Gujarat Lattest News

 • summar
  રાજ્યના 11 શહેરોમાં મહત્તમ તાપમાન 40થી 43 ડિગ્રી

  બે દિવસથી ગરમીમાં મામૂલી ઘટાડો જોવા મળે છે. મહત્તમ તાપમાનનો પારો એકાદ ડિગ્રી નીચે ઉતર્યો છે પરંતુ આમ છતાં રાજ્યના 11 શહેરોમાં મહત્તમ તાપમાન 40થી 43 ડિગ્રી વચ્ચે રહેવા પામ્યો છે. ગઈકાલે અમરેલીમાં 42.6, રાજકોટમાં 42.8, સુરેન્દ્રનગરમાં 43.7, ભુજમાં 43, કંડલામાં 42.5, અમદાવાદમાં 41.9, ગાંધીનગરમાં 42.5, ડિસામાં 41.9, ઈડરમાં 43.2, વિદ્યાનગરમાં 42.5, વડોદરામાં 40.2 ડિગ્રી … Read More

 • Duronto Express
  કાલે સાંજે રાજકોટ-મુંબઈ દુરન્તો એકસપ્રેસનું મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે પ્રસ્થાન

  રેલવે મંત્રાલય દ્વારા મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ દુરાન્તો એકસપ્રેસ (નં.12267-12268) ટ્રેનને રાજકોટ એકસ્ટેન્શન જાહેર કર્યા અનુસાર કાલે રવિવા તા.27મીએ સાંજે 6-30 વાગ્યે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે લીલીઝંડી ફરકાવીને પ્રથમ રાજકોટ-મુંબઈ સેન્ટ્રલ દુરાન્તો એકસપ્રેસ ટ્રેનનું ઉદ્ઘાટન કરવામાં આવનાર છે. આ પ્રસંગે મેયર જૈમનભાઈ ઉપાધ્યાય, સાંસદ મોહનભાઈ કુંડારીયા અતિથિ વિશેષ તરીકે તેમજ રેલવે Read More

 • summar
  સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમીમાં મામુલી રાહત: રવિવારથી હિટવેવની આગાહી

  રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ગઈકાલથી ગરમીમાં રાહત થઈ છે પરંતુ ભેજનું પ્રમાણ વધી જતા અને વાદળિયું વાતાવરણ રહેતા બફારો વધી ગયો છે. આજે સૌરાષ્ટ્રમાં અપર લેવલે વાદળો દેખાયા હતા. દરિયા કાંઠાના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધી ગયું છે સાથોસાથ પવનની ગતિ પણ વધી ગઈ છે. રાજકોટમાં સવારે 18 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. દ્વારકામાં 26, ઓખામાં 9, … Read More

 • 3DRasiasec_ir1
  મેકુનુ વાવાઝોડું કાલે 170 કિ.મી.ની ઝડપે ઓમાન પર ત્રાટકશે

  અરબી સમુદ્રમાં ઉદભવેલું મેકુનુ નામનું વાવાઝોડું હાલ ઓમાનના સોકોટ્રા ટાપુથી 180 કિલોમીટર દૂર અને સાલાલાહથી 440 કિલોમીટર દૂર દક્ષિણ-દક્ષિણ પૂર્વ દિશામાં છે અને પ્રતિ કલાકના 6 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે. ઈન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ (આઈએમડી)ના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ આ વાવાઝોડું ઓમાનના દરિયા કાંઠે સિવીયર સાયકલોનીક સ્ટ્રોમ બનીને આવતીકાલે સવારે ત્રાટકશે અને કલા Read More

 • 04_1527091047
  સુરતમાં લેડી ડોન ભૂરીનો આતંકઃ ખુલ્લી તલવાર સાથે ભય ઉભો કર્યો

  વરાછા વિસ્તારમાં ખુલ્લા હથિયારો સાથે ફરતી લેડી ડોન ભૂરીએ ફરી આતંક મચાવ્યો છે. હોળીના દિવસે આતંક મચાવનારી ભૂરીનો વીડિયો વાયરલ થયો હતો. ત્યારે ફરી વરાછાની વષાર્ સોસાયટીમાં ખુલ્લી તલવાર સાથે આવેલી ભૂરીનો બે દિવસ અગાઉનો સીસીટીવી સામે આવ્યો છે. હોળીના દિવસે ખુલ્લા હથિયારો સાથે દેખાયેલી ભૂરી ફરી હથિયારો સાથે નજરે પડી હતી. લિવ ઈનમાં રહેતી … Read More

 • parking
  હવે પાર્કિંગની માહિતી પણ મેળનો મોબાઇલ એપ પર….

  મેગાસિટી અમદાવાદ વિકાસની દૃષ્ટિએ હરણફાળ ભરી રહ્યું છે મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ પણ શહેરને સ્માર્ટસિટી બનાવવાની દિશામાં આગળ વધી રહ્યા છે. શહેરીજનોને સૌથી વધારે કનડતી સમસ્યા ટ્રાફિકની છે. શહેરમાં દરરોજ ટ્રાફિક જામનો પ્રશ્ન વિકટ બની રહ્યો છે. અણધડ પાર્કિંગ વ્યવસ્થાના કારણે અનેકવાર જે તે કોમર્શિયલ બિલ્ડિંગ, મોલ કે પે એન્ડ પાર્કમાં વાહન પાર્ક કરવા જગ્યા હોવા … Read More

 • parjanya2
  વરૂણદેવને રીઝવવા રાજ્યભરમાં પરજન્ય યજ્ઞ કરાવશે ગુજરાત સરકાર

  વિજય રુપાણીની આગેવાની વાળી ગુજરાતની ભાજપ સરકાર 31મી મેના રોજ ભગવાન ઈન્દ્ર અને વરુણદેવને સારા વરસાદ માટે રીઝવવા માટે 31 જિલ્લાઆે અને આઠ મુખ્ય શહેરોમાં પરજન્ય યજ્ઞ કરાવશે. ઉલ્લેખનીય છે કે પાછલા એક મહિનાથી ચાલતા ગુજરાત સરકારના સુજલામ સુફલામ જળ અભિયાનના અંતિમ દિવસે એટલે કે 31મી મેના રોજ પરજન્ય યજ્ઞો કરાવવામાં આવશે. આ અભિયાન હેઠળ … Read More

 • gujrat_cm
  મુખ્યમંત્રી રૂપાણી રવિવારે રાજકોટમાંઃ માનવ ઉત્કર્ષ મહોત્સવમાં હાજરી આપશે

  પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના 89મા જન્મ મહોત્સવ નિમિત્તે પ્રગટ બ્રûસ્વરૂપ મહંત સ્વામી મહારાજના સાંનિધ્યમાં આગામી તા.27ને રવિવારે રેસકોર્સ મેદાન ખાતે યોજાનારા માનવ ઉત્કર્ષ મહોત્સવમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખાસ ઉપસ્થિત રહેનાર હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાન (બીએપીએસ) દ્વારા આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્ Read More

 • khedut
  ગૌચરની જમીન મુદ્દે ઉપવાસ કરી રહેલા માલધારી નું અવસાન, હોબાળો

  વલ્લભીપુરના ચમારડી ગામે ગૌચરની જમીન આપવા માટે સરકાર વિરૂદ્ધ છેલ્લા 10 દિવસથી માલધારીઓ ઉપવાસ આંદોલન પર બેઠા હતા. જેમાંથી આજે રેવાભાઇ ગોદડભાઇ સાસલા નામના આધેડ માલધારીની તબીયત લથડી હતી. તેઓને ભાવનગરની સર ટી. હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા. પરંતુ તબીબે મૃત જાહેર કરતા મોટી સંખ્યામાં માલધારીઓ હોસ્પિટલે દોડી આવ્યા હતા અને જ્યાં સુધી ગૌચરની જમીન … Read More

 • vinod bhatt
  જાણીતા હાસ્ય લેખક વિનોદ ભટ્ટનું નિધન

  સાહિત્ય જગતના જાણીતા હાસ્ય લેખક વિનોદ ભટ્ટનું ૮૦ વર્ષની વયે નિધન થયું છે. તેઓ છેલ્લા ઘણા સમયથી બિમાર હતા. વિનોદ ભટ્ટએ છેલ્લા ત્રણ દિવસથી અન્ન જળનો ત્યાગ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે તેમણે દેહદાન કરવાનો નિર્ણય કર્યો હતો જે અંતિમ ઈચ્છાનું પાલન કરવામાં આવશે. વિનોદ ભટ્ટનો જન્મ ૧૪ જાન્યુઆરી, ૧૯૩૮ ગુજરાતનાં નાંદોલ ખાતે થયો હતો. … Continue reading જા Read More

Most Viewed News
VOTING POLL