Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail UsGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
News Section
  ગુજરાત
  રાષ્ટ્રીય
  આંતરરાષ્ટ્રીય
  ખેલ-જગત
  રાજકોટ આવૃતિ
  અમદાવાદ આવૃતિ
  જામનગર આવૃતિ
  ભાવનગર આવૃતિ
  પોરબંદર આવૃતિ
  ભૂજ-કચ્છ આવૃતિ
 
Archives
 
Bhuj-Kutch Edition All News 17/08/2011 (by^hpf)w
 
રાપર તાલુકાનું જનજીવન અસ્તવ્યસ્ત કરતા મેઘરાજા–મોસમનો વરસાદ ર૬ ઈંચ
     
 

અષાઢ માસ વીતી ગયા બાદ કચ્છમાં શ્રાવણમાં મેઘરાજાની સચરાચર પધરામણી થતાં જનજીવન ચેતનવંતુ બની ગયું છે. સ્વાતંત્ર્ય દિને રાપરમાં દોઢ ઈંચ(૩૮ એમ.એમ.) વરસાદ પડતા સીઝનનો કુલ્લ વરસાદ ૬પ૭ મી.મી. નોંધાયો છે. કુલ ર૬ ઈંચ વરસાદ થતાં લોકો ગેલમાં આવી ગયા છે. નખત્રાણામાં ૬ એમ.એમ. તથા ભચાઉ અને ગાંધીધામમાં ત્રણ-ત્રણ એમ.એમ.વરસાદ પડ્યો હતો. મંગળવારે મોટા ભાગના વિસ્તારોમાં મેઘ વિરામ રહ્યો હતો.
હવામાન ખાતાએ બુધવારના કેટલાક સ્થળે છૂટો છવાયો વરસાદ વરસે એવી આગાહી કરી છે. ધાબડિયું વાતાવરણ રહ્યું હતું. ભુજમાં સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯ર ટકા નોંધાયું હતું. કંડલામાં સવારે ૮પ અને નલિયામાં ૮૩ ટકા નોંધાયું હતું. અસહ્ય ઉકળાટ અનુભવાયો હતો.
રાપર
એક સપ્તાહથી રાપર તાલુકામાં મેઘાએ મહેર ચાલુ રાખી હતી. સમગ્ર સીઝનનો કુલ્લ વરસાદ ૬પ૭ મી.મી. નોંધાયો છે. એટલે કે કુલ્લ ર૬ ઈંચ વરસાદ થતાં લોકો ગેલમાં આવી ગયા હતા. અને સાતમ-આઠમની ખરીદી કરવા આજે તાલુકા મથકે ઉમટી પડ્યા હતા.
રાપર શહેરના જગાસર ઓગનની તૈયારીમાં જયારે આંઢવાળા તળાવને પ્રમુખ હકુભા સોઢા, તાલુકા મામલતદાર શ્રી પરમાર, મહેશ રમેશ સીયારીયા, નવલબેન બાભાણીયા, મહેશ સુથાર, અરવિંદ ગુંસાઈ, દિનેશ સોલંકી, રહ્મીન દોશી વિગેરેએ શાસ્ત્રોક્ત વિધીથી ઢોલ નગારા સાથે વધાવાયું હતું. તળાવ વધાવવાનુ નારાયણ ખેંગાર ડોડીયા લઈ આવેલ જેને ઈનામ અપાયું હતું. નાયબ મામલતદાર મહેશ ઠક્કરના જણાવ્યાનુસાર ગઈકાલે બપોરના ૧ર વાગ્યા સુધી ૧૯૪ મી.મી.વરસાદ સાથે કુલ્લ ૬પ૭ મી.મી. વરસાદ નોંધાયો છે.
