Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail Us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
News Section
  ગુજરાત
  રાષ્ટ્રીય
  આંતરરાષ્ટ્રીય
  ખેલ-જગત
  રાજકોટ આવૃતિ
  અમદાવાદ આવૃતિ
  જામનગર આવૃતિ
  ભાવનગર આવૃતિ
  પોરબંદર આવૃતિ
  ભૂજ-કચ્છ આવૃતિ
 
Archives
 
Gujarat All News ૦૯/૦૨/૨૦૧૨ (ગુરૂવાર)

 
કડવા પાટીદારો જાત મહેનતે આગળ આવ્યા છે: નરેન્દ્ર મોદી
 
 
 

સીદસરમાં ઉમિયાધામ રજત જયંતી સમારોહમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કડવા પાટીદારોની એકતાની સરાહના કરી હતી. તેમણે કહયું હતું કે, કડવા પાટીદારો કોઇની કૃપાથી નહી પરંતુ જાત મહેનતથી આગળ આવ્ા છે. અન્ય સમાજે પણ જો પ્રગતિના રસ્તે ચાલવું હોય તો તેઓને કડવા પાટીદારોએ કરેલી પ્રગતિ અને વિકાસનો અભ્યાસ કરવો જોઇએ. કડવા પટેલ સમાજને કડવી વાતો પચી જાય છે તેવું જણાવતાં નરેન્દ્ર મોદીએ કહયું હતું કે, આ રજત જયંતી મહોત્સવમાં કડવા પાટીદારોએ જે સંગઠન અને એકતાના દર્શન કરાવ્યા છે તે અભિનંદનને પાત્ર છે. તેમણે એમ પણ ઉમેર્યુ હતું કે, કમનસીબે સરદાર પટેલને બહત્પ મોડા મોડા યાદ કરવામાં આવે છે. જો પહેલેથી સરદાર પટેલના સિધ્ધાંત ઉપર પાટીદાર અને અન્ સમાજ ચાલ્યો હોત તો દેશની સકલ સુરત આજે જુદી હોત.
નરેન્દ્ર મોદીએ કહયું હતું કે, હત્પં અંબાજી, બહત્પચરમાતા અને ઉમિયા માતાના ખોડામાં ઉછરીને મોટો થયો છું અને આજે હત્પં ઉમિયા માતાના સાધકોના ચરણોમાં મસ્તક નમાવવા આવ્યો છું. સરદાર પટેલને યાદ કરતાં નરેન્દ્ર મોદીએ કહયું હતું કે, આજે પણ દેશની ૧રપ કરોડની જનતાના મોઢામાંથી એક જ વાકય સાંભળવા મળે છે કે આજે જો સરદાર પટેલ સાહેબ હોત તો દેશે ઘણી પ્રગતિ સાધી હોત. મારા માનવા પ્રમાણે સરદાર સાહેબને આનાથી બીજી મોટી અંજલી ન હોઇ શકે.
નરેન્દ્ર મોદીએ કહયું હતું કે, કડવા પાટીદાર સમાજ વિશે પ૦ વર્ષ પહેલાં જે બોલાતુ હતું તેનાથી પરિસ્થિતિ આજે ઘણી બદલાઇ ગઇ છે. આજે સમાજ જાત મહેનત કરીને આગળ આવ્યો છે. પાટીદાર સમાજે કરેલી પ્રગતિને કારણે દેશ ખરાં અર્થમાં સુજલામ સુફલામ બન્યો છે. હત્પં આજે એટલું ચોકકસ પણે કહીશ કે સમાજના અન્ય વર્ગે જો પ્રગતિ સાધવી હશે તો તેણે પાટીદાર સમાજમાંથી દ્રષ્ટ્રાંત લેવું પડશે. હત્પં તો ત્યાં સુધી કહીશ કે પાટીદાર સમાજે સાધેલા વિકાસ ઉપર પી.