બોટાદ માર્કેટીંગ યાર્ડમાં ગુરૂવારે સી.સી.આઇ. દ્રારા કપાસના નીચા ભાવે હરાજી કરતા ખેડૂતો વિફર્યા હતા અને ખેડૂતોએ હરાજી બધં કરી નાખેલ અને યાર્ડમાં ચક્કાજામ કરીને યાર્ડના મુખ્ય દરવાજા બધં કરી આડા ઉભાર રહી ગયેલ અને કપાસના પૂરા ભાવ આપો તે સાથે અડગં રહ્યા હતા.
આ બનાવની જાણમાં યાર્ડના અધિકારીઓ અને બોટાદ પાળિયાદ પોલીસ સ્ટાફનો મોટો કાફલો દોડી ગયો હતો. તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્રારા કપાસની આયાત બધં કરી દેવામાં આવી અને તેનો વિરોધમાં યાર્ડેા બધં રહ્યા હતા. ત્યારે ૧–૪–૧૨ ના રોજ રાજકોટ ખાતેની એક મીટીંગમાં સી.સી.આઇ. દ્રારા જાહેરાત કરવામાં આવેલ કે કપાસ રૂા. ૯૦૦ ના ભાવે લેવામાં આવશે. જેના અનુસંધાને ગુરૂવારે દૂર દૂરથી ખેડૂતો બોટાદ માર્કેટીંગ યાર્ડમાં આવેલ અને અંદાજે સવાલાખ મણ કપાસ આપેલ અને સી.સી.આઇ. દ્રારા કપાસની હરાજી કરવામાં આવેલ પણ કપાસની હરાજી ૮પ૦ થી ૮પપ ના ભાવે કરતા ખેડૂતો વિફર્યા હતા અને હરાજી બધં કરી દીધેલ તથા યાર્ડમાં ચક્કાજામ કરી નાખેલ.
વિફરેલા ખેડૂતોએ યાર્ડના મુખ્ય દરવાજાઓ બધં કરી નાખેલ અને કપાસના ઉંચા ભાવ આપવાની માંગણી સાથે અડગં રહ્યા હતા. આ બનાવની યાર્ડના અધિકારીઓને જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયેલ અને સી.સી.આઇ.ના અધિકારીઓ સાથે વાર્તાલાપ કરેલ અને આ બનાવ અંગે બોટાદ–પાળિયાદ પોલીસનો મસમોટો કાફલો ઘટના સ્થળે દોડી ગયેલ પણ વિફરેલા ખેડૂતોએ પોલીસની ગાડીઓને પણ અટકાવી અંદર ન જવા દીધી હતી
|