Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail Us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
News Section
  ગુજરાત
  રાષ્ટ્રીય
  આંતરરાષ્ટ્રીય
  ખેલ-જગત
  રાજકોટ આવૃતિ
  અમદાવાદ આવૃતિ
  જામનગર આવૃતિ
  ભાવનગર આવૃતિ
  પોરબંદર આવૃતિ
  ભૂજ-કચ્છ આવૃતિ
 
Archives
 
Ahmedabad Edition All News ૧૭/૧૦/૨૦૧૧ (સોમવાર)
 
હવે વકીલ કનારાની પૂછપરછ કરવાની પોલીસને મંજૂરી મળી
  $  
 

આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટે સુપ્રીમ કોર્ટમાં રજુ કરેલાં સોગંદનામા એડવોકેટ વી. એચ. કનારાની ઓફિસમાં તૈયાર થયા હોવાની માહીતીના આધારે પોલીસે તેમની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા. આ દરમિયાન વકીલ કનારાએ પોતાની ધરપકડ સામે ‘સ્ટે’ માંગતી હાઇકોર્ટમાં રીટ પીટીશન કરી હતી. આજરોજ સુનાવણી દરમિયાન હાઇકોર્ટના જસ્ટીસ આર. એચ. શુકલ એ વકીલ કનારાની અદાલત મિત્રને સાથે રાખી માત્ર પૂછપરછ કરવા પોલીસને મંજૂરી આપી છે.
હાઇકોર્ટે પોતાના ચુકાદામાં એવું અવલોકન કર્યું હતું કે, વકીલ વી. એચ. કનારાની પૂછપરછ કરતાં પહેલાં નોટિસ તથા સમન્સ આપવું. પૂછપરછ દરમ્યાન અદાલત મિત્ર ડી. એમ. માંગુકિયાને સાથે રાખવા.
આ અંગેની વિગતવાર માહિતી એવી છે કે સરકાર સામે જંગે ચઢેલા આઇપીએલ અધિકારી સંજીવ ભટ્ટની ધરપકડ બાદ રીમાન્ડ અરજી ફગાવી દીધા બાદ પોલીસે આગળ વધારેલી તપાસમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સામે આક્ષેપ કરવા માટે તૈયાર કરવામાં આવેલાં સોગંદનામામાં હાઇકોર્ટમાં પ્રેક્ટિસ કરતાં એડવોકેટ વી. એચ. કનારાની ઓફિસમાં થયા હોવાનું તપાસમાં ખુલવા પામ્યું હતું. જેને પગલે ધરપકડથી ગભરાઇ ગયેલા એડવોકેટ કનારાએ શુક્રવારે મોડી રાત્રે ધરપકડ પર સ્ટે માંગતી અરજી હાઇકોર્ટના જસ્ટીશ આર. એચ. શુકલ સમક્ષ કરી હતી. જે અરજીના અનુસંધાને હાઇકોર્ટના જસ્ટીસે પોલીસની કાર્યવાહી સોમવાર સુધી સ્ટે ફરમાવી દીધો હતો.
પોલીસને કારણદર્શક નોટીસ જારી કરી હતી. જે અંગેની આજરોજ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાઇકોર્ટના જસ્ટીસ આર. એચ. શુકલે વકીલ કનારાની અદાલત મિત્રની હાજરીમાં પૂછપરછ કરવા પોલીસને મંજૂરી આપી છે.

Top of page
Adv$phpv il¡f$_p AÞe kdpQpfp¡
 
  ગુજરાતમાં સરકારની નીતિ ખેડૂત વિરોધી ઃ દશરથ પટેલ
  રસાયણ વિજ્ઞાનમાં કોર્સ બહારનું પૂછાતા દેખાવો
  ગ્રામીણ વેપારીઓ માટે આધાર હોલસેલ સ્ટોર શરૂ
  શાહપુર-ઇસનપુરમાં ઝેરી મેલેરિયાના પગલે બે મોત
  રોગચાળા મામલે વિપક્ષની બેઠક બોલાવવા ઉગ્ર માંગ
  હવે વકીલ કનારાની પૂછપરછ કરવાની પોલીસને મંજૂરી મળી
Adv$phpv$ Aph©rsil¡fÆëgp¡AÞe
h^y kdpQpfp¡
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.