કચ્છ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં આજે ઠંડીમાં આંશિક રાહત થઈ હતી. જોકે, ડિસામાં ઠંડી વધી હતી. હવામાન ખાતાએ પોતાના બુલેટીનમાં આગામી ર૪ કલાક દરમિયાન ઠંડીનું મોજુ યથાવત્ રહેવાનો નિર્દેશ આપ્યો છે. આજે પણ નલિયાએ ૬.ર ડિગ્રી સાથે પોતાનું પ્રથમ સ્થાન જાળવી રાખ્યું હતું. જયારે ૯.૩ ડિગ્રી સાથે ડિસા પહેલા નંબરે હતું.
ભુજમાં આજે મહત્તમ તાપમાન ર૬.૪ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૧૦.૯ ડિગ્રી અને ભેજનું પ્રમાણ સવારે ૪૭ ટકા અને સાંજે ૧૭ ટકા હતું જયારે પવનની સરેરાશ ઝડપ ૯ કિ.મી. હતી તેમજ દિશા ઉત્તર પૂર્વ હતી.
જયારે નલિયામાં લઘુત્તમ તાપમાન ૬.ર ડિગ્રી અને મહત્તમ તાપમાન ર૮ ડિગ્રી તેમજ ભેજનું પ્રમાણ સવારે ૬૭ ટકા જયારે સાંજે પાંચ ટકા હતું. ઉત્તર-પૂર્વની દિશા સાથે પવનની ઝડપ સરેરાશ ૮ કિ.મી. હતી. જોકે, નલિયાના લઘુત્તમ તાપમાન અમદાવાદ સ્થિત હવામાન ખાતાની કચેરીમાં પ.૪ ડિગ્રી દર્શાવાયું હતું. આમ નલિયા અને અમદાવાદના લઘુત્તમ તાપમાનના નોંધાયેલા આંક વચ્ચે સ્પષ્ટ તફાવત હતો.
કંડલામાં મહત્તમ તાપમાન ર૮ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૧ર.૭ ડિગ્રી તેમજ ભેજનું પ્રમાણ સવારે ૬૩ ટકા અને સાંજે ૩૮ ટકા હતું. જયારે પવનની સરેરાશ ઝડપ ૧૬ કિ.મી.ની હતી. તેમજ પવનની દિશા ઉત્તર ઉત્તર પૂર્વની હતી.
કંડલા એરપોર્ટ ખાતે મહત્તમ તાપમાન ર૮.પ ડિગ્રી અને લઘુત્તમ તાપમા ૧૭ ડિગ્રી નોંધાયું હતું. રાજકોટ પણ આજે ૧૦.૭ ડિગ્રીના લઘુત્તમ તાપમાન સાથે ભુજ કરતાં વધુ ઠંડુ રહ્યું હતું.
આજે ઓછા મહત્તમ તાપમાનના મોરચે ભુજ ર૬.ર ડિગ્રી સાથે બીજા નંબરે હતું તો ઓખા ર૬ ડિગ્રી સાથે પ્રથમ નંબરે રહ્યું હતું. હવામાન ખાતાના વર્તુળોએ વધુમાં જણાવ્યું હતું કે, આવતા ર૪ કલાક સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ વિસ્તારોમાં ઠંડીનું મોજું ચાલું રહેવાની સંભાવના છે. હવામાન ખાતાના મત પ્રમાણે હજી ઠંડીના દિવસો પૂરા થયા નથી.
|