સિદસર ખાતે યોજાનાર રજત જયંતી મહોત્સવનાં વિવિધ આકર્ષણો પૈકીનું હેલિકોપ્ટર સેવા પણ આકર્ષણ છે. મહોત્સવનાં ઉદઘાટક મુખ્યમંત્રી ચાર મહાનુભાવો હેલિકોપ્ટર દ્રારા સિદસર ખાતે પધારશે. સિદસર ખાતેના રજત જયંતી મહોત્સવની હેલિકોપ્ટર વ્યવસ્થાના યુવાન ચેરમેન ધૈર્યકુમાર ભલાણી, કન્વીનર સાજનકુમાર પાણ અને મંત્રી હર્ષિતકુમાર કાવરના જણાવ્યાં મુજબ રજત જયંતી મહોત્સવના પ્રથમ દિવસે યજ્ઞશાળાના ઉધ્ઘાટન પ્રખર રામાયણી મોરારીબાપુ મહત્પવાથી સીદસર સુધી હેલીકોપ્ટરમાં આવશે. ત્યારબાદ રાજયના મુખ્યમંત્રી અને મહોત્સવના ઉદઘાટક નરેન્દ્રભાઈ મોદી પણ હેલીકોપ્ટરમાં સીદસર આવશે. પાંચ દિવસના મહોત્સવમાં ભાવીકો ઉમીયા માતાજી મંદિર પર પુષ્પવૃષ્ટ્રિનો લાભ લઈ શકે તે માટે ખાનગી કંપનીના હેલીકોપ્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે. મહોત્સવના પ્રથમ દિવસે બપોરબાદ આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા શ્રી શ્રી રવિશંકર મહારાજ પણ હેલીકોપ્ટર મારફત સીદસર આવશે. મહોત્સવના ત્રીજા દિવસે પતંજલિ યોગ વિધાલયના બાબારામદેવજી મહારાજ પણ હેલીકોપ્ટરમાં સીદસર આવી પહોંચશે. ખોબા જેવડા સીદસર ગામમાં મહોત્સવના કારણે બે સ્થળે હેલીપેડ બનાવવામાં આવ્યા છે.
|