Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail Us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
News Section
  ગુજરાત
  રાષ્ટ્રીય
  આંતરરાષ્ટ્રીય
  ખેલ-જગત
  રાજકોટ આવૃતિ
  અમદાવાદ આવૃતિ
  જામનગર આવૃતિ
  ભાવનગર આવૃતિ
  પોરબંદર આવૃતિ
  ભૂજ-કચ્છ આવૃતિ
 
Archives
 
Gujarat All News ૩૦/૦૧/૨૦૧૨ (સોમવાર)
 
કોંગ્રેસની સદભાવના: જાહેરખબરમાં મોદીનાં વખાણ કર્યા
 
 
 

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ભલે એક એક દિવસના ઉપવાસ કરીને સદભાવના દાખવતા હોય પરંતુ તેના હાડોહાડ વિરોધી કોંગ્રેસે એક આર્યજનક પગલામાં નરેન્દ્ર મોદી તરફ સદભાવના દાખવીને પ્રસિધ્ધ કરેલી જાહેરાતમાં તેમના વખાણ કર્યા છે. ગુજરાતે સાધેલા વિકાસ સંદર્ભે કરેલા વખાણમાં રાયમાં યોજાતી વાઈબ્રન્ટ સમિટ, સરદાર સરોવરની ઉંચાઈ, પ્રવેશોત્સવ, પતંગોત્સવ, કાંકરીયા કાર્નીવલ જેવા ઉત્સવો માટે નરેન્દ્ર મોદીને શ્રેય આપ્યું છે. કોંગ્રેસે પ્રસિધ્ધ કરેલી જાહેરાતમાં અત્યાર સુધીના તમામ મુખ્યમંત્રીઓની ઉપલબ્ધીઓ વર્ણવવામાં આવી છે અને તેમાં નરેન્દ્ર મોદીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે કોંગ્રેસ નરેન્દ્ર મોદીને કાયમ તાનાશાહ ગણાવીને ભ્રષ્ટ્રાચારના આરોપ મુકતી આવી છે પરંતુ આ જાહેરખબરમાં આ આરોપને લગતી આછેરી ઝલક પણ જોવા મળી નથી. આ જાહેરખબરને કારણે રાજકીય મોરચે પણ ખાસ્સી એવી ચર્ચા થઈ રહી છે.
ગુજરાતમાં વર્ષ ૧૯૯૫થી સત્તાવંચિત થઈ ગયેલી કોંગ્રેસ પાર્ટીનું ભાવિ દિનપ્રતિદિન વધુ ધૂંધળું બની રહ્યું છે. એકબીજા મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી કોંગ્રેસ અને તેના નેતૃત્વ હેઠળની યુપીએ સરકારની ભારે ધોલાઇ કરે છે ત્યારે જૂથબંધીના કારણે મરણ પથારીએ પડેલી કોંગ્રેસ પાર્ટી જાતે જ પગ પર કુહાડી મારી રહી હોય એમ પ્રજાસત્તાક દિને બે પાનાનું ચોપાનિયું બહાર પાડી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરવાનો ભાંગરો વાટો હતો.
વાત જાણે એમ છે કે, કોંગ્રેસ પાર્ટીએ ૬૩મા પ્રજાસત્તાક દિને ચાર પાનાની પત્રિકામાં બે પાનાની જાહેરખબર આપી હતી. જેમાં અત્યાર સુધીની સરકારોએ રાયના વિકાસ માટે કરેલી કામગીરીની સવિસ્તાર નોંધ લખી હતી. દરેક મુખ્ય પ્રધાનનો પરિચય આપ્યા બાદ નીચે તેમના શાસનમાં થયેલી પ્રગતિનો ઉલ્લેખ કર્યેા હતો. કોંગ્રેસે તેમના મુખ્ય પ્રધાનોની પ્રશંસા કરી ત્યાં સુધી બધુ બરાબર હતું પરંતુ મુખ્ય પ્રધાન મોદીની તસવીર છાપી તેમના પરિચય માટે કુશળ વહીવટકર્તા અને નિષ્ણાત ચૂંટણી વ્યૂહરચનાકાર જેવા પ્રશંસનીય વિશેષકોનો ઉપયોગ કર્યેા હતો.
