પાલિતાણામાં કતલખાના અને માસ–મટનના વેચાણ સંદર્ભે અચોક્કસ મુદતના અનશન પર બેઠેલા જૈન મૂનિએ અિસ્નાન કરી લેવાની આપેલી ચીમકીથી આજે અંતિમ દિવસે જિલ્લા વહિવટી તંત્રને ગાંધીનગરના દિગ્ નેતાઓ પણ હચમચી ઉઠા હતા. કારણ કે આજે જૈનમૂનિ મૈત્રપ્રભસાગર મ.સા. પોતાની માંગ પૂરી ન થાય તો જાહેરમાં આત્મવિલોપન કરવાના હતા. પરંતુ જિલ્લા કલેકટર, એસ.પી. અને અધિક જિલ્લા કલેકટર સહિતના અધિકારીઓ અને નેતાઓની દરમ્યાનગીરીથી સુખદ સમાધાન થતાં તંત્રને હાશકારો થયો છે.
જૈન મૂનિ મૈત્રીપ્રભસાગર મ.સા. સાથે જિલ્લા કલેકટર ડી.જી. ઝાલાવાડિયા, એસ.પી. વી.ચંદ્રશેખર, આર.ડી.સી. જગદિશ ત્રિવેદી, યાત્રાધામ વિકાસ બોર્ડના ચેરમેન મહેન્દ્રભાઇ ત્રિવેદી, પાલિતાણાના ધારાસભ્ય મહેન્દ્રસિંહ સરવૈયા સહિતનાએ મુલાકાત લઇને તેમને સમજાવ્યા હતા. છેલ્લા ૪ દિવસથી ચાલતા સમજાવટના પ્રયાસોમાં આજે તંત્રને સફળતા મળી હતી અને નગરપાલિકાની હદમાં સાડાચાર કિ.મી. ત્રિયામાં આજથી જ માસ મટન વેચાણ અને કતલખાના પર પ્રતિબધં ફરમાવવાની વાતનો જૈન મૂનિએ સ્વીકાર કર્યેા હતો. તો બીજી બાજુ વહિવટી તંત્રએ પણ તેમની માંગણી મુજબ ૯ કિ.મી.માં પ્રતિબધં લાદવા જરૂરી કાર્યવાહી શરૂ કરીને આગામી બે માસમાં યોગ્ય કરી દેવાની ખાતરી ઉચ્ચારી હતી. આથી અનશન અને જાહેરમાં આત્મવિલોપન કરવાના કાર્યક્રમનો સુખદ અતં આવ્યો હતો. લાંબા સમય સુધી ચાલેલા આ વિવાદીત મુદ્દાને અંતે સુખદ સમાધાન આવતા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ રાહતનો દમ લીધો હતો. જો સમાધાન ન થયું હોત તો આજે સાંજના જૈન મૂનિ મૈત્રીપ્રભસાગર મ.સા. જાહેરમાં આત્મવિલોપન કરવાના હતા અને આ ઘટનાને પગલે જૈન સમાજમાં ભારે ઉત્તેજના છવાયેલી હતી. આથી વહિવટી તત્રં આજે છેલ્લા દિવસે ભારે ખરાબ સ્થિતીમાં મૂકાયું હતું. પરંતુ સમગ્ર વિવાદનો અતં આવતા હવે ગાંધીનગર બેઠેલા ઉચ્ચ અધિકારીઓ, નેતાઓ અને જિલ્લા વહિવટી તંત્રને રાહત મળી છે. આવતીકાલે જૈન મૂનિ મૈત્રીપ્રભસાગર મ.સા. પારણા કરશે તેમ તેમના સમર્થક દિપકભાઇ શાહે 'આજકાલ' દૈનિક સાથે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું. પરંતુ અનશનની છાવણી આજે જ મૂનિ મહારાજ છોડી દેશે તેમ તેઓએ ઉમેર્યુ હતું. આમ, જૈન સમાજમાં વ્યાપણેલી ચિંતાભરી સ્થિતીનો અતં આવ્યો છે.
|