ગાંધીધામ ઃ આદિપુરના પોષ વિસ્તારમાં ધોળા દિવસે મહીલાને બંધક બનાવી સોના - ચાંદીના દાગીનાની લુંટ કરી આરોપીઓ પલાયન થઈ ગયા હોવાની ચર્ચાથી લોકોમાં ભયની લાગણી વ્યાપી હતી.પરંતુ મોડી રાત્રિ સુધી આ અંગેની પોલીસ મથકમાંથી વિગતો મળી નથી.
આ અંગેની લોકોમાં ચર્ચાતી વિગતો મુજબ આદિપુરના પોષ વિસ્તારમાં ધોળા દિવસ બુઝુર્ગ મહિલાને તેના જ મકાનમાં બે કારમાં આવેલા શખ્સોએ બંધક બનાવી લાખો રૂપિયાના ઘરેણા લુંટી મહીલાનું અપહરણ કરી આદિપુરથી થોડે દુર બાવળની ઝાડીમાં મહીલાને છોડી મુકવામાં આવ્યા હતા તેવી ચર્ચાઓ લોકોમાં થતી હતી.
ધોળા દિવસે પોષ વિસ્તારમાં આ બનાવ બનતા લોકોમાં ગભરાટની લાગણી ફેલાય જવા પામી હતી. દરમ્યાન સુત્રોએ કહ્યુ હતું કે આ ઘટના પ્રકાશમાં આવી છે. તાકીદે પોલીસ દ્વારા બપોરે પુર્વ કચ્છની નાકાબંધી કરી હતી અને કારમાં જઈ રહેલા લુંટારૂઓની ભાળ મેળવવાની કોશીષ કરાઈ હતી પરંતુ રાત સુધી પોલીસને કોઈ હાથ લાગ્યુ ન હતુ તેમ સુત્રોએ જણાવ્યું હતું.
ધોળા દિવસે આદીપુરના પોષ વિસ્તારમાં મહીલાને બંધ બનાવી લાખોના ઘરેણાની લુંટ ચલાવી મહીલાનું અપહરણ કરી દુર છોડી મુકવામાં આવ્યા હતા. અને મહિલાને થોડી ઈજાઓ પહેાંચી હોવાનું લોકોમાં ચર્ચાયું હતું. આ બનાવથી સંકલમાં ગભરાઈટની લાગણી ફેલાઈ છે.
આ અંગે આદીપુર પીએસઆઈ એન.કે.રબારીએ આ લુંટના બનાવને સમર્થન આપીને કહ્યુ હતું કે પોલીસ ભોગ બનનારના ઘરે ગઈ હતી અને બે અજાણ્યા શખ્સો દ્વારા આ લુંટ ચલાવવામાં આવી છે પરંતુ ભોગ બનનારના પરીવારે અમારૂ કંઈ ગયું નથી તેમ કહ્યુ હતું તેમ પીએસઆઈ એન.કે.રબારીએ જણાવ્યું હતું.
|