સફળ સંગઠનકાર, પક્ષના અગ્રણી કાર્યકર અને ચૂંટણી વ્યવહાર રચનાકારની બાહોશી ધરાવતા નરેન્દ્રભાઇ મોદીએ ૭.૧.૨૦૦૧થી ગુજરાત રાયના મુખ્ય પ્રધાનનો કાર્યભાર સંભાળ્યો. આ વાકય નરેન્દ્ર મોદીની તસવીર નીચે પ્રસિદ્ધ કરી તેમણે વર્તમાન ગુજરાતને વાઇબ્રન્ટમાં પરિવર્તિત કરવાનો નિર્ણય કર્યેા, નર્મદા ડેમની ઐંચાઇ ૧૦ મીટર સુધી વધારવાની મંજૂરી મેળવી, શાળા પ્રવેશોત્સવ, કૃષિ ઉત્સવ, પતંગોત્સવ જેવા કાર્યક્રમોનું આયોજન પણ કયુ એવી નોંધ મૂકવામાં આવી છે.
ભૂતકાળમાં કેન્દ્રીય કોંગ્રેસ અને રાય કોંગ્રેસ દ્રારા મોદી ઉપર સરમુખત્યારશાહીથી વર્તવાના અને ભ્રષ્ટ્રાચારના આરોપ મુકવામાં આવ્યા છે. ત્યારે કોંગ્રેસે આ જાહેરાત દ્રારા એવો પણ સંદેશ આપવાનો પ્રયાસ કર્યેા છે કે, ગુજરાતના વિકાસમાં માત્ર મોદીનું પ્રદાન નથી. જાહેરખબરમાં પૌરાણિક કાળનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને કહેવાયું છે કે, ગુજરાત હડપ્પા સમયથી જ વ્યાપાર અને વિકાસમાં આગળ છે. કોંગ્રેસની જાહેરખબરમાં નર્મદા ડેમની ઐંચાઈ વધારવા અને જૈવ વિજ્ઞાનની દિશામાં ગુજરાતે કરેલી પ્રગતિની પ્રશંસા કરવામાં આવી છે.
જાહેરખબરમાં ગાંધી–નેહ પરિવારની પણ પ્રશંસા કરવામાં આવી છે અને ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાનો જશ જવાહરલાલ નેહ ઉપરાંત ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીને પણ આપવામાં આવ્યો છે. જાહેરખબરમાં મોદીની ઉપર આરોપ મુકવામાં આવ્યો છે કે, તેમણે રાયની જનતા ઉપર છ જેટલા ઉત્સવોનો બોજો નાખ્યો છે. કોંગ્રેસના કહેવા પ્રમાણે, ગુજરાતના વિકાસ માટે માત્ર મોદી જ જવાબદાર નથી એ ચિત્ર રજૂ કરવા માટે ઉપરોકત જાહેરખબર પ્રકાશિત કરાવવામાં આવી છે.
બે પેઈજની આ જાહેરાતમાં ગુજરાતના ઔધોગિક વિકાસ અને નર્મદા ડેમ ઉપરાંતની સિદ્ધિઓને વખાણવામાં આવી છે. મોદી કુશળ ચૂંટણી વ્યૂહરચનાકાર છે. ત્યારે તેઓ ચાલુ વર્ષના અંતભાગમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીઓ દરમિયાન આ મુદ્દો ઉપાડે તો નવાઈ નહીં. જાહેરખબરમાં મોદીની વહિવટી સૂજ અને વ્યૂહરચનાકીય સમજની પણ પ્રશંસા કરવામાં આવી છે.
આવા પ્રશંસનીય વિશેષણો વાપર્યા બાદ મોદીના રાજમાં અબજો પિયાનું દેવું થયું હોવાનો ઉલ્લેખ કરી માત્ર વર્તમાન મુખ્ય પ્રધાનના રાજમાં જ ગુજરાતનો વિકાસ નથી થયો પરંતુ અત્યાર સુધીના તમામ મુખ્ય પ્રધાનોના પ્રયાસથી ગુજરાત રાય વિકાસની ઐંચાઇએ હોવાનું કોંગ્રેસ આ જાહેરખબર દ્રારા કહેવા માગતી હતી પરંતુ નરેન્દ્ર મોદીના પરિચય માટે વાપરેલા વિશેષણોથી હાલ તો કોંગ્રેસ પાર્ટીની હાલત કફોડી બની ગઈ છે.

 

Top of page

 
NyS>fps_p AÞe kdpQpfp¡
 

 

NyS>fpsfpô²$ueAp„sffpô²$ueM¡g-S>Ns
h^y kdpQpfp¡
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.