સિસ્ટમમાં ખામીથી ગુજરાતના વેપારીઓના ૩૦ હજાર કરોડના જીએસટી રિફડં પેન્ડિંગ

March 9, 2018 at 12:02 pm


દેશમાં કર માળખું સરળ બને તેવા હેતુસર અમલ કરાયેલા જીએસટીનો પ્રશ્ન હજી પણ કેટલાક વેપારીઓના કિસ્સામાં પેચીદો જ બનેલો છે. જીએસટી રિફંડમાં ઓન લાઇન કાર્યવાહીના ટાણે મિસમેસ’ અને નોટરેડી’ના જેવા સંદેશ સાથે સીસ્ટમમાં ઊભી થતી કેટલીક ટેકનિકલ ક્ષતી રહેવાથી ગુજરાતના એકસપોર્ટરોના લગભગ ત્રીસ હજાર કરોડના રિફન્ડ પેન્ડીંગ હોવાનો મુદ્દો ઉઠો છે. વેપારીઓના આ નાણાં રીલીઝ કરવા માટે રાય સરકાર અને કેન્દ્ર સરકારના વિવિધ તબક્કે ચર્ચાઓ કરી હોવા છતાં નક્કર નિરાકરણ નહી આવતાં આખરે હાઇકોર્ટમાં દાદ માંગવામાં આવી હોવાનો જીસીસીઆઇ રીજનલ કાઉન્સિલની વડોદરામાં મળેલી બેઠકમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
કાઉન્સિલના ચેરમેન શૈલેષ પટવારીએ જણાવ્યુ હતું કે, સિસ્ટમમાં કેટલાક કિસ્સામાં તો મિસમેસના કારણે નોટ રેડી જેવા સંદેશ આવી રહ્યા હોવાથી સીસ્ટમ હજી પૂરેપૂરી અપગ્રેડ થયેલી નથી તેમ સ્પષ્ટ્ર જણાઇ રહ્યુ છે. જેના પગલે આ પ્રશ્નનું નિરાકરણ યોગ્ય રીતે આવે તે માટે હાઇકોર્ટમાં દાદ માંગી છે

print

Comments

comments

VOTING POLL