છેલ્લા કેટલાક સમયથી સરકાર કર્મચારીને નવા–નવા કામ સોંપવાના કારણે પોતાના ક્ષેત્રનું કામ નિયત સમયમાં કરી શકતા નથી. થોડા સમય પહેલા જ રાય સરકારની વિકાસ ગાથાના વિશેષાંકના લવાજમ ઉઘરાવવાની જવાબદારી રાય સરકારની સંસ્થાઓને સોપાઇ હતી. જેમાં પણ આમ જનતા અને વેપારીઓમાં રોષ વ્યાપ્યો હતો. ત્યાં રાય સરકારે તળાજા પીજીવીસીએલને વધુ એક કામગીરીની જવાબદારી અપાઇ હતી.
ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લી.ના ૨૦૧૨ના કેલેન્ડર ગ્રાહકોને આપવા માટે તળાજા પીજીવીસીએલને અપાયા છે. તળાજાના કુલ ૨૭૦૦૦ ગ્રાહકો સામે તળાજામાં ૮૦૦૦ ગ્રાહકો માટે કેલેન્ડર આવ્યા છે. જેની વહેચણી માટે તળાજા પીજીવીસીએલના મીટર રીડર તથા અન્ય કર્મચારીને આ કામગીરી સોપાઇ છે. એક મીટર રીડરને એક દિવસમાં ૨૦૦ કેલેન્ડર સાથે વિજ બીલની કામગીરી સોપાઇ છે. આ સામે પીજીવીસીએલના કર્મચારીઓએ બળાપો કાઢો હતો. એક જ દિવસમાં આ કામગીરી કેમ થઈ શકે ? વીજબીલ આપવાનું સાથે કેલેન્ડર લેનાર ગ્રાહકની રજીસ્ટરમાં સહી લેવાની કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા ગુજરાત ઉર્જા વિકાસ નિગમના આ કેલેન્ડરમાં પાને–પાને મુખ્યમંત્રીફ અને ઉર્જામંત્રીના દર્શન થાય છે અને સાથે ઉર્જા વિભાગની કામગીરીની યશગાથા અને ગ્રાહકોને સુરક્ષાની માહિતી સિવાય આ કેલેન્ડરમાં કાંઈ લેવાનું !!?
તળાજા પીજીવીસીએલના ઈજનેર દુધાગરાના જણાવ્યા પ્રમાણે એક તો તળાજા ઓફિસમાં વરસોથી સ્ટાફ ઓછો છે અને નવી–નવી આ કામગીરીથી ચાલુ કામગીરીમાં વિક્ષેપના કારણે નિયત સમયમાં કોઈ કામ પુરૂ થતું નથી. ૨૭૦૦૦ વિજ ગ્રાહકો સામે ૮૦૦૦ કેલેન્ડર બાકીના ગ્રાહકો માટે કયારે બીજા કેલેન્ડર ધ્યાને આવશે ? તેની ખબર નથી !