|
|
| |
 |
સૌરાષ્ટ્ર્ર–કચ્છમાં ગરમીનો પ્રકોપ: હીટવેવની આગાહી
|
 |
 |
|
|
| |
|
|
 |
|
|
| |
બે દિવસ ગરમીના પ્રમાણમાં એકાદ ડિગ્રી જેટલો મામૂલી ઘટાડો નોંધાયા બાદ ગઇકાલથી તાપમાનનો પારો ફરી ઉંચે ચડી રહ્યો છે. હવામાન ખાતાના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ હજુ તાપમાન વધશે અને આગામી ૪૮ કલાક દરમિયાન ગુજરાત અને રાજસ્થાનના મોટાભાગના વિસ્તારમાં હીટવેવ કન્ડીશન સર્જાશે. ગરમ હવા લોઅર લેવલે ફંકાશે જેના કારણે તાપમાનનું પ્રમાણ ઉંચું જશે અને લૂ ફંકાવાની સાથોસાથ આકરા તાપ માટે લોકોએ તૈયાર રહેવું પડશે.
રાજકોટ, ભુજ, સુરેન્દ્રનગર, ડીસા, ઇડર સહિત રાયના સંખ્યાબધં શહેરોમાં મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રી પહોંચી ગયું છે. કંડલા, અમદાવાદ, ગાંધીનગર, વલ્લભવિધાનગર સહિતના શહેરોમાં મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી નોંધાયું છે. સમગ્ર રાયમાં સૌથી ઉંચું તાપમાન ઇડર ખાતે ૪૨ ડિગ્રી નોંધાયું છેહવામાન ખાતાના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ પિમ દિશામાંથી પવનો ફંકાઇ રહ્યા હોવાથી રાત્રે તાપમાન નીચું ઉતરે છે જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં અને રાજકોટ જેવા શહેરોમાં રાત્રે અને વહેલી સવારે ગરમી–બફારામાં રાહત રહે છે પરંતુ આ સિવાયના સૌરાષ્ટ્ર્ર–કચ્છ સહિત ગુજરાતના અન્ય વિસ્તારોમાં તો લોકો બપોરે ગરમીથી અને રાત્રે–વહેલી સવારે બફારાથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજના પ્રમાણ પર નજર નાખીએ તો માંડવીમાં ૯૧, નલિયામાં ૯૦, કંડલામાં ૮૨, દ્રારકામાં ૯૫, ઓખામાં ૯૬, પોરબંદરમાં ૯૨ ટકા ભેજ નોંધાયો છે. રાજકોટમાં ભેજનું પ્રમાણ ૭૧ ટકા રહેવા પામ્યું છે.
હવામાન ખાતાની આગાહીમાં જણાવ્યા મુજબ આગામી ૪૮ કલાક દરમિયાન ગુજરાત અને રાજસ્થાનના મોટાભાગના વિસ્તારોમાં લોઅર લેવલે ગરમ પવનો ફંકાશે અને તેના કારણે આ બન્ને રાયોમાં હીટવેવ કન્ડીશન સર્જાશે. રાજસ્થાનની બરાબર ઉપરના ભાગે અપર એરસાયકલોનિક સરકયુલેશન સર્જાયું છે અને તેની અસરના એક ભાગરૂપે આ બન્ને રાયોમાં આગામી બે દિવસ ગરમી માઝા મુકશે. |
 |
 |
 |
|
|
| |
 |
|
|
 |
NyS>fps_p AÞe kdpQpfp¡ |
 |
| |
|
 |
NyS>fps fpô²$ue Ap„sffpô²$ue M¡g-S>Ns |
 |
h^y kdpQpfp¡ |
 |
|
| |
|