ગુજરાત ટેકનોલોજીકલ યુનિવસ્િર્ટિી જીટીયુ સાથે સંકળાયેલી તમામ ડિગ્રી એન્જિનિયરીંગ કોલેજમાં પ્રથમ સેમેસ્ટરમાં અભ્યાસ કરતા અંદાજે ૩૮ હજાર જેટલા વિદ્યાર્થીની પરીક્ષાનું પરિણામ ગઇકાલે જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં માત્ર ૧૦૦૨૨ વિદ્યાર્થી પાસે અને ૨૭૨૬૩ વિદ્યાર્થીઓ નાપાસ જાહેર થયા હતા. આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ નાપાસ જાહેર થતા ભારે હોબાળો મચી ગયો હતો. ૩૫ ટકાએ પ્રવેશ અને મોડે સુધી પ્રવેશ કાર્યવાહી ચાલુ રાખવા ઉપરાંત ફેકલ્ટીની અછત અને અભ્યાસક્ર પુરો ન થવા સહિતના અનેક કારણોના કારણે આટલું નીચુ પરિણામ આવ્યું હોવાનું સત્તાવાળાઓ માની રહ્યા છે.
માહિતી અનુસાર જીટીયુ દ્વારા લેવાયેલી બી.ઇ. સેમેસ્ટ-૧નું પરિણામ જાહેર થતાની સાથે જ એન્જિનિયરિંગ કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફેલાયોલો છે. પરીક્ષા આપનારા અંદાજે ૩૮ હજાર વિદ્યાર્થીઓ પૈકી ૨૭૨૬૩ વિદ્યાર્થીઓ એટલે કે ત્રીજા ભાગના વિદ્યાર્થીઓ નાપાસ જાહેર થયા છે. જયારે માત્ર ૧૦૦૨૨ વિદ્યાર્થીઓ જ પાસ થયા છે. આટલી મોટી સંખ્યામાં નાપાસ થવા પાછળ વિદ્યાર્થીઓ ઉત્તરવહીઓ આડેધડ તપાસી હોવાના આક્ષેપો કરી રહ્યા છે.
ચાલુ વર્ષે ૩૫ ટકાએ વિદ્યાર્થીઓએ પ્રવેશ આપવામાં આવ્યો હતો. સામાન્ય રીતે ૩૫ કાએ સારી કોમસ્િ કોલેજોમાં પણ પ્રવેશ મળતો નથી. આમ છતાં ડિગ્રી ઇજનેરીમાં ૩૫ ટકાએ પ્રવેશ આપવામાં આવ્યો હતો. જેના કારણે પ્રથમ વર્ષમાં વિદ્યાર્થીઓ નબળો દેખાવ કરે તે સ્વભાવિક છે. આ ઉપરાંત મોડે સુધી એટલે કે ઓગસ્ટ-સપ્ટેમ્બર સુધી પ્રવેશ કાર્યવાહી ચાલતી હતી.