ભાવનગર પુર્વના ધારાસભ્ય વિભાવરીબેન દવે માવતરની માવજત હોય કે વૃક્ષોનો ઉછેર હંમેશા પ્રેરણાક્રોત રહ્યા છે. ભાવનગરના આ મહિલા ધારાસભ્યએ પોતાની મોટરકાર પર પર્યાવરણ બચાવો, વૃક્ષોવાવોના સુત્ર સાથે પોતાની કારને પર્યાવરણના હિતમાં બોલતી કરી છે. રસ્તા પર દોડતી આ મોટરકાર સૌ કોઇનું ધ્યાન ખેંચે છે. અને વૃક્ષ વાવો પર્યાવરણ બચાવોના સંદેશને ઉજાગર કરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાય સરકારના ગ્રીન એમ્બેસેડર તરીકે ધારાસભ્ય વિભાવરીબેન દવે પ્રેરણાદાયી રહ્યા છે.
પર્યાવરણની વાતને લઇ અગાઉ તેઓએ લીલી માવજત લીમડાની અભિયાન ચલાવીને રસ્તાઓને લીલાછમ કરવાનું કાર્ય આદર્યુ હતું. ત્યારબાદ ભાવનગરના અસંખ્ય ચિત્રકારોને લઇને બોલતી દિવાલ બનાવી અને હવે બોલતી કાર રસ્તા પર દોડતી કરીને તેઓએ નવો ચિલો ચાતર્યેા છે. શહેરના રસ્તા પર વિવિધ વિસ્તારોમાં દોડતી આ મોટરકાર પર્યાવરણ બચાવોના અભિયાન માટે આકર્ષણનું કેન્દ્ર રહી છે. ચિત્રોને સંદેશાના સુત્રો સાથેની આ કાર ધારાસભ્ય વિભાવરીબેનનો પર્યાવરણ પ્રત્યેનો પ્રેમ વ્યકત કરે છે. આમ તેઓની માવતરની માવજત અને વૃક્ષોની ઉછેર અભિયાન કામગીરીએ તેમની સામાજીક સેવામાં ચાર–ચાંદ લગાવ્યા છે.
|