તો તા.પં. પ્રમુખ ગંગાબેન ગોહિલ, જી.પં.સભ્ય કાનજીભાઈ ગોહિલ, હમીરપર, ફતેહગઢ, ભીમાસર વિસ્તારમાં ભારે વરસાદના લીધે નદી આવતાં ધ્વજવંદનના કાર્યક્રમમાં હાજર રહી શક્યા ન હતા. તો બાલાસર પાસે સીમ તળાવ તુટતાં માર્ગ બંધ રહ્યો હતો. તેવી જ સ્થિતિ પ્રાંથાણના બેલા, મોસાણા, જાટાવાડાની છે. આ વિસ્તાનર ૩ દિવસથી સંપર્ક વિહોણો છે. સુવઈનું સિંચાઈ ડેમ ઓગની ગયું હતું. ઉપરાંત સુવઈ, વણોઈ, ત્રંબૌમાં ભારે વરસાદ થયો છે તેવું વાડીલાલ સાવલાએ જણાવ્યું હતું. પથી ૭ ઈંચ વરસાદ થતાં સુવઈ ડેમને વાડીલાલ સાવલાએ વધાવ્યું હતું. તો ભીમાસરનું તળાવ ઓગની જતાં સરપંચ પ્રવીણભાઈએ વધાવેલ. ધોરાવીરા વિસ્તારના તમામ નદી નાળા, તળાવો છલકાઈ ગયા હતા. સમગ્ર વિસ્તારમાં ૩થી ૧૦ ઈંચ જેવો વરસાદ વિતેલા ર૪ કલાકમાં પડ્યો હતો. રાપર જળસિંચન પેટા વિભાગ હસ્તકના લોદ્રાણી જાટાવાડા-૧, રતનપર, અમરાપર, ૧-ર, બેલા, મૌસાણા, પલાસવા, ગઢડા મળી ૧૦ ડેમો ઓગની ગયાનું નાયબ કા. ઈજનેર એસ.કે.સોલંકીએ જણાવ્યું હતું. સતત વરસાદી માહોલ વચ્ચે આજે સૂર્યદેવના દર્શન થયા હતા. જેથી ગ્રામ્ય વિસ્તારોમાંથી ખરીદી કરવા લોકો ઉમટ્યા હતા. વરસે તો વાગડ ભલો કહેવત અનુસાર વાગડમાં શ્રીકાર વરસાદ થતાં શિયાળુ પાક પુષ્કળ પ્રમાણમાં પાકશે. ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. જેના નિકાલ માટે ખેડૂતો કામે લાગી ગયા છે.
રાપર તાલુકામાં મેઘરાજાએ મહેમ કરતા લોકો ખુશીથી ઝુમી ઉઠ્યા છે. વરસાદના લીધે માર્ગો ધોવાઈ ગયા છે તો પી.જી.વી.સી.એલના થાંભલા ઉખડી જતાં મહદઅંશે વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે.
આલખાય છે ત્યારે ઘડીક વાદળ ઘડીક તડકા જેવું વાતાવરણ થઈ રહ્યું છે.
તાલુકાનું નામ સીઝનનો કુલ વરસાદ મિ.મિ.
અબડાસા ૧૩પ
અંજાર ર૩૬
ભચાઉ પ૦૩
ભુજ ર૮૯
રાપર ૬પ૭
ગાંધીધામ ૩પપ
નખત્રાણા રર૯
લખપત ૧૦૧
માંડવી ર૩૬
મુન્દ્રા રપર

Top of page
cQpD-fp`f_p AÞe kdpQpfp¡
 

સેલારી શાળાના ઉચાપત કાંડમાં થતા સમાધાનના પ્રયાસો

    રાપર તાલુકાનું જનજીવન અસ્તવ્યસ્ત કરતા મેઘરાજા–મોસમનો વરસાદ ર૬ ઈંચ
c|S-L$ÃR> Aph©rsc|S>Np„^u^pd-Apv$u`|fA»ÅfcQpD-fp`f`rïQd-L$ÃRAÞe
h^y kdpQpfp¡
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.