એચ.ડી. કરવું જોઇએ. તેમણે આજના યુવાનોને પેઢીદર પેઢી વિકાસ જળવાઇ રહે તે માટે પ્રયત્નશીલ રહેવા પણ સલાહ આપી હતી. એક પેઢી પ્રગતિ કરે અને પછીની પેઢી કડડભૂસ થઇ જાય તેવું ન કરવું જોઇએ. યુવાવર્ગ સમાજની મોટી પૂંજી છે અને તેમના ઉપર ઉમિયા માતાના આશિર્વાદ વરસે છે. નરેન્દ્ર મોદીએ પાટીદારોને સંબોધન કરતાં જણાવ્ું હતું કે, આજે સમાજમાં ી ભૃણ હત્યાનું દુષણ છવાયેલું છે અને ી ભૃણની હત્યા અટકાવવા માટે સરકાર દ્રારા અથાગ પ્રયત્નો કરવામાં આવે છે. હત્પં આજે સમાજને એટલું જ કહીશ કે જો દિકરીઓ નહિ હોય તો પરિવારને પુત્રવધુ મળવી પણ મુશ્કેલ મળશે. તેમણે સમાજને એવો સંકલ્પ પણ કરાવ્યો હતો કે, માના ગર્ભમાં દિકરીઓને મારી નાખવાનું પાપ નહી કરીએ.
આ સમારોહમાં નરેન્દ્ર મોદીએ મોરબીના ઉધોગપતિ ઓ.આર.પટેલના વખાણ કર્યા હતાં. તેમણે કહયું હતું કે, હત્પં ઓધવજીભાઇ પટેલને ૧૯૭૯થી ઓળખુ છું અને જયારે પણ તેમને મળું છું ત્યારે તેમની સામે મા માથુ ઝુકી જાય છે. ઓ.આર.પટેલે ઔધોગિક ક્ષેત્રે દેશને ઘણુ આપ્યું છે અને તેઓ સમાજની એક મોટી પુંજી છે.
આ સમારોહમાં ઓ.આર. પટેલ દ્રારા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું ફુલહારથી સ્વાગત કરાયું હતું આ ઉપરાંત મંત્રી મોહનભાઇ કુંડારીયા અને રાઘવજીભાઇ પટેલ વગેરેએ નરેન્દ્ર મોદીનું ફલહારથી સન્માન કયુ હતું. આ પ્રસંગે ઉધોગપતિ રમણીકભાઇ ભાલોડીયાએ મુખ્યમંત્રીના કન્યા કેળવણીમાં ૫,૫૫,૫૫૫ રૂપિયાનું દાન જાહેર કયુ હતું. રાજકોટના ઉધોગપતિ મૌલેશભાઇ ઉકાણી ઉપરાંત ઓરપેટ પરિવારના નેહલભાઇ પટેલ અને હિમાંશુભાઇ પટેલ દ્રારા પણ નરેન્દ્ર મોદીનું અભિવાદન કરાયું હતું.
આ પ્રસંગે નરેન્દ્ર મોદી દ્રારા લિખિત કવિતા 'પૃથ્વી રમ્ય છે... આખં ધન્ય છે...'નું વિધાર્થીઓ દ્રારા પઠન પણ કરવામાં આવ્યું હતું.

સિદસરની સાથે સાથે
એકાદ લાખ જેટલા લોકો ઉમટી પડયા
૧૨૫ કરોડના દાનનો લયાંક
૧૧ મહિલાઓ દ્રારા દેહદાનનો સંકલ્પ
બપોર બાદ ઉમિયાધામના દર્શન માટે હેલિકોપ્ટર સેવાનો પ્રારભં
ઉમિયાધામની પ્રતિક જાત્રા માટે ખાસ બસ મુકાઇ
ઠંડીને કારણે સવારે ઓછી હાજરી પરંતુ બપોર બાદ પાટીદારો ઉમટી પડશે

Top of page
 
NyS>fps_p AÞe kdpQpfp¡
 
  
NyS>fpsfpô²$ueAp„sffpô²$ueM¡g-S>Ns
h^y kdpQpfp¡
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.