Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail Us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
News Section
  ગુજરાત
  રાષ્ટ્રીય
  આંતરરાષ્ટ્રીય
  ખેલ-જગત
  રાજકોટ આવૃતિ
  અમદાવાદ આવૃતિ
  જામનગર આવૃતિ
  ભાવનગર આવૃતિ
  પોરબંદર આવૃતિ
  ભૂજ-કચ્છ આવૃતિ
 
Archives
 
Gujarat All News ૨૫/૦૧/૨૦૧૨ (બુધવાર)
 
ગોધરાકાંડમાં નરેન્દ્ર મોદી સામે કેસ કરવો કે કેમ ? કાનૂની સલાહ માગતી સીટ
 
 
 

આજકાલ પ્રતિનિધિ
અમદાવાદ
ગોધરાકાંડ બાદ સર્જાયેલા હુલ્લડોની તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટે રચેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમે (સીટ) ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સહિત પાંચ સામે કેસ કરવો કે કેમ ? તે સંદર્ભે કાનૂની સલાહ માગતા ખળભળાટ મચી ગયો છે. નરેન્દ્ર મોદી સામે કામચલાઉ કે કેમ ? તે મુદ્દે મુંઝવણમાં રહેલી 'સીટ'એ હવે કાનૂની સલાહ માગતા આ કેસમાં નવો વળાંક આવ્યો છે અને હવે તેમને કાનૂની સલાહ મળે પછી કયા પ્રકારના પગલાં ભરાશે ? તેના પર સૌની મીટ મંડાઈ છે.
સીટ દ્રારા સીટના કાનૂની સલાહકારને લખેલ પત્રમાં મુખ્યપ્રધાન મોદી ઉપરાંત પૂર્વ ડીજીપી પીસી પાંડે, પૂર્વ એડીજીપી એમ.કે.ટંડન, આઇજીપી પી.બી.ગોંડલિયા અને ડી.વાય.એસ.પી. કે.કે.મૈસૂરવાલા પર કામ ચલાવવા મુદ્દે સલાહ માંગી છે.
ર૦૦રના ગુલબર્ગ હત્યાકાંડના મુખ્ય સાક્ષી ઝાકિયા જાફરીએ મોદી સહિત ૬ર લોકો સામે ફરિયાદ કરી છે. જેમાં રાજકારણીઓ ટોચના આઇએએસ અને આઇપીએસ અધિકારીઓ પર બેદરકારીનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
સીટ દ્રારા આ ફરિયાદ પર તમામ ૬રના નિવેદનો લેવામાં આવ્ા હતાં. જેમાંથી પાંચની ધરપકડ થઇ છે. જેમાં પાંચની ધરપકડ થઇ છે. જેમાં રાજયના પૂર્વ પ્રધાન માયાબેન કોડનાણી, વિહિપ નેતા જયદીપ પટેલ અને બાબુ બજરંગી ઉપરાંત ભાજપ કોર્પેારેટર બિપીન પંચાલી અને પી.આઇ. કે.જી.એરડાનો સમાવેશ થાય છે.
સીટના જણાવ્યા પ્રમાણે અમે કાનૂની અભિપ્રાય માંગ્યો છે કે મોદી અને અન્ય ચાર વિરુદ્ધ એકત્ર કરવામાં આવેલા પુરાવા તેમની સામે કામ ચલાવવા યોગ્ય છે કે કેમ ?
મોદી પર ર૦૦રના કોમી હુલ્લડોમાં ઉશ્કેરણીનો અને અન્ય પોલીસ અધિકારીઓ સામે બેદરકારીનો આક્ષેપ છે. પોલસી અધિકારીઓની બેદરકારીને ગુનાહિત પ્રકાર ગણવો કે કેમ તેની પણ સલાહ માંગવામાં આવી છે.
બાકીના ૪૮ આરોપીઓ માટે સીટ કલોઝર રિપોર્ટ ફાઇલ કરે તેવી શકયતા છે. લાગેછે કે તેમની સામે હુલ્લડોમાં સંડોવણીના કોઇ પુરાવા મળ્યા નથી. સીટના સુત્રોના જણાવ્યા પ્રમાણે ફાઇનલ રિપોર્ટ હવે અંતિમ તબક્કામાં છે. કાનૂની સલાહકાર તરફની સલાહ મળ્યા બાદ સીટ તેના તારણોનો અંતિમ રિપોર્ટ રજુ કરશે. તમાસ દરમિયાન ઝાકિયાએ ત્રણ આઇપીએસ અધિકારીઓ સતીષ વર્મા, કુલદીપ શર્મા અને રાહુલ શર્મા સામેના આરોપો પડતા મુકવાની અરજી કરી હતી. જયારે એક આરોપી ગુજરાત વિધાન સભાના અધ્યક્ષ અશોક ભટ્ટનું ર૦૧૧માં અવસાન થયું હતું.

 

Top of page

 
NyS>fps_p AÞe kdpQpfp¡
 

 

NyS>fpsfpô²$ueAp„sffpô²$ueM¡g-S>Ns
h^y kdpQpfp¡
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.