Gujarat Lattest News

 • default
  નાયબ કલેકટર, મામલતદાર સહિતની 294 જગ્યા ભરાશે

  ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ગ-1 અને વર્ગ-2ની કુલ 294 જગ્યાઓ ભરવામાં આવશે. યુવાનો માટે સરકારી નોકરીની નવી તકો ખુલવા પામી છે. જેમાં વર્ગ-1માં નાયબ કલેકટરની 50, ડીવાયએસપીની 3, સહાયક રાજય વેરા કમિશનરની 15, નાયબ નિયામક (વિકસતી જાતિ)ની 1, નાયબ નિયામક (અનુ જાતિ કલ્યાણ)ની 1, મદદનીશ કમિશનર આદિજાતિની પાંચ જગ્યા સહિત કુલ 75નો સમાવેશ થાય … Read More

 • rain1
  વલસાડ, નવસારી, ભરૂચ, સુરત, તાપી જિલ્લામાં 3થી 9 ઇંચ વરસાદ

  બે દિવસથી સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધ્યું છે પરંતુ દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ મેઘરાજાની સટાસટી ચાલુ રહી છે. વલસાડ, નવસારી, ભરૂચ, સુરત, તાપી, ખેડા સહિતના જિલ્લાઆેમાં 3થી 9 ઇંચ વરસાદ ખાબકયો છે. વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે મધુવન ડેમમાં નવા પાણીની ધિંગી આવક થતાં ડેમના 8 દરવાજા ખોલવામાં આવ્યા છે અને તેના કારણે … Read More

 • cm
  સૌરાષ્ટ્રમાં પૂરની સ્થિતી સર્જાતાં કંટ્રોલરૂમ પહોંચ્યા સીએમ, રાહતકાર્ય અંગે આપ્યું માર્ગદર્શન

  રાજ્યમાં સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા છેલ્લા એક સપ્તાહથી અવિરત વરસી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાત્કાલિક બેઠક બોલાવી અસરગ્રસ્ત વિસ્તારોની સ્થિતી અંગે ચર્ચા કરી હતી. આજે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પૂરની ગંભીર સ્થિતિ ઊભી થઈ છે જ્યારે કેટલાક ગામો સંપર્ક વિહોણા થયા છે. ત્યારે આજે સાંજે મુખ્યમંત્રીએ વરસાદને લઈ બેઠક બોલાવી હતી. આ બેઠક … Read More

 • truck-accident-7
  સુરત: ક્ધટેનર અને ટેમ્પો વચ્ચે ટક્કરથી લાગી ભીષણ આગ

  અમદાવાદ-મુંબઇ હાઇવે ઉપર સોમવારે વહેલી સવારે ક્ધટેનર અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઓવરટેક કરવા જતા બંને વાહનની ભારે ટક્કર થઇ હતી અને તેને કારણે કેન્ટેનર-આઇસર ટેમ્પો બંનેમાં ભીષણ આગ લાગી હતી. અકસ્માતથી આઇસર ચાલકને સારવાર અર્થે નવસારીની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો છે. ક્ધટેનરમાં યાર્ન અને આઇસરમાં કેમિકલ હોવાની આશંકા સેવાઇ રહી છે. કીમ ચાર રસ્તા … Read More

 • IMG-20180713-WA0602
  વીરપુર(જલારામ)માં વીજ થાંભલાના શોકથી 4 ગાયોના મૃત્યુ

  વીરપુર જલારામ ગામે પીજીવીસીએલની ઘોર બેદરકારીને કારણે રાણબાગ વિસ્તારમાં વીજ પોલમાં આવતા શોકને કારણે ચાર ગાયોને વીજ કરંટ લાગતા ચારેય ગાયોના ત્યાંને ત્યાં જ મોત નિપજ્યા હતા. પુજય જલારામ બાપાની પાવનભૂમિ વીરપુર જલારામ ગામે આજે સવારે ચાલુ વરસાદે એક ગોવાળ ગાયોને ચરાવવા માટે લઈ જતો હતો ત્યારે ગામના રાણબાગ વિસ્તાર પાસે પહોંચતા ગાયો દીવાલથી બચવા … Read More

