ગુજરાતના લોકાયુકતની નિમણૂકના મામલે સુપ્રીમ કોર્ટે આજે ગુજરાત સરકારની અરજી સ્વિકારીને વધુ સુનાવણી માટે આગામી ૨૦મી માર્ચે નક્કી કરે છે.
સુપ્રીમ કોર્ટે જસ્ટિસ બી.એસ.ચૌહાણ અને જગદીશસિંહ કહરની બનેલી ડિવિઝન બેન્ચે ગુજરાતના રાયપાલ ડો.કમલા બેનીવાલ દ્રારા લેવામાં આવેલા નિર્ણય ઉપર હાઇકોર્ટે આપેલા ચુકાદાને પડકારતી ગુજરાત સરકારની અરજી સ્વિકારી ગુજરાત હાઇકોર્ટ પાસે આ કેસને લગતાં તમામ કાગળો મગાવ્યા છે. સુપ્રીમ કોર્ટે આ મામલામાં હવે ૨૦મી માર્ચે સુનાવણી શરૂ કરીને સળગં ત્રણ દિવસ ચલાવવા નિર્ણય લીધો હતો.
ગુજરાત હાઇકોર્ટે તાજેતરમાં જ રાયપાલ દ્રારા કરવામાં આવેલી લોકાયુકતની નિયુકિતની કાયદેસર ઠેરવતાં આ ચુકાદાની વિરૂધ્ધમાં નરેન્દ્ર મોદી સરકારે સુપ્રીમમાં અરજી કરી હતી.
આજે આ મામલાની સુનાવણી જસ્ટિસ બી.એસ.ચૌહાણ અને જસ્ટિસ જગદીશસિંહ કેહરની ડિવિઝન બેન્ચ સમક્ષ થઇ હતી. લોકાયુકતની નિમણૂકના મામલામાં ગુજરાત હાઇકોર્ટે આપેલા ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં એલએલપી દાખલ કરી છે. આ અરજીમાં રાય સરકારે જણાવ્યું છે કે રાયપાલે પ્રધાનમંડળ સાથે વિચારવિમર્શ કર્યા વગર લોકાયુકતની નિમણૂક કરી નાખી છે અને બંધારણીય જોગવાઇઓનો અમલ નથી કર્યેા. ગુજરાત હાઇકોર્ટે રાયપાલ ડો.કમલાએ લોકાયુકતપદે પૂર્વ જસ્ટિસ આર.એ.મહેતાની નિમણૂક કરવા સામે કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી.
ગત ૧૮મી જાન્યુઆરીએ ગુજરાત હાઇકોર્ટના ન્યાયધીશ વી.એમ.સહાયે ડો.કમલાએ લોકાયુકતની નિમણૂક સંદર્ભે લીધેલા નિર્ણયને વ્યાજબી ઠેરવીને રાય સરકારની અરજી ફગાવી દીધી હતી. સાથોસાથ મોદી સરકારની આલોચના પણ કરી હતી. આ પહેલા ઓકટોબર મહિનામાં હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે ખંડિત ચુકાદો આપ્યો હતો. ન્યાયધીશ અકીલ કુરેશીએ રાય પાલે લીધેલા નિર્ણયને કાયદેસર ગણાવ્યો હતો તો ન્યાયધીશ સોનિયા ગોકાણીએ રાયપાલના નિર્ણયને ગેરકાયદેસર ઠેરવીને સરકારની અરજી માન્ય રાખી હતી.