 લાખનું ઈનામ

August 23, 2018 at 12:46 pm


ગૂગલએ 2018 ડૂડલ 4 ગૂગલ સ્પર્ધાની ઘોષણા કરી છે. આ સ્પર્ધામાં ભારતમાંથી પણ સર્જનાત્મક વ્યક્તિઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. ગૂગલએ વોટ ઈન્સ્પાયર્સ યુ નામની સ્પર્ધા શરૂ કરી છે. જેમાં ડૂડલના તમામ અક્ષરોને મીણ, કલર્સ અને ગ્રાફિક્સની મદદથી ડિઝાઈન કરવાના હશે. જે સ્પર્ધક આ ડૂડલને કલાત્મક રીતે રજૂ કરશે તેને 5 લાખનું ઈનામ મળશે. આ ઉપરાંત તેનું બનાવેલું ડૂડલ ગૂગલના હોમપેજ પર પણ મુકવામાં આવશે.

આ સ્પર્ધામાં 1થી 10 ધોરણના સ્પર્ધકો ભાગ લઈ શકશે. સ્પર્ધકોએ તેમનું તૈયાર કરેલું ડૂડલ 6 ઓક્ટોબર સુધીમાં જમા કરાવવાનું રહેશે અને 23 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધી તેને સાર્વજનિક વોટિંગ માટે રાખવામાં આવશે.

print

Comments

comments

VOTING POLL