ગાંધીધામ ઃ પુર્વ કચ્છ એલસીબીને મળેલી બાતમીના આધારે એએસપીના માર્ગદર્શન હેઠળ અંજારના દબડા વિસ્તારમાં રેડ કરતા ૧.ર૪ લાખ ની રોકડ સાથે ૯ સહીત રૂા.૪૮,૩૦૦ ની ચોરી કરી જતા આ બનાવમા બંસીલાલ લખમશી રાંભીયાએ માંડવી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. બીજી તરફ કોડાય ગામે આવેલા અંબઈ માતાજીના મંદિરમાંથી ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. જો કે હજુ સુધી આ બનાવમાં પોલીસ ફરિયાદ નોંધાવાઈ ન હોવાનું જાણવા મળે છે. માંડવી તાલુકામાં એકી સાથે બે જગ્યાએ મંદિર ચોરીના બનાવો બનતા ભાવીકોમાં રોષ ફેલાયો છે. ચોરીના બનાવોનો ભેદ ઉકેલવા માટે રહેવાસીઓએ જવાબદારો સમક્ષ એક રજુઆત કરીહોવાનું જાણવા મળે છે.ઉલ્લેખનીય છે કે હજી બે દિવસ પૂર્વે અબડાસા તાલુકાના ખારવા ગામે મંદિર ચોરીના બનાવનો પ્રયાસ થયો હતો. ત્યાંજ ફરી મંદિરને નિશાન બનાવાતા ચકચાર ફેલાઈ જવા પામી છે.
કચ્છ જિલ્લામાં છેલ્લા ઘણાં સમયથી મંદિર ચોરીના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. તેમ છતા ભેદ ઉકેલી શકાતો નથી. થોડા સમય પહેલા મંદીર ચોરીના બનાવોમાં પોલીસે એક ગેંગને ઝડપી પાડી હતી. જેની પુછપરછમાં અંદાજિત કચ્છની ૩૩ જેટલી ચોરીના બનાવોનો ભેદ ઉકેલાયો હતો. ત્યારે આવીજ કોઈ ગેંગ જાણે ફરી સક્રિય બની હોય તેમ એક પછી એક મંદિરોને નિશાન બનાવી રહી છે. ત્યારે આ મંદિર ચોરીના બનાવોનો ભેદ ઉકેલવા પશ્ચિમ કચ્છ પોલીસે એક ખાસ ટીમ તૈયાર કરી છે. પશ્ચિમ કચ્છના પોલીસ વડા જીતેન્દ્ર રાજગોરના જણાવ્યા પ્રમાણે મંદીર ચોરીના બનાવોને ધ્યાનમાં લઈને એક ખાસ ટીમ તૈયાર કરાઈ છે આ ટીમમાં એલસીબીના ચાર કર્મચારીઓને કામે લગાડવામાં આવ્યા છે. હાલમાં ચોરીમાં સંડોવાયેલા શંંકાસ્પદ ઈસમોની પુછપરછ શરૂ કરવામાં આવી છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે કોઈપણ સ્થળે ર્ધાિમક સ્થળોની આજુબાજુ કોઈ શંકાસ્પદ વ્યકિત નજરે પડે તો તેની જાણનજીકના પોલીસ મથકે કરવા જણાવ્યું હતું.