અંજાર નગરપાલીકા કોલોનીમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવીને તિજોરીમાંથી રોકડા રૂપિયા અને સોનાના આભૂષણો સહીત રૂા. ૧.પ૩ લાખનો મુદમાલ તફડાવી ગયા હતા.
આ અંગેની અંજાર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું અંજાર નગરપાલીકા કોલોનીના મકાન નંબર ર૭૧માં રહેતા શકીનાબેન મહમદ રાઠોડ ભુજ પોતાના ભાઈના ઘરે ગયા હતા તે દરમ્યાન તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવીને મકાનના તાળા તોડી અંદર રહેલ તીજોરીનું પણ તાળુ તોડી રોકડા રૂા. ૧ લાખ તથા સોનાના બુટીયા, હાર, ચેઈન સહીત રૂા. ૧,પ૩,પ૦૦ ની ચોરી કરી લઈ ગયા હતા તેમ પોલીસે જણાવ્યું હતું. આ અંગે ભોગ બનનારે નોંધાવેલ ફરીયાદના આધારે પોલીસે અજાણ્યા શખ્સો વીરૂધ્ધ ગુન્હો નેાંધી વધુ તપાસ પી.એસ.આઈ. ભરતસિંહ પરમાર ચલાવી રહ્યા છે.