Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail Us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
News Section
  ગુજરાત
  રાષ્ટ્રીય
  આંતરરાષ્ટ્રીય
  ખેલ-જગત
  રાજકોટ આવૃતિ
  અમદાવાદ આવૃતિ
  જામનગર આવૃતિ
  ભાવનગર આવૃતિ
  પોરબંદર આવૃતિ
  ભૂજ-કચ્છ આવૃતિ
 
Archives
 
Gujarat All News ૦૯/૦૨/૨૦૧૨ (ગુરૂવાર)
 
સિદસરમાં ધાર્મિક ગંગા, સામાજિક જમના, આધ્યાત્મિક સરસ્વતીનો સંગમ સર્જાયો છે: પૂ.મોરારિબાપુ
 
 
 

સિદસર ઉમિયા માતાજી ધામ ખાતે આજે વિખ્યાત રામાયણી પૂ.મોરારિબાપુએ જણાવ્યું હતું કે, કડવા પાટિદાર સમાજના આગેવાનોએ સિદસરમાં હાલ ધાર્મિક ગંગા, સામાજિક જમના અને આધ્યાત્મિક સરસ્વતીનો સુંદર સંગમ સર્જયો છે. ૨૦૧૩માં અલ્હાબાદ ખાતે યોજાનાર મહાકુંભ મેળા પૂર્વેના આ મેળાનું મહત્વ જરા પણ ઓછું નથી.
સિદસર ખાતે બિરાજતાં કડવા પાટિદાર સમાજના કુળદેવી ઉમિયા માતાજીનાં મંદિરનાં પાંચ દિવસીય રજત જયંતી મહોત્સવમાં આજે સવારે મોરારિબાપુના હસ્તે દીપ પ્રાગટ દ્રારા ઉમિયા માતાજીના જયઘોષ સાથે યજ્ઞશાળાનો પ્રારભં કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સભામંડપ ખાતે તેમણે હજારોની ઉપસ્થિત મેદનીમાં જણાવ્યું હતું કે, ૨૦૧૩ની સાલમાં જાન્યુઆરી માસમાં ગંગા, જમુના અને સરસ્વતી નદીના સંગમ ઉપર અલ્હાબાદ ખાતે મહાકુંભ મેળો યોજાનાર છે. એ મેળાની જેમજ સિદસરમાં પાટીદાર સમાજના આગેવાનોએ ધાર્મિક ગંગા, સામાજિક જમુના અને આધ્યાત્મિક સરસ્વતીના પ્રવાહો ભેગા કરીને સુંદર સંગમ સજર્યેા છે. સિદસર ખાતેના પાટીદાર સમુદાયના પાંચ દિવસીય મહોત્સવનું ઉદઘાટન કરવા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હેલિકોપ્ટર મારફત સવારે ૧૦–૧૫ વાગ્યે આવી પહોંચ્યા હતાં. મહોત્સવ પ્રસંગે ઉર્જા મંત્રી સૌરભ પટેલ, શહેર વિકાસ મંત્રી નીતીન પટેલ, મહેસુલ મંત્રી આનંદીબેન પટેલ, મહિલા બાળ વિકાસ મંત્રી વસુબેન ત્રિવેદી, ગ્રામ વિકાસ મંત્રી મોહનભાઈ કંુડારીયા, ઓધવજીભાઈ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં તેમણે જણાવ્યું હતું કે, પાટીદાર સમાજે ધાર્મિકતા અને આધ્યાત્મિકતા દ્રારા સમાજની સુંદર સેવા માટે સમાજને માર્ગ ચિંધ્યો છે. સમાજની સેવા એ સિંહાસન નથી દર્ભનું આસન છે. દર્ભાશનના ચાર ખુણાનું મહત્વ સમજાવતાં તેમણે જણાવ્યું કે, ચારેય ખુણા ક્ષમતા, મમતા, સમતા અને નમ્રતા સુચવે છે. માનવી તેની ક્ષમતા મુજબ સેવા કરે છે પરંતુ તેમાં મમતા હોવી ખુબ જરૂરી છે. જો સેવામાં મમતા ન હોય તો સેવા ન કહેવાય આ તકે તેમણે પાટીદાર સમાજ ના ટ્રસ્ટની વિવિધ સેવાઓની ભારે સરાહના કરી હતી.
પૂ.મોરારિબાપુએ આ તકે જણાવ્યું હતું કે, તેમને પવિત્ર ઉમિયા માતાજી ધામ ખાતે આવવાની ખુબ જ ખુશી છે. ધર્મમાં કરોડો રૂપિયા ખર્ચાતા હોવાના ખોટા આક્ષેપો થાય છે પરંતુ જેમણે જોયું નથી, જાણ્યુ નથી કે ધર્મના કામમાં રસ નથી તેવા લોકો જ આક્ષેપો કરે છે.
ઉમિયા માતાજી ધામ ખાતે આજથી શરૂ થયેલા મહોત્સવમાં ભવ્ય આનદં મેળા જેવા માહોલમાં હજારોની મેદની એકઠી થઈ છે. તેમાં કંકુપ્રસાદ, ભોજન પ્રસાદ, પુસ્તક મેળો, કૃષિ પ્રદર્શન સહિતના બાળ મનોરંજનના સ્ટોલ સાથે ઉપરાંત ચા–પાણી, નાસ્તાના વિવિધ સ્ટોલનો લોકો લાભ લઈ રહ્યાં છે.
૧૦૦૦ હજાર વિઘા જેટલી વિશાળ જગ્યામાં પાંચ દિવસના મહોત્સવમાં રોજ ઉપસ્થિત રહેનાર પાંચેક લાખની જનમેદનીની વિવિધ સુવિધા જાળવી રાખવા માટે ૮૦ અલગ સમિતિઓમાં ૧૫૦૦ જેટલા સભ્યો ૧૦ હજારથી વધુ સ્વયંસેવકોની ફોજ તૈયાર કરવામાં આવી રહી છે.
આજે યજ્ઞશાળાના ઉદઘાટન બાદ પૂ.મોરારિબાપુ સભામંડપમાં પહોંચતાં ત્યાં શહેરી વિકાસ મંત્રી નીતીનભાઈ પટેલના હસ્તે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતંુ. આ પ્રસંગે આનંદીબેન પટેલ, કનુભાઈ ભાલાળા સહિતના આગેવાનોએ સંબોધનો કર્યા હતાં. કાર્યક્રમમાં મનસુખભાઈ કોરડીયા, મોહનભાઈ વાછાણી, પરસોત્તમભાઈ રૂપાલા, રમણીકભાઈ ભાલોડીયા, બચુભાઈ પટેલ, બી.એચ.ઘોડાસરા, હરીશ ભાલોડીયા, અનિલભાઈ, મગનભાઈ માકડીયા, મૌલેશ ઉકાણી, ચીમનભાઈ સાપરીયા, આર.સી.ફળદુ, અરવિંદભાઈ કળસારીયા સહિતના અનેકવિધ ક્ષેત્રના અગ્રણીઓ આવી પહોંચ્યાં છે.
આ ઉપરાંત ઉમિયા માતાજીના રજત જયંતી ઉત્સવમાં સૌરાષ્ટ્ર્ર ગુજરાતનાં અનેક ભાવિકો પદયાત્રા સઘં દ્રારા આવી પહોંચ્યા છે.મુંબઈથી સાઈકલ યાત્રિકો પણ આવી પહોંચ્યાં છે. આજે બપોરે ત્રણ વાગ્યે આર્ય ઓફ લિવિંગના પ્રણેતા શ્રીશ્રી રવિશંકરજી મહારાજનું પ્રવચન, ભાગવર્તાચાર્ય રમેશભાઈ ઓઝા, રામકૃષ્ણ મિશનના સ્વામિ નિખિલેશશ્ર્વરાનંદજીના પ્રવચનોનું આયોજન થયું છે.

 

Top of page
NyS>fps_p AÞe kdpQpfp¡
 

 

NyS>fpsfpô²$ueAp„sffpô²$ueM¡g-S>Ns
h^y kdpQpfp¡
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.