આગામી ૧૪મીએ વેલેન્ટાઇન–ડે છે ત્યારે તેને લઇને યુવા–યુવતિઓમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે અને તેના પડઘા પણ પડી રહ્યા છે. વેલેન્ટાઇન–ડે અનુસંધાને આજે પ્રપોઝ–ડે ઉજવ્યો હતો અને આ ઉજવણીમાં કેટલાને સફળતા મળી અને કેટલાકને માર ખાવાનો વારો આવ્યો હતો. આ એક રમુજ પ્રસરાવે તેવો બનાવ શહેરના વાઘાવાડી રોડ પર બન્યો હતો એક યુવતિએ એક યુવાનની જાહેરમાં ધોલાઇ કરી નાખી હતી. વાત એમ હતી કે આ યુવાને એક સાથે થોડી મીનીટોમાં બે સગ્ગી બહેનોને પ્રપોઝ કરતા ભાંડો ફુટયો અને માર ખાધો હતો !
શહેરના વાઘાવાડી રોડ ઉપર આજે પ્રપોઝ–ડે નિમિત્તે પ્રપોઝ કરવાનું ભારે પડયુ જો કે લે લે કુવારા જેવો વિચારધારા ધરાવતો આ યુવાન અડધી કલાકમાં બે વધુ યુવતિઓને પ્રપોઝ કરી ચુકયો હતો. દરેકને ગુલાબ અને ચોકલેટ આપી પ્રપોઝ કર્યુ હતું. અને તેમા યુવાનની જાણ બહાર બે સગ્ગી બહેનોને એકસાથે પ્રપોઝ થઇ જતાં લોચો પડયો હતો ! બન્ને બહેનો વચ્ચે કોમ્યુનીકેશન સારૂ હતુ અને મીનીટોમાં જ યુવાનનો ભાંડો ફુટી ગયો. યુવાનને ફરી મળવા બોલાવી રણચંડી બનેલી મોટી બહેને યુવાનને વાઘાવાડી રોડ ઉપર જ ધોલાઇ કરી નાખી હતી. આ બનાવને પગલે યુવાન ગુલાબનું ફુલ અને ચોકલેટનો ડબ્બો મુકીને મુઠીવાળીને ભાગ્યો હતો. આ બનાવે ભારે રમુજ પ્રસરાવી હતી.