 • default
  બંગાળની ખાડીમાં લો-પ્રેશર: ગુજરાતમાં અપર એર સાયકલોનિક સરકયુલેશન

  બંગાળની ખાડીમાં ઉત્તર પશ્ર્ચિમ દિશામાં અને તેની આસપાસના વિસ્તારોમાં લો-પ્રેશર સર્જાવા પામ્યું છે. આ ઉપરાંત લો-પ્રેશરની આસપાસના વિસ્તારોમાં દરિયાની સપાટીથી 7.6 કિ.મી.ની ઉંચાઈ પર અપર એર સાયકલોનિક સરકયુલેશન સર્જાયું છે અને તેના કારણે દેશના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે અને ચોમાસુ વધુ સક્રિય બનશે તેવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. હવામાન ખાતાના … Read More

 • default
  ડોમીસાઈલ સર્ટિફિકેટનો રિપોર્ટ સોમવારે રજૂ કરવા હાઈકોર્ટનો આદેશ

  ગુજરાતમાં મેડિકલ અને પેરા મેડિકલના સ્ટેટ કવોટામાં પ્રવેશ મેળવવાના મુદે 207 વિદ્યાર્થીઓ પાસે ગુજરાત અને રાજસ્થાન એમ બે રાજ્ના ડોમીશાઈલ સર્ટિફિકેટ હોવાની રજૂઆત ગુજરાત હાઈકોર્ટ સમક્ષ થઈ હતી 11 જુલાઈએ થયેલી આ પિટિશનમાં અરજદારે કરેલી રજૂઆતના આધારે પ્રવેશ સમિતિને 500 એવા મળ્યા કે, જેમની પાસે મહારાષ્ટ્ર અને ગુજરાત બન્નેનું ડોમીસાઈલ સર્ટિફિકેટ છે. સુરતમાં પ્રવેશ પ્રક્રિયા … Read More

 • default
  વાયબ્રન્ટ સમિટમાં થયેલા કરારો પૈકી 500 કરોડથી વધુના પ્રોજેક્ટોનો મુખ્યમંત્રી દ્વારા થઈરહેલો રિવ્યુ

  ગુજરાતમાં મહત્તમ રોકાણો આવે તેમજ રાજ્યનો વિકાસ ઝડપી બને તે માટે મુખ્યમંત્રી વિજય રૃપાણીએ ગત વાયબ્રન્ટ સમિટમાં થયેલા રૃ. 500 કરોડ કે તેનાથી વધુ રકમનાં પ્રોજેક્ટોનો ઝડપથી અમલ કરવા માટે દર મહિનાના ત્રીજા બુધવારે રીવ્યુ બેઠક યોજવાનું શરુ કર્યું છે. મુખ્યમંત્રી કાયર્લિયના સૂત્રોના જણાવ્યા અનુસાર અગાઉ અધિકારીઓ તેમજ રોકાણકાર કે ઉદ્યોગપતિ સાથે બે બેઠક કયર્િ … Read More

 • paper-checking-1-640x360
  ધો.12ના પેપર ચેકિંગમાં શિક્ષકોએ કરી મોટી મોટી ભૂલો: બોર્ડનું તેડુ

  ગળાકાપ સ્પધર્નિા સમયમાં ધોરણ 12 બોર્ડનું પરિણામ કરિયર બનાવી પણ શકે છે અને બગાડી પણ શકે છે. ત્યારે ઘણીવાર પેપર તપાસનારા શિક્ષકોની ભૂલોનું પરિણામ વિદ્યાર્થીઓએ ભોગવવું પડે છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ (જીએસએચઈબી) દ્વારા પેપર તપાસતી વખતે ટોટલમાં ભૂલો કરનારા 5,742 વિદ્યાર્થીઓને સમન્સ પાઠવવામાં આવ્યું છે. આ શિક્ષકોએ ટોટલમાં 10થી 23.5 માર્કની ભૂલો … Read More

 • high-court_1520496401
  અમદાવાદ-રાજકોટ જેવા મોટા શહેરોમાં વાહનોના ધૂમાડાથી પ્રદૂષણ વધે છે: હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી

  રાજ્યના વિવિધ શહેરોમાં સરકારી અને ખાનગી વાહનો દ્વારા વધી રહેલા પ્રદુષણ મામલે આજે ગુજરાત હાઇકોર્ટમાં પયર્વિરણ મિત્ર સંસ્થા દ્વારા એક જાહરે હિતની અરજી કરવામાં આવી છે. આ જાહેર હિતની અરજીમાં રજુઆત કરાઇ છે કે, ગુજરાતના તમામ મોટા શહેરો જેવા કે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં વાહનોમાંથી નિકળતા ધૂમાડાને કારણે હવાનું પ્રદુષણ વધી રહ્યુ છે અને … Read More

Most Viewed News
VOTING POLL