GST : હેલ્થકેર-એજ્યુકેશનને મુક્તિ, સર્વિસેજ ઉપર ચાર દરો

May 19, 2017 at 10:48 am


શ્રીનગરમાં જીએસટી કોન્વસીલની બે દિવસીય બેઠકના બીજા દિવસે આજે સર્વિસેઝ પર જીએસટીના દર નક્કી કરવામાં આવતા આને લઈને ચાલી રહેલી અટકળોનાે અંત આવી ગયો હતાે. હેલ્થકરે અને એજ્યુકેશનને સર્વિસ ટેક્સની હદથી દુર રાખવામાં આવ્યા છે. આશ્નો મતલબ એ થયો કે હેલ્થકેર અને એજ્યુકેશનને છૂટછાટ અને રાહતાે મળતી રહેશે. સર્વિસઝ ઉપર જીએસટીના ચાર દરો પાંચ ટકા, 12 ટકા, 18 ટકા અને 28 ટકા રાખવામાં આવ્યા છે. નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યું હતું કે ટ્રાન્સપાેર્ટ સર્વિસ ઉપર પાંચ ટકા ટેક્સ લાગુ કરવામાં આવશે. જ્યારે લકઝરી સેવા ઉપર 28 ટકા ટેક્સ લાગુ કરવામાં આવશે. આજે જુદી જુદી સેવાઆે પર ટેક્સના સ્લેબ નક્કી કરવામાં આવ્યા હતા. હેલ્થકેર અને એજ્યુકેશનને રાહત અપાઈ છે. આને જીએસટીની હદમાંથી બહાર રાખવામાં આવ્યા છે. એન્ટરેટઈનેન્ટ ટેક્સને સર્વિસ ટેક્સમાં મર્જ કરી દેવામાં આવ્યો છે. ગુડ્સ, રેલવે અને એર ટ્રાન્સપાેર્ટ ઉપર પાંચ ટકા ટેક્સ લાગુ થશે. આ જીએસટીના સાૈથી નીચલા દરો છે. સીનેમા હોલ, સટ્ટાબાજી, રેસકોસૅ ઉપર 28 ટકા ટેક્સ લાગુ થશે. ફોન બિલ ઉપર 18 ટકા ચાર્જ લાગુ થશે. જ્યારે 1000થી આેછા ભાડાવાળી હોટલો જીએસટીની હદથી દુર રહેશે. આવી જ રીતે 2500 થી 5000ના ભાડા ધરાવનાર હોટલો પર 18 ટકા ટેક્સ લાગુ કરવામાં આવશે. પાંચ હજારથી ઉપરની ફાઈવ સ્ટાર હોટલો પર 28 ટકા ટેક્સ લાગુ થશે. આવી જ રીતે નાેન એસી રેસ્ટોરન્ટ ઉપર 12 ટકા સર્વિસ ટેક્સ લાગુ કરવામાં આવશે. સાેનાના સ્લેબ ઉપર ત્રીજી જૂનના દિવસે વિચારણા કરાશે. આેલા અને ઉબેર જેવી ટેક્સી સર્વિસ ટેક્સ પર પાંચ ટકા ટેક્સ લાગુ કરવાનાે નિર્ણય કરાયો છે.

મેટ્રાે, લોકલ ટ્રેનમાં યાત્રા અને ધાર્મિક યાત્રીઆેને જીએસટીમાં રાહત મળશે. ઈકોનાેમી ક્લાસમાં વિમાની યાત્રા પર પાંચ ટકા અને બિઝનેસ ક્લાસ પર 12 ટકા જીએસટી લાગુ કરવામાં આવશે. નાણામંત્રી અરૂણ જેટલીએ શ્રીનગરમાં જીએસટી કાઉÂન્સલની બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું હતું કે ટેલિફોન, ઈન્સ્યોરન્સ, હોટલો અને રેસ્ટોરન્ટ સહિત સર્વિસ ઉપર લાગુ થનાર ચાર ટેક્સ રેટને આખરી આેપ આપી દેવામાં આવ્યા છે. નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ આને અમલી કરવામાં આવશે. પહેલી જુલાઈના દિવસથી જીએસટી વ્યવસ્થા અમલી કરવામાં આવનાર છે. આ ટેક્સ રેટ પાંચ ટકા, 12 ટકા, 18 ટકા અને 28 ટકા રહેશે. ટેલિકોમ ફાઈનાન્સીયલ સર્વિસને સ્ટાન્ડર્ડ રેટ 18 ટકા સાથે ટેક્સ રાખવામાં આવ્યો છે. ત્રીજી જૂનના દિવસે જીએસટી કાઉÂન્સલની બેઠક ફરી એકવાર મળશે. જેમાં અન્ય પાસા પર ચર્ચા કરાશે. સાથે સાથે સાેના ઉપર ટેક્સ રેટ આ બેઠકમાં નક્કી કરવામાં આવશે. નવા ટેક્સ રેટ રેસ્ટોરન્ટ, ફિલ્મની તારીખ, સલૂનમાં જવા, ફોન બિલ સહિતની બાબતાે ઉપર લાગુ થશે.

