ગાંધીધામ ઃ ભચાઉ તાલુકાના આધોઈ ગ્રામ પંચાયત દ્વારા વહીવટીતંત્રના સક્ષમ અધિકારીને અંધારામાં રાખીને સરકારી જમીન ફાળવી દેવાઈ હતી. અને હાઈકોર્ટના હુકમનો અનાદર કરાતા પ્રમુખ, તલાટી, મંત્રી સહીત ૯૩ સામે ફોજદારી ગુન્હો નેાંધાયો છે.
આ અંગે આધોઈ પોલીસ મથકએ ભચાઉ તાલુકા વિકાસ અધિકારી લાલુભાઈ મનુભા તળવીએ નોંધાવેલ ફરીયાદના આધારે આધોઈ પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે આધોઈ ગ્રામ પંચાયતે ગત તા. ર૮-૦ર-ર૦૦૮ થી ૧૭-૦૧-ર૦૧ર સુધીમાં વહીવટીતંત્રના સક્ષમ અધીકારીઓને અંધારામાં રાખી ભૂકંપ સમયે સંપાદીત કરેલ આશરે ૧૦૦ એકર જમીન ગેરકાયદેસર ઠરાવ કરીને મંજુર કરાવ્યા વગર ખોટા દસ્તાવેજોના આધારે વિવિધ જ્ઞાતિના મંડળો તથા સંસ્થાઓના પ્રમુખોને ફાળવી દેવાતા મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો અને કોર્ટના હુકમનો અનાદાર કરતા પ્રમુખ, તલાટી મંત્રી સહીત ૯૩ વિરૂધ્ધ ફોજદારી ફરીયાદ નેાંધાઈ છે તેમ પોલીસે જણાવ્યું હતું.
આ ગુન્હામાં જેમની સામે ફરિયાદ નોંધાઈ છે તેમાં ખુમાન જખરા વણકર,સ્વ. મહેશગીરી ગુંસાઈ, વનરાજસિંહ જાડેજા, હરીભાઈ જીવાભાઈ વણકર, તુલસી બીજલ કોલી, અમૃતલાલ માધવજી લુહાર, પેથા દેવજી સીગીંયા, વિશનજી ગોકળ ભુટક, રાજા કાનજી મણોદરા, રાઉમા સુલેમાન લાલમામદ, રાંભીબેન કોલી, કાનાભાઈ કોલી, કાંતાબેન ઠક્કર, મીઠીબેન ભુવાનભાઈ, પ્રજાપતિ ગોમતીબેન હરીભા, વખતીબેન ગરવા, સરપંચ બધીબેન માધાભાઈ ભરવાડ, અરવિંદ ધરમશી સુથાર, હરી પાંચા પ્રજાપતિ, બાબુ અરજણ ભીલ, બબીબેન વિશરામ રબારી, હીરા હરજી રાવરીયા, જમણાબેન વાઘજી બાંભણીયા, બેચરા મનુજી મણોદરા, રાજા કાનજી મણોદરા, વસતાભાઈ હરીભાઈ, કચરા માલા ચાવડા, વાણુભા જાડેજા, રમીબેન વાઘેલા, ભાણાભાઈ કોલી, કાળુ પોપટ ભીલ, હરજી ભચુ ભીલ, પાંચુબેન કાનજી ભીલ, ધનુબેન બીજલ ભીલ, સુરેશ છગન જોષી, વનરાજસિંહ નોબતસિંહ જાડેજા, પ્રમુખ - મંત્રી સ્વામીનારાયણ સંપ્રદાય, પ્રમુખ - મંત્રી સોની સમાજ, પ્રમુખ - મંત્રી લુહાર સમાજ, પ્રમુખ - મંત્રી વિશા શ્રીમાળી ગુર્જર સમાજ, પ્રમુખ - મંત્રી બોરીચા મિત્રમંડળ, પ્રમુખ - મંત્રી વિશા ઓશવાળ ર્મુિતપુજક જૈન સંઘ, પ્રમુખ - મંત્રી કારીયા ભાવિક મંડળ, પ્રમુખ - મંત્રી છેડા ભાવિક મંડળ, પ્રમુખ - મંત્રી આધોઈ યુવક મંડળ, આધોઈ સોશ્યલ ગ્રુપ - મુંબઈ, પ્રમુખ - મંત્રી દરજી સમાજ, પ્રમુખ - મંત્રી લોહાણા સમાજ, પ્રમુખ - મંત્રી ક્ષત્રીય સમાજ,પ્રમુખ - મંત્રી લેવા પાટીદાર સમાજ, પ્રમુખ - મંત્રી ચરલા મંડળ મુંબઈ, પ્રમુખ - મંત્રી જય અંબે ટ્રસ્ટ, પ્રમુખ - મંત્રી શાહ વિશા ઓસવાળ મંડળ, પ્રમુખ - મંત્રી આધોઈ મિસ્ત્રી મંડળ, પ્રમુખ - મંત્રી આધોઈ સાહુ મંડળ, પ્રમુખ - મંત્રી સતાણી ગડા ભાવિક મંડળ, પ્રમુખ -મંત્રી સરચા માતા મિત્રમંડળ, પ્રમુખ - મંત્રી વીશા ઓશવાળ મહાજન, પ્રમુખ - મંત્રી પ્રજાપતિ સમાજ, પ્રમુખ - મંત્રી વિશા ઓસવાળ મિત્રમંડળ, પ્રમુખ - મંત્રી સગા મિત્રમંડળ, પ્રમુખ - મંત્રી ગાલા ભાવિક મંડળ, પ્રમુખ - મંત્રી ચબુતરો અને ચારો, ખડીરીયા મંડળ, પ્રમુખ - મંત્રી અધોઈ વિશા સોસાયટી મહાજન, પ્રમુખ - મંત્રી આધોઈ પાંજરાપોળ, પ્રમુખ - મંત્રી હરીજન મેઘવાળ મારૂ સમાજ, પ્રમુખ - મંત્રી કારીયા સમાજ, ભીલ સમાજ, પ્રમુખ - મંત્રી હરીજન ભદુ સમાજ, પ્રમુખ - મંત્રી હરીજન કારીયા સમાજ, પ્રમુખ - મંત્રી આધોઈ ગુર્જર મેઘવાળ સમાજ, પ્રમુખ - મંત્રી વિવિધ સહકારી મંડળી, પ્રમુખ - મંત્રી સ્થાનીક છ કોટી જૈન સંઘ, વી.બી.રાઠી ઈન્ચાર્જ - ત.સ.મ. આધોઈ (હાલે આડેસર,તા.રાપર), પી.કે.પટેલ - ત.સ.મ. આધોઈ (હાલે ભચાઉ), આર.કે.પટેલ - ત.સ.મ. આધોઈ (હાલે આધોઈ)સહીત ૯૩ સામે ફરીયાદ નોંધાઈ છે. પોલીસે તમામ સામે ગુન્હો નેાંધી આગળની કાર્યવાહી આધોઈ પોલીસ મથકના દીનકર રાવલએ હાથ ધરી છે.