બગદાણા પોલીસ તાબા હેઠળના રોહીશા ગામે એક જ જ્ઞાતિના બે જુથો વચ્ચે સશક્ર મારામારી થતા બન્ને પક્ષોના આશરે ચાર સભ્યોને ઈજા થવા પામી હતી. જેમાં બેની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે બન્ને જુથ દ્રારા સામસામી પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી.
બગદાણા તાબાના રોહીશા ગામે રહેતા કોળી ઘેલાભાઈ સાર્દુલભાઈ મકવાણાએ આજ ગામના વિનુભાઈ આતુભાઈ, રઘા આતુભાઈ, મંજુબેન વિનુભાઈ તથા ગૌરીબેન આતુભાઈ વિરૂધ્ધ એવી ફરિયાદ નોંધાવી હતી કે આજથી દોઢ વર્ષ પહેલા ફરિયાદ ઘેલાભાઈના મોટાભાઈની પુત્રી શકુબેને ભાગી જઈ લ કરી લીધા હતા. આ અંગે સામાવાળાઓ સાથે લાંબા સમયથી મનદુ:ખ ચાલ્યું આવતું હોય તેની દાઝ રાખી ગત તા.૪થીના રોજ આરોપીઓએ લોખંડના પાઇપ અને ટી વડે ફરિયાદી તથા તેના ભાઈ ભીમાભાઈને માર મારી ઈજા પહોંચાડતા સારવાર માટે બન્નેને ભાવનગરની હોસ્પિટલમાં ખસેડાતા યાં ભીમાભાઈની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
યારે સામાપક્ષે આજ ગામની કોળી ગૌરીબેન આતુભાઈએ પણ ઘેલાભાઈ સાર્દુલભાઈ, ભીમાભાઈ સાર્દુલભાઈ તથા હરિભાઈ સાર્દુલભાઈ વિરૂધ્ધ એવી ફરિયાદ નોંધાવી હતી કે આરોપીઓએ જુના ઝઘડાની દાઝ રાખી લોખંડના પાઇપ વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી. બન્ને પક્ષો દ્રારા નોંધાયેલી ફરિયાદની તપાસ દાઠાના ઈન્ચાર્જ એસઆઇ આર.ડી. મકવાણાએ હાથ ધરી છે
|