તળાજા તાલુકાના કુંડવી ગામે રહેતી એક યુવતિના આગામી દિવસોમાં લ યોજાવાના હોય ત્યારે જ યુવતિની મોટી બહેનના દિયર દ્રારા અપહરણ કરી જવાની ઘટના બનતા તળાજા પંથકમાં ચકચાર ફેલાઈ જવા પામી છે.
કુંડવી ગામે રહેતા રહીશ દ્રારા એવા મતલબની ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે તેની પુખ્યવયની નાની બહેનના લ આગામી તા.૨૫મીના રોજ જેસર તાબાના એક ગામમાં નિર્ધાર્યા હતા. દરમિયાનમાં ગત તા.૩જીના રોજ બપોરના સમયે બોરડા ગામનો આહિર રઘુ મસરી ભમ્મર યુવતિને ફોસલાવી બદકામના ઈરાદે ભગાડી ગયો હતો.
આરોપી રઘુ મસરી ભમ્મર ભોગ બનનાર યુવતિની મોટી બહેનનો સગપણમાં દિયર થતો હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું હતું. આ બનાવ અંગે ભગાડી જનાર યુવતિના ભાઈ દ્રારા દાઠા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઇ આર.ડી. મકવાણાએ તપાસ હાથ ધરી છે. આ બનાવથી દાઠા પંથકમાં ભારે ચર્ચા ઉઠવા પામી હતી