નાેન એરકન્ડીશનર રેસ્ટોરન્ટ પર 12 ટકા ટેક્સને લઈને પણ ચર્ચા ચાલી રહી છે. આ 12 ટકા ટેક્સને લઈને કેટલાક લોકોએ નારાજગી પણ વ્યક્ત કરી છે. અત્રે નાેંધનિય છે કે ગઈકાલે પણ આ બેઠક આગળ વધી હતી. જેમાં જુદા જુદા પાસા પર નિર્ણય લેવામાં આવ્યા હતા. કાઉÂન્સલમાં ગઈકાલે 1211 વસ્તુઆે માટે ટેક્સ રેટને મંજુરી આપવામાં આવી હતી જે પૈકી સાત ટકાને મુક્તિ અપાઈ હતી. 14 ટકાને પાંચ ટકાના સ્લેબમાં, 17 ટકાને 12 ટકાના સ્લેબમાં, 43 ટકાને 18 ટકાના સ્લેબમાં અને બાકીની 19 ટકા વસ્તુઆેને 28 ટકાના ટોપ ટેક્સ બ્રેકેટમાં મુકવાનાે નિર્ણય લેવામાં આવ્યો છે. ટેલિકોમ સર્વિસ ભૂતકાળના એક જ રેટ ઉપર ટેક્સ રીતે લાગુ કરશે. 81 ટકા વસ્તુઆે પર 18 ટકા અથવા તાે નીચેનાે ટેક્સ લાગુ થશે. જ્યારે 19 ટકા વસ્તુઆે પર 29 ટકાથી પણ ઉપરનાે ટેક્સ લાગુ થશે. જેટલીએ ગઈકાલે ભારપૂર્વક કહ્યું હતું કે એકંદરે ટેક્સ બ્રેકેટમાં ઘટાડો કરવાના પ્રયાસ કરાશે. જીએસટી દરોને લઈને છેલ્લા ઘણા દિવસથી અટકળોનાે દોર ચાલી રહ્યાાે હતાે. જોકે 1000ની નીચેની ભાડાવાળી હોટલોને જીએસટી વ્યવસ્થામાંથી મુક્તિ આપવામાં આવી છે. સરકાર પહેલી જુલાઈથી જીએસટીને અમલી બનાવવા કમર કસી ચુકી છે. એવી અપેક્ષા છે કે દેશના જીડીપીમાં બે ટકાનાે ઉમેરો થશે. મૂળભૂત વસ્તુઆેને ખૂબ જ સાવધાનીપૂર્વકની ગણતરી સાથે રાખવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિનામાં તેમની અવધિના ત્રણ વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યાા છે. નવા ટેક્સ રેટમાં કોઈ ભાવ વધારો થશે નહીં. ખાસ કરીને જટીલ ટેક્સની વ્યવસ્થાને હળવી કરવાનાે નિર્ણય રખાયો છે. એજ્યુકેશન અને હેલ્થકેરને રાહતાે જારી રહેશે. કેરળના મુખ્યમંત્રી થોમસ ઈશાકે કહ્યું હતું કે લકઝરી ગુડ્સ પર 28 ટકાના દરે જીએસટી લાગુ થશે. કાઉÂન્સલની આગામી બેઠક ત્રીજી જૂનના દિવસે મળશે. ગઈકાલે જીએસટી કાઉÂન્સલની બેઠકમાં મોટાભાગની ચીજો પર ટેક્સના રેટ નક્કી કરાયા હતા. સૂત્રોના કહેવા મુજબ જીએસટીની બેઠક દરમિયાન આજે સવOસંમતિથી હેલ્થકેર અને એજ્યુકેશન જેવી પ્રાયમરી સર્વિસને રાહત આપવાનાે નિર્ણય કરાયો હતાે. જીએસટી કાઉÂન્સલની બેઠકમાં આજે સર્વિસ ઉપર જીએસટીના દરો નક્કી કરવામાં આવ્યા હતા. પાન, મસાલા, ગુટખા પર 232 ટકા જીએસટી લાગુ કરવાનાે નિર્ણય કરાયો છે. લકઝરી ચીજવસ્તુઆે વધુ માેંઘી કરવામાં આવનાર છે. બે દિવસીય બેઠકમાં આજે આ નિર્ણય લેવામાં આવ્યા હતા. બેઠકમાં લેવામાં આવેલા નિર્ણય મુજબ લક્ઝરીયસ વસ્તુઆેનાે ઉપયોગ ખર્ચાળ રહેશે.

print

Comments

comments

VOTING POLL