Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail Us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
News Section
  ગુજરાત
  રાષ્ટ્રીય
  આંતરરાષ્ટ્રીય
  ખેલ-જગત
  રાજકોટ આવૃતિ
  અમદાવાદ આવૃતિ
  જામનગર આવૃતિ
  ભાવનગર આવૃતિ
  પોરબંદર આવૃતિ
  ભૂજ-કચ્છ આવૃતિ
 
Archives
 
Gujarat All News ૦૬/૦૨/૨૦૧૨ (સોમવાર)
 
નાયબ મામલતદારોના રાયવ્યાપી આંદોલનના ભણકારા: આજે બપોરે ફેંસલો
     
 

નાયબ મામલતદારોને જિલ્લા કેડરમાંથી બદલી સ્ટેટ કેડરમાં લઈ જવાના રાય સરકારના નિર્ણયથી ભડકો થયો છે અને સરકારના આવા નિર્ણય સામે રાયવ્યાપી આંદોલનના ભણકારા વાગી રહ્યા છે. સૌરાષ્ટ્ર્રના દોઢેક હજાર સહિત રાયભરના પાંચ હજારથી વધુ નાયબ મામલતદારો જો તેમના પ્રશ્નનો સુખદ નિવેડો ન આવે તો અચોકકસ મુદતની હડતાલ સહિતના આંદોલનના ઉગ્ર કાર્યક્રમો આપે તેવી સંભાવના હોવાનું જણાઈ રહ્યું છે. જો કે, આ અંગેનો ફેંસલો આજે બપોર બાદ થાય તેમ જણાય છે.
નાયબ મામલતદારોની બદલી અત્યાર સુધી માત્ર જે તે જિલ્લામાં જ થઈ શકે છે. સિનિયોરીટી લીસ્ટ અને પ્રમોશન માટેનું લીસ્ટ અત્યાર સુધી જે તે જિલ્લા પુરતું અલગ અલગ બનતું હોય છે પરંતુ સ્ટેટ કેડરમાં નાયબ મામલતદારોનો સમાવેશ કરાતા હવે તેની સમગ્ર રાયમાં ગમે ત્યાં બદલી થઈ શકશે. એટલું જ નહીં પ્રમોશન સહિતના લાભોમાં પણ રાય કક્ષાની સિનિયોરીટીનું લીસ્ટ ગણતરીમાં લેવાય તેમ હોવાથી નાયબ મામલતદારોમાં સરકારના આ નિર્ણયથી ઉગ્ર રોષ અને અસંતોષની લાગણી જન્મી છે. નાયબ મામલતદારોની આ લાગણીને વાચા આપવા માટે ગુજરાત રાય રેવન્યુ કર્મચારી મહામંડળના પ્રમુખ જહાંગીર બ્લોચ, મહામંત્રી વાય.આર.ગોસાઈ સહિતના કારોબારી સમિતિના સભ્યો અને દરેક જિલ્લાના નાયબ મામલતદારોના મંડળના પ્રમુખો–મહામંત્રીઓનું બનેલુ પ્રતિનિધિ મંડળ આજે બપોરે મહેસુલ પ્રધાન આનંદીબેન પટેલ અને મહેસુલ વિભાગના સચિવ સી.એલ.મીના સમક્ષ રજૂઆત કરવા માટે જનાર છે.
મહેસુલ પ્રધાન અને મહેસુલ સચિવ સમક્ષની રજૂઆત બાદ ભાવી રણનીતિ ઘડવા માટે મહામંડળના હોદ્દેદારો અને જિલ્લા કક્ષાના સંગઠન માળખાના પ્રમુખો–મહામંત્રીઓ સહિતના હોદ્દેદારોની બેઠક બપોરે ૩ વાગ્યે ગાંધીનગર ખાતે આંબેડકર ભવન હોલમાં મળનારી છે. જો મહેસુલ પ્રધાન અને મહેસુલ સચિવ તરફથી સાનુકુળ પ્રતિભાવ મળશે તો સ્વાભાવિક રીતે જ આંદોલનની વાતનો છેદ ઉડી જશે પરંતુ જો સરકાર પોતાના નિર્ણયમાં અડગ રહેશે તો અચોકકસ મુદતની હડતાલ સહિતના આંદોલનના ઉગ્ર કાર્યક્રોમની જાહેરાત આજ બપોરની બેઠકમાં કરવામાં આવશે.
નાયબ મામલતદારોને સ્ટેટ કેડરમાં મુકવાના રાય સરકારના નિર્ણય બાબતે જિલ્લા કક્ષાએ કેવી પરિસ્થિતિ છે ? તે જાણવા માટે છેલ્લા બે દિવસથી સમગ્ર રાયના તમામ જિલ્લા મથકોએ નાયબ મામલતદારોની બેઠક રાખવામાં આવી હતી અને તેમાં આ મુદ્દે મહામંડળને તમામ સત્તા સોંપવાના અને આંદોલનના મામલે જે કોઈ આદેશ આવે તે અનુસરવાનો ઠરાવ સર્વાનુમતે પસાર કરાયો હતો.
મહામંડળના અગ્રણીઓના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર્રમાં દોઢ હજાર જેટલા અને સમગ્ર રાયમાં પાંચ હજારથી વધુ નાયબ મામલતદારો ફરજ બજાવે છે. સરકારના નિર્ણય સામે શું કરવું ? તે અંગેનો ફેંસલો આજ સાંજ સુધીમાં લેવાઈ જશે.

 

 

Top of page
 
NyS>fps_p AÞe kdpQpfp¡
 
  
NyS>fpsfpô²$ueAp„sffpô²$ueM¡g-S>Ns
h^y kdpQpfp¡
 
Latest News

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.