Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail Us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
News Section
  ગુજરાત
  રાષ્ટ્રીય
  આંતરરાષ્ટ્રીય
  ખેલ-જગત
  રાજકોટ આવૃતિ
  અમદાવાદ આવૃતિ
  જામનગર આવૃતિ
  ભાવનગર આવૃતિ
  પોરબંદર આવૃતિ
  ભૂજ-કચ્છ આવૃતિ
 
Archives
 
Bhavnagar Edition All News ૦૯/૦૨/૨૦૧૨ (ગુરૂવાર)
 

જૈન તિર્થનગરી પાલિતાણાના આંગણે કાલે મુખ્યમંત્રીના સદભાવના ઉપવાસ

 
 
 
આવતીકાલે ૧૦મી ફેબ્રુઆરીના રોજ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સદભાવના ઉપવાસ તિર્થનગરી પાલિતાણામાં યોજાવાના છે. તે લઈને વહિવટી તંત્રને ભાજપના આગેવાનો દ્રારા તમામ તૈયારીઓ આટોપી લેવામાં આવી છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ઉપરાંત પાંચથી વધુ પ્રધાનો અને અન્ય રાજકીય આગેવાનો વિવિધ ધર્મના
Top of page
વડાઓ તથા જ્ઞાતિઓના આગેવાનો ઉપસ્થિત રહેનાર છે. મુખ્યમંત્રીના આગમનના પગલે પાલિતાણા પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું છે.
જૈન તિર્થનગરી પાલિતાણાના આંગણે મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સદભાવના ઉપવાસ મિશનનો કાર્યક્રમ આવતીકાલે યોજનાર છે. સદભાવનાકાર્યક્રમને લઈને ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલ, વનમંત્રી કિરીટસિંહ રાણા, ગ્રામ વિકાસ રાજય મંત્રી મોહનભાઇ કુંડારીયા, કૃષિ રાજય મંત્રી કનુભાઇ ભાલાળા, સ્વર્ણિમ ગુજરાત ૫૦ મુદા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્યક્ષ આઇ.કે.જાડેજા, ગુજરાતના આયોજન પંચના ઉપાધ્યક્ષ ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહેનાર છે તેમજ હિન્દુ–મુસ્લીમ સમાજના ધર્મગુરૂઓ તથા વિવિધ જ્ઞાતિઓ અને સંગઠનોના આગેવાનો પણ સદભાવના ઉપવાસમાં જોડાશે. સદભાવના ઉપવાસને લઈને પાલિતાણા પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું છે. જૈન ધર્મનગરી પાલિતાણાના આંગણે મુખ્યમંત્રીના ઉપવાસને લઈને ભારે ઉત્સાહ અને ઉત્તેજના છવાઈ છે.
આ કાર્યક્રમને લઈને સ્થાનિક વહિવટી તત્રં અને જિલ્લા ભાજપ દ્રારા તમામ તૈયારીઓ પુર્ણ કરી દેવામાં આવી છે. સ્થાનિક ધારાસભ્ય મહેન્દ્રસિંહ સરવૈયા અને એગ્રો નિગમ બોર્ડના ચેરમેન ડો. મનસુખભાઈ માંડવીયા તથા જિલ્લા ભાજપ અધ્યક્ષ બાબુભાઈ જેબલીયા અને નગરપાલિકા પ્રમુખ પ્રવિણભાઈ ગઢવી, પાલિતાણા ભાજપના હોદ્દેદારો વગેરેએ ભારે જહેમત ઉઠાવી છે
cph_Nf il¡f$_p AÞe kdpQpfp¡
 

જૈન તિર્થનગરી પાલિતાણાના આંગણે કાલે મુખ્યમંત્રીના સદભાવના ઉપવાસ

  ત્રાપજ નજીક વાહન અકસ્માતમાં પુત્રની નજર સામે પિતાનું મોત
cph_Nf Aph©rsil¡fsmpÅdlzhprilp¡f`pguspZpbp¡Vpv
h^y kdpQpfp